લખાણ પર જાઓ

વિક્રમ બત્રા

વિકિપીડિયામાંથી
કેપ્ટન
વિક્રમ બત્રા
પરમવીર ચક્ર
વિક્રમ બત્રા
હુલામણું નામલુવ, વિકિ, શેર શાહ[]
જન્મ(1974-09-09)9 September 1974
પાલમપુર, હિમાચલ પ્રદેશ, ભારત
મૃત્યુ7 July 1999(1999-07-07) (ઉંમર 24)
પોઇન્ટ ૪૮૭૫ વિસ્તાર, કારગિલ, જમ્મુ અને કાશ્મીર, ભારત
દેશ/જોડાણભારત ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૯૭–૧૯૯૯
હોદ્દો કેપ્ટન
સેવા ક્રમાંકIC-57556
દળ૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ
યુદ્ધોકારગિલ યુદ્ધ
ઓપરેશન વિજય
પુરસ્કારો પરમવીર ચક્ર

કેપ્ટન વિક્રમ બત્રા (૯ સપ્ટેમ્બર ૧૯૭૪ – ૭ જુલાઇ ૧૯૯૯) ભારતીય થલસેનાનાં, મરણોપરાંત પરમવીર ચક્ર, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.

પ્રારંભિક જીવન અને પ્રગતિ

[ફેરફાર કરો]

વિક્રમ બત્રાનો જન્મ ૯ સપ્ટેમ્બર,૧૯૭૪ નાં રોજ હિમાચલ પ્રદેશનાં પાલમપુર નજીકનાં ઘુગ્ગર ગામમાં, જી. એલ. બત્રા અને જયકમલ બત્રાને ત્યાં થયેલો.[]

બત્રાએ ૧૯૯૬માં ભારતીય સૈન્ય અકાદમી, દહેરાદુનમાં પ્રવેશ લીધો અને તેમની, જમ્મુ અને કાશ્મીરનાં સોપોર ખાતે, ભારતીય ભૂમિસેનાની '૧૩ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ'ના લેફ્ટનન્ટનાં હોદ્દા પર નિમણુંક કરાયેલ.[] ત્યાંથી તેઓ કેપ્ટનનાં હોદ્દા સુધી પહોંચ્યા.

પરમવીર ચક્ર

[ફેરફાર કરો]
ભારતના રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન, કેપ્ટન વિક્રમ બત્રાના પિતાજીને પરમવીર ચક્ર અર્પણ કરતા

કેપ્ટન વિક્રમ બત્રાને, ભારતની આઝાદીની ૫૨ મી વર્ષગાંઠ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં,ભારતનાં સર્વોચ્ચ સૈનિક સન્માન, પરમવીર ચક્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. તેમનાં પિતા જી. એલ. બત્રાએ, પોતાના શહીદ પુત્ર વતી, આ સન્માન ભારતના રાષ્ટ્રપતિ સ્વ. કે. આર. નારાયણનનાં હસ્તે સ્વિકાર્યું હતું.[]

કેપ્ટન વિક્રમ બત્રા,૧૩ જમ્મુ કાશ્મીર રાઇફલ્સ, અને તેમની 'ડેલ્ટા કંપની'ને પોઇંટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે 'શેરશાહ'નું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ, દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી, અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમણે અને તેમના જવનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોચ્યુ કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાડ ના મુખ પાસે મશીનગન ના ગોળીબાર થી ઘેરી લીધા. {તે અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણ જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચવા આવી, દુશ્મને મશીન ગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા.} તો પણ કેપ્ટન બત્રાએ તેમના પાંચ સૈનિકોની સાથે, ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીન ગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા. તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર કરવા આગ્રહ રાખ્યો. કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું.

પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ, જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ. કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા. ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. તેમના આખરી શબ્દો, "જય માતા દી." હતા. દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ વ્યક્તિગત બહાદુરી અને આગેવાની માટે, કેપ્ટન વિક્રમ બત્રાને પરમવીર ચક્ર વડે સમ્માનિત કરવામાં આવે છે.

  • બત્રાનું યે દિલ માંગે મોર, તત્કાલીન 'પેપ્સી'ની જાહેરાતનું પ્રખ્યાત સુત્ર, એક આઇકોનિક (iconic) રણહાક બની ગયું અને દેશભરમાં ફેલાઇ અને લાખો ભારતીયોનું માનીતું સુત્ર બન્યું, જે યુદ્ધ અને સૈનિકોની સ્મૃતિમાં યોજાતા જાહેર દેશભક્તિ કાર્યક્રમોમાં, ભારતીય દેશભક્તિ અને ભવિષ્યના હુમલાઓનો શૌર્યપૂર્ણ સામનો કરવાની અદમ્ય ભાવનાનાં પ્રતિકરૂપે ગુંજી ઉઠ્યું.
  • પોઇંટ ૫૧૪૦ પર પહોંચ્યા બાદ, શત્રુ સેનાનાં એક સેનાપતિ,જેમણે તેમને રેડિયો વાર્તાલાપ દરમિયાન એમ કહીને લલકાર્યા કે, "તમે અહીં શા માટે આવ્યા 'શેરશાહ' (તેમનું ઉપનામ)? હવે તમે પાછા નહીં જઇ શકો." ત્યારે વિક્રમ બત્રાએ ઉત્તર આપ્યો કે, "આપણે એકાદ કલાકમાંજ જોશું કે ટોંચ પર કોણ રહે છે."
  • બત્રાનાં અંતિમ શબ્દો તેમની રણહાક, "જય માતા દી" હતા. (જય માતાજી)
  • "યા તો તિરંગા લહેરાકે આઉંગા, યા તિરંગામેં લીપટા હુવા આઉંગા, લેકિન આઉંગા" (કાં તો તિરંગો ફરકાવીને આવીશ (વિજેતા થઇને),કાં તો તિરંગામાં વિટળાઇને (શહિદી પામીને) આવીશ, પરંતુ આવીશ જરૂર).
  • લેફ. નવીને ઘવાયા છતાં આગળ રહી લડાઇ કરવા દેવા માટે વિનંતી કરી ત્યારે બત્રાએ તેને કવર કરી પાછળ ખસેડતાં કહ્યું, "તું બાલબચ્ચેદાર હૈ, હટજા પીછે."

ચલચિત્રમાં

[ફેરફાર કરો]

સને ૨૦૦૩નું હિન્દી ચલચિત્ર એલ.ઓ.સી. કારગિલ સમગ્ર કારગિલ યુદ્ધ પર આધારીત હતું જેમાં અભિષેક બચ્ચને કેપ્ટન બત્રાનું પાત્ર ભજવેલ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Capt Batra lived up to his code name, The Indian Express, http://archive.indianexpress.com/Storyold/109561/, retrieved ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ 
  2. Batra ૨૦૧૬, p. ૨૧.
  3. Batra ૨૦૧૬, p. ૪૪.
  4. Cardozo ૨૦૦૩, p. ૧૨૫.

પુસ્તકો

[ફેરફાર કરો]
  • Batra, GL (૨૦૧૬). Param Vir Vikram Batra: The Sher Shah of Kargil: A Father Remembers. Times Group Books. ISBN 9789384038977.CS1 maint: ref=harv (link)
  • Cardozo, Ian (૨૦૦૩). Param Vir: Our Heroes in Battle. Roli Books Private Limited. ISBN 9789351940296.CS1 maint: ref=harv (link)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]