લખાણ પર જાઓ

લીંભોઈ

વિકિપીડિયામાંથી
લીંભોઈ
—  ગામ  —
લીંભોઈનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°27′36″N 73°17′43″E / 23.460087°N 73.295399°E / 23.460087; 73.295399
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અરવલ્લી
તાલુકો મોડાસા તાલુકો
વસ્તી ૩,૫૮૨[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી, શાકભાજી

લીંભોઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા મોડાસા તાલુકામાં આવેલું એક ગામ છે. લીંભોઈ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, નોકરી, વેપાર, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા, જીરુ તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી અને જળ શુદ્ધિકરણ પ્લાન્ટ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

મોડાસાથી આ ગામ આશરે ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

ગામ થી ૧.૫ કિમી ના અંતરે મેશ્વો નદી આવેલી છે. ગામમાં દાખલ થતા લાલેરું તળાવ આવેલું છે. આખું ગામ પાકા રસ્તા વડે જોડાયેલું છે. ગામની એક બાજુએ અરવલ્લીની ગિરિમાળા આવેલી છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

ગામમાં બે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે.

મહત્વના સ્થળો

[ફેરફાર કરો]

ગામમાં રામજી મંદિર તેમજ અરવલ્લીની ગિરિમાળાની તળેટીમાં નાગણેશ્વરી માતાનું મંદિર આવેલું છે, જે સાબરકાંઠા જિલ્લાનું એક પ્રવાસન સ્થળ છે.

અહીં કલનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે ૩૭ ફીટ x ૧૫ ફીટ x ૩૦ ફીટ વિસ્તાર ધરાવે છે અને આંશિક રીતે ખંડિત છે તેમજ સફેદ ચૂનાના પથ્થરો તેમજ ઇંટોથી બનેલું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Limbhoi Village Population, Caste - Modasa Sabarkantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૮ ઓગસ્ટ ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha ૨૦૧૫, p. ૪૩૮.

પુસ્તક

[ફેરફાર કરો]

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૮.માંથી માહિતી ધરાવે છે.