વિષ્ણુ સહસ્રનામ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

વિષ્ણુ સહસ્રનામ (સંસ્કૃત, તત્પુરુષ સમાસ જેનો શબ્દશઃ અનુવાદ "વિષ્ણુના હજાર નામો" થાય છે) એ હિંદુત્વમાં ઇશ્વરના મુખ્ય રૂપોમાંના એક ભગવાન વિષ્ણુના 1,000 નામો (સહસ્રનામ)ની સૂચિ છે. તે હિંદુત્વમાં સૌથી વધુ પવિત્ર અને સૌથી વધુ રટણ કરવામાં આવતા સ્તોત્રોમાંનુ એક છે. વિષ્ણુ સહસ્રનામ મહાભારતમાં જોવા મળે છે તેમ વિષ્ણુના 1000 નામોની સૌથી જાણીતી આવૃત્તિ છે. પદ્મ પુરાણ અને મત્સ્ય પુરાણમાં અન્ય આવૃત્તિઓ છે. દરેક નામ તેમના અસંખ્ય ગુણોમાંના એકનો મહિમા ગાય છે.

મહાકાવ્ય મહાભારતમાં અનુશાસનપર્વ ના 149માં પ્રકરણ અનુસાર, કુરુક્ષેત્રના યુદ્ધમાં મરણ શૈયા પર પડેલા ભીષ્મે આ નામો યુધિષ્ઠિરને સોંપ્યા. યુધિષ્ઠિર ભીષ્મને નીચેના પ્રશ્નો પૂછે છે:[૧][૨]

બધા દેવોમાં પરમ દેવ કોણ? કોણ પરમ ધામ છે? તમાર મતે ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો ? કોના જપ કરવાથી જન્મ-મરણના બંધનમાંથી જીવ મુક્ત થઇ શકે?
—Verses 7:8

ભીષ્મ એમ કહીને ઉત્તર આપે છે કે વિષ્ણુ સહસ્રનામનું રટણ કરવાથી માનવજાત બધા જ દુ:ખોમાંથી મુક્ત થશે 'જે સર્વ-વ્યાપી સર્વોચ્ચ વિષ્ણુના હજાર નામો છે, જેઓ સર્વ લોકના સ્વામી, પરમ પ્રકાશ, સૃષ્ટિના સાર છે અને, બ્રાહ્મણ છે.જડ અને ચેતન બધા જ પદાર્થો તેમનાંમાં વસે છે અને તેઓ બધા પદાર્થોમાં વસે છે.

વિષ્ણુ સહસ્રનામ હસ્તલિપી , ca1690.

વિષ્ણુ સહસ્રનામ ઘણા બધા ભાષ્યોનો વિષય બન્યુ છે. આદિ શંકરાચાર્યે 8મી સદીમાં સહસ્રનામ પર એક પ્રમાણિત ભાષ્ય લખ્યું, જે સૌથી પ્રાચીન છે અને આજે પણ તેનો પ્રભાવ અનેક હિંદુત્વની શાળાઓ પર જોવા મળે છે. રામાનુજાચાર્યના એક અનુયાયી પરાશર ભટ્ટરે 12મી સદીમાં, વિષ્ણુના નામોને વિશિષ્ટઅદ્વૈત દ્રષ્ટિકોણથી વિગતવાર સમજાવતું એક ભાષ્ય લખ્યું. માધવાચાર્યે પણ વિષ્ણુ સહસ્રનામ પર એક ભાષ્ય લખ્યું, તેઓએ દર્શાવ્યું કે વિષ્ણુ સહસ્રનામના દરેક શબ્દના ઓછામાં ઓછા 100 અર્થ છે જેને તત્કાલીન પ્રજા દ્વારા પડકારવામાં આવ્યુ, શ્રી માધવાચાર્યે દરેક વિષ્ણુ સહસ્રનામના ફક્ત 100 અર્થ જ નથી આપતા, પણ દરેક અર્થને બહુસ્તરીય જટિલતા આપતું વિસ્તરણ કરે છે અને સહસ્રનામનો મૂળ અને ગહન અર્થ ધારણ કરવાના ગુણને દર્શાવે છે. હિંદુ સાહિત્યમાં શિવ, દેવી, ગણેશ અને અન્ય જાણીતા દેવોને સમર્પિત સહસ્રનામોનો સમાવેશ થાય છે પણ તેમાંના કોઇને મહાભારત, વેદો કે ઉપનિ્ષદો સાથે દૃઢ સંબંધ નથી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃતમાં, સહસ્ર એટલે "એક હજાર" અને નામ (પ્રથમ વિભક્તિ, મૂળ નામન છે) એટલે "નામ". સમાસ બહુવ્રિહી પ્રકારનો છે અને તેનો અનુવાદ "જેના હજાર નામ છે તે" તેવો થઇ શકે છે. આધુનિક હિંદી ઉચ્ચારણમાં, નામ નો ઉચ્ચાર [નાઃમ] થાય છે. તેનો ઉચ્ચાર સહસ્રનામમ પણ થાય છે.

અર્થઘટનો[ફેરફાર કરો]

ઇશ્વરના ઘણા રૂપો માટેના સહસ્ર નામો છે પ્રભુ (વિષ્ણુ, શિવ, ગણેશ, શક્તિ, અને અન્યો). વિષ્ણુ સહસ્રનામ સામાન્ય હિંદુઓમાં જાણીતા છે. અન્ય દેવોનો આદર કરવાની સાથે વૈષ્ણવો, એવુ માને છે કે શિવ અને દેવી સહિતની સૃષ્ટિ સર્વોચ્ચ દેવ વિષ્ણુનું અસ્તિત્વ છે. તે જ રીતે શૈવ ધર્મના અનુયાયીઓ શિવને મહત્વ આપે છે. રસપ્રદ વાત એ છે કે, ઇશ્વરના અન્ય રૂપોના સહસ્રનામો હોવા છતા ફક્ત સહસ્રનામ શબ્દનો જ ઉલ્લેખ થાય ત્યારે તેને કેવળ વિષ્ણુ સહસ્રનામના સંદર્ભમાં જ જોવામાં આવે છે, તે તેની વ્યાપક ખ્યાતિ અને ઉપયોગ દર્શાવે છે.[૩]

સ્મર્ત અર્થઘટનો[ફેરફાર કરો]

હકીકતે, હિંદુઓ અને શૈવધર્મીઓની સૌથી પવિત્ર પ્રાર્થનાઓમાંની એક, શ્રી રુદ્રમ, તેના પાંચમાં અનુવાકમાં વિષ્ણુને શિવના એક રૂપ તરીકે વર્ણવે છે. એ જ રીતે, વિષ્ણુ સહસ્રનામમાં શિવનો નિર્દેશ કરતા બે નામો, "શંભુ" (નામ #38), "એસાનાહ" (નામ #64), અને "રુદ્ર" (નામ #114) શિવ (આદિ શંકરના ભાષ્યમાં નામ #27 અને #600) જ છે. સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે, એક અર્થઘટન અનુસાર, આદિ શંકરે, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક જ હોવાના મતલબનુ અર્થઘટન નથી કર્યુ.[૪] ખાસ કરીને, તેઓ ભારપૂર્વક કહે છે કે ભગવાન વિષ્ણુ એ સ્વયં બ્રાહ્મણ છે (બ્રહ્મમનુ ફક્ત એક રૂપ જ નહીં)[૫]. ફરીથી તેઓ નોંધે છે કે "ફક્ત હરિ (વિષ્ણુ)નો જ મહિમા શિવ જેવા નામો દ્વારા કરવામાં આવ્યો છે"[૬], જે શ્રીવૈષ્ણવી ભાષ્યકાર પરાશર ભટ્ટરના અર્થઘટનનને સુસંગત સ્થિતિ છે. પરાશર ભટ્ટરે શિવનું અર્થ વિષ્ણુના એક ગુણ તરીકે કર્યું છે, જેમકે "કલ્યાણ કરનાર." [૭]

જોકે, શિવ નામના અર્થઘટનને સ્વામી તપસ્યાનંદે કરેલા વિષ્ણુ સહસ્રનામ પરના શંકરના ભાષ્યના અનુવાદ દ્વારા પડકારવામાં આવ્યો.[૮] તેઓ 27માં નામ, શિવને "જેના પર પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજસ, અને તમસનો પ્રભાવ નથી, એવા અર્થમાં અનુવાદ કરે છે.કૈવલ્ય ઉપનિષદ કહે છે કે તે બંને છે બ્રહ્મા અને શિવ. શિવ અને વિષ્ણુ વચ્ચે અસમાનતાના વિધાન પર પ્રકાશ પાડતા, વિષ્ણુ સ્વયં શિવની ભક્તિ અને સ્તુતિ દ્વારા ઉન્નત છે." [૮] સ્મર્તો દ્વારા અપનાવાયેલા અને સામાન્ય રીતે મનાતા અદ્વૈતન દૃષ્ટિકોણ મુજબ, શિવ અને વિષ્ણુ એક અને સમાન ઇશ્વર છે, જે ક્રમશઃ સંવર્ધન અને વિનાશના ભિન્ન રૂપો છે. ઘણા સંસ્કૃત શબ્દોના એક કરતા વધુ અર્થો હોવાથી એ શક્ય છે કે આ કિસ્સામાં વિષ્ણુ અને શિવ બંને એક સમાન નામો હોય. ઉદાહરણ તરીકે, શિવ નામનો અર્થ "કલ્યાણકારી"[૯] થાય છે જે વિષ્ણુ માટે પણ લાગુ પડી શકે. ખાસ કરીને હરિહરના દેવને બંને વૈષ્ણવો(સંદર્ભ આપો) અને શૈવો બંને વ્યક્તિત્વના સંયોજન તરીકે પૂજે છે.

વૈષ્ણવ અર્થઘટનો[ફેરફાર કરો]

જોકે, રામાનુજાચાર્યના અનુયાયી, વૈષ્ણવ ભાષ્યકાર, પરાશર ભટ્ટરે "શિવ" અને "રુદ્ર" નામોનું અર્થઘટન વિષ્ણુના ગુણો દર્શાવવા કર્યું છે, નહિં કે વિષ્ણુ અને શિવ એક અને સમાન ઇશ્વર છે તે દર્શાવવા. વૈષ્ણવો વિષ્ણુને, શંખ, ચક્ર, પુષ્પ અને ગાળા ધારણ કરેલા તેમના ચતુર્ભુજ સ્વરૂપમાં પૂજે છે, અને તેમને સર્વશ્રેષ્ઠ સ્વરૂપ ગણે છે. જોકે, સ્મર્તો, મૂર્તિમંત રૂપ કે આ રૂપ સાથે સંમત નથી, કેમકે સ્મર્તો કહે છે કે ઇશ્વર શુદ્ધ છે અને તેથી સ્વરૂપથી મુક્ત છે. ઉપરાંત, તેઓ માને છે કે ઇશ્વર કોઇ સમય, આકાર કે રંગ સુધી સીમિત નથી. વૈષ્ણવ પરંપરા એવા મતની છે કે વિષ્ણુ બંને, અમર્યાદિત અને છતા ચોક્કસ સ્વરૂપો લેવા સમર્થ છે, જે વિપરીત મત (એમ કહેવુ કે ઇશ્વર સ્વરૂપ ધરાવા અસમર્થ છે) સાથે દલીલ માટે છે, જે અમર્યાદિત અને સર્વ-શક્તિમાન સમર્થને મર્યાદિત બનાવે છે.

શ્રી વૈષ્ણવ પરંપરામાં, ભગવદ-ગીતા અને વિષ્ણુ સહસ્રનામ અધ્યાત્મિક સાક્ષાત્કારની બે આંખો ગણાય છે.

અન્ય વૈષ્ણવ પરંપરાઓમાં પણ વિષ્ણુ સહસ્રનામ એક મહત્વનો પાઠ છે. ગૌડીય વૈષ્ણવ ધર્મ, વલ્લભ સંપ્રદાય, નિમ્બાર્ક સંપ્રદાયમાં અને રામાનંદીઓમાં, કૃષ્ણ અને રામના નામનું રટણ એ વિષ્ણુના નામ કરતા શ્રેષ્ઠ છે. પદ્મ પુરાણમાં, વિષ્ણુના હજાર નામોનુ રટણ કરવાના લાભને કૃષ્ણના એક નામના રટણથી પ્રાપ્ત થાય છે તેવુ કહેતા એક અન્ય શ્લોક, અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વિષ્ણુના હજાર નામોનુ રટણ કરવાના લાભને કૃષ્ણના એક નામ સાથે રામના ત્રણ નામના રટણથી પ્રાપ્ત થાય છે તેવુ કહેતા એક શ્લોક પર તે આધારિત છે. જોકે, તે સમજવુ અગત્યનુ છે કે તે પુરાણોમાંના તે શ્લોકો શાબ્દિક અર્થઘટન કરવા માટે નથી, જે રીતે ઘણા માને છે કે વિષ્ણુ અને કૃષ્ણ વચ્ચે કોઇ ભિન્નતા નથી. બ્રહ્મવિદ્યા સંબંધી ભિન્નતા આ રીતે વ્યક્ત કરી શકાય: ઘણા વૈષ્ણવ સમુદાયો કૃષ્ણને વિષ્ણુના અવતાર માને છે, જ્યારે અન્યો, તેની બદલે, તેમને સ્વયં ભગવાન અથવા ઈશ્વરનું મૂળ સ્વરૂપ માને છે, છતા આ શ્લોકોનું એવું અર્થઘટન કરી શકાય કે ઇશ્વરના ઘણા નામોનું લાગણી વગર ફક્ત પુનરાવર્તન કરવા કરતા વધુ અગત્યનું શુદ્ધ ભક્તિ કે નિષ્ઠા હોવી છે. ખરેખર, શ્રી કૃષ્ણે સ્વયં કહ્યું, ""અર્જુન, હજાર નામોના પાઠ દ્વારા સ્તુતિ ઇચ્છનીય છે. પણ, મારા માટે, હું એક શ્લોકથી પ્રસન્ન થાઉં છું. તેમાં કોઇ શંકા નથી.” [૧૦] વૈષ્ણવ ધર્મમાં, શ્રી સંપ્રદાયો જેવા, કેટલાક સમૂહો, ઋગ વેદ: V.I.15b.3ને વફાદાર રહીને અનુસરે છે, જે કહે છે કે જેઓ પરમ સત્યનો સાક્ષાત્કાર ઇચ્છતા હોય તેઓએ ઓછામાં ઓછુ એક વાર એવી રીતે અડગ શ્રદ્ધાથી વિષ્ણુનુ નામ ઉચ્ચારવુ જોઇએ કે તે તમને આવો સાક્ષાત્કાર કરાવે.[૧૧]

ઇશ્વરની કર્મને નિયંત્રિત કરતી શક્તિનો નિર્દેશ કરતા અર્થઘટનો[ફેરફાર કરો]

વિષ્ણુ સહસ્રનામના ઘણા નામોમાં, વિષ્ણુના હજારો નામોમાં કર્મને નિયંત્રિત કરવાની શક્તિનો ઉલ્લેખ છે. ઉદાહરણ તરીકે, વિષ્ણુનું 135મું નામ, ધર્માધ્યક્ષ, શંકરના અર્થઘટનમાં તેનો અર્થ થાય છે, "જે પ્રાણીઓના ગુણ (ધર્મ) અને અવગુણ (અધર્મ)ને પ્રત્યક્ષ જોઇને, તેમની યોગ્યતા મુજબ બદલો આપે છે." [૧૨] ઇશ્વરીય પ્રકૃતિનો ઉલ્લેખ કરતા અન્ય વિષ્ણુના નામ ભવનઃ, 32મું નામ, વિધાતા, 44મુ નામ, અપ્રમત્તઃ, 325મુ નામ, સ્થાનદઃ, 387મુ નામ અને શ્રીવિભાવનઃ, 609મુ નામ.[૧૩] ભાવનઃ, શંકરના અર્થઘટન મુજબ, તેનો અર્થ "જે સર્વ જીવોને માણવા માટે કર્મોના ફળો આપે છે." [૧૪]બ્રહ્મ સૂત્ર (3.2.28) "ફલમતઃ ઉપત્તેઃ" જીવોના બધા કર્મોના ફળ આપનારા ઇશ્વરના કાર્ય વિશે કહે છે.[૧૪]

સામાન્ય વિચારો[ફેરફાર કરો]

વિષ્ણુ સહસ્રનામના અંતિમ પર્વોના સ્વામી તપસ્યાનંદના અનુવાદના ખંડમાં આ મુજબ કહેલ છેઃ "અત્યારે કે પછી જે રોજ આ નામોનું શ્રવણ કે રટણ કરશે તે વ્યક્તિનું કશુ અહિત કે અશુભ નહીં થાય." આ ટિપ્પણી નોંધપાત્ર છે. રાજગોપાલાચારીના મહાભારતના અનુવાદના અવતરણ મુજબ, એક વાર યુધિષ્ઠિરનો પૂર્વજ, સદ્‍ગુણી રાજા નહુષ દેવોનો રાજા, ઇન્દ્ર બન્યો, પણ પછી તેને અંતે અભિમાન અને ઘમંડ થઇ ગયા હોવાને લીધે મહા મુનિ અગત્સ્યે આપેલ શ્રાપને લીધે સ્વર્ગ કે વૈકુંઠમાંથી નિષ્કાસિત થયો અને હજારો વર્ષો સુધી અજગર બની રહ્યો.[૧૫]આમ, વિષ્ણુ સહસ્રનામનુ રટણ જીવન અને ત્યાર પછી સફળતા આપે છે.

એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ભગવદ્‍ ગીતાના શ્લોક 7.24નું ગૌડીય વૈષ્ણવ અર્થઘટન કરે છે, જ્યાં તેઓ કૃષ્ણ અવતારને અવતરિત કરતા કહે છે, "અબુધ માનવ જે મને સંપૂર્ણ રીતે જાણતો નથી, તે વિચારે છે કે મારુ પહેલા અસ્તિત્વ નહોતુ અને હવે જ મેં આ વ્યક્તિત્વ ધારણ કર્યુ છે." તેઓના ઓછા જ્ઞાનને લીધે, તેઓ મારી ઉચ્ચ પ્રકૃતિને જાણતા નથી, જે સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે."[૧૬] પ્રભુપાદે એમ પણ કહ્યુ છે કે “હું એવુ દર્શાવવા માંગુ છું કે હિંદુ ધર્મ સંપૂર્ણપણે ઇશ્વર કે વિષ્ણુની વ્યક્તિગત કલ્પના પર આધારિત છે."[૧૭]

સ્વામી ચિદ્‍ભાવાનંદના ભગવદ્‍ ગીતાના અનુવાદમાં, તેઓ તે જ શ્લોકથી વિરુદ્ધ અર્થઘટન આપે છે,7:24, "હીન બુદ્ધિ ધરાવનાર માનવ મને અકલ્પ્યને, કલ્પ્ય તરીકે કલ્પે છે, મારા સર્વોપરિ સ્વરૂપને જાણતો નથી જે અવિકારી અને સર્વોચ્ચ છે. સ્વામી ચિદ્‍ભાવાનંદ અદ્વૈત વિચારો રજૂ કરતા, ઇશ્વરને સ્વરૂપ વગરના હોવાને વધુ મહત્વ આપે છે જ્યારે શ્રીલ પ્રભુપાદ, ચૈતન્ય મહાપ્રભુના વિચારોને અનુસરતા, ઇશ્વરના સ્વરૂપને વધુ મહત્તા આપે છે. રામકૃષ્ણ ઇશ્વરના સ્વરૂપ કે સ્વરૂપ ન હોવા અંગે બરફ અને પાણીનુ ઉદાહરણ આપે છે, જે બંને એક જ છે પરંતુ ભિન્ન સ્થિતિમાં છે.[૧૮]

ઉચ્ચાર[ફેરફાર કરો]

સંકલિત પ્રાસ્તાવિક પ્રાર્થનામાં (પણ તેની પછી આવતા સહસ્રનામ માં નહિ) અનૌપચારિક ઉચ્ચારોનો ઉપયોગ થયો છે,કારણકે ઉચ્ચારોની સાચી પ્રસ્તુતિ માટે વિભેદક ચિહ્નોના અતિશય ઉપયોગની આવશ્યકતા હોય છે. એક ઉદાહરણઃ સંસ્કૃત/હિંદીમાં સ ને દર્શાવતા ત્રણ અક્ષરો છે, જે અહીં 'સ', 'શ' અને 'ષ' દ્વારા દર્શાવેલ છે, જે રીતે સંસ્કૃત શબ્દ ષટકોણ (="હેક્ઝાગોન"), વિષ્ણુ, કૃષ્ણ અને અન્યમાં રેટ્રોફ્લેક્સ ઉચ્ચારણ છે અને તેના માટે અંગ્રેજીમાં સમતુલ્ય નથી. જ્યારે જીભને થોડી પાછળ તરફ તાળવામાં વાળવામાં આવે તે સાથે ઉચ્ચાર કરવા મુક્ત કરવામાં ત્યારે તેને રેટ્રોફ્લેક્સ ઉચ્ચારણો કહે છે. તેમજ, વિષ્ણુ અને કૃષ્ણ માં 'ણ' રેટ્રોફ્લેક્સ છે. સંસ્કૃત મૂળાક્ષરોના અંગ્રેજીમાં ઔપચારિક લિવ્યંતર માટે, 'ṣ' અક્ષર પર બિંદુને વ્યવસ્થા કરવામાં આવી છે. સંસ્કૃત ભાષા#વ્યંજનો, પર વધુ માહિતી આઈએએસટી (IAST) પર ઉપલબ્ધ છે.

કોઈ પણ પ્રાર્થનાકે મંત્રના પાઠ વખતે ભક્તિને સૌથી અગત્યની ગણી હોવા છતાં (જો તેનો ઉપયોગ તાંત્રિક ઉદ્દેશ્ય માટે ન કરવામાં આવ્યો હોય તો કે જેમાં ધ્વનિના સંવેદનો મુખ્ય ભૂમિકા ભજવે છે), કંઠય અને માનસિક જપ બંને કિસ્સામાં, યોગ્ય ઉચ્ચારોથી પાઠ દ્વારા મળતા સંતોષમાં વધારો થતો હોઅવાનું મનાય છે.

પાઠના લાભો[ફેરફાર કરો]

સહસ્રનામના પાઠના શ્રદ્ધાળુઓ એવો દાવો કરે છે કે તે કાયમી માનસિક શાંતિ લાવે છે અને તનાવમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે અને શાશ્વત જ્ઞાન આપે છે. વિષ્ણુ સહસ્રનામના અંતિમ શ્લોકોના (ફલશ્રુતિ) અનુવાદ આ મુજબ કહે છે: "અત્યારે કે પછી જે રોજ આ નામોનું શ્રવણ કે રટણ કરશે તે વ્યક્તિનું કશુ અહિત કે અશુભ નહીં થાય." જે કોઈ સમર્પિત માનવ, સવારે વહેલો ઊઠીને પોતાને શુદ્ધ કરે છે,આ મનમાં વાસુદેવના ધ્યાન સાથે તેમના સમર્પિત આ સ્તોત્રનું રટણ કરે છે, તે માનવ ખૂબ કિર્તી મેળવે છે, તેની સાથેના લોકોમાં નેતૃત્વ મેળવે છે, સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ સમૃદ્ધિ મેળવે છે. તે બધા ભયોથી મુક્ત બનશે અને ખૂબ હિંમત અને બળ પ્રાપ્ત કરશે અને તે બધા રોગોથી મુક્ત થશે. રૂપની સુંદરતા, દેહની શક્તિ, અને સદગુણી ચારિત્ર્ય તેની પ્રકૃતિ હશે. જે આ સ્તોત્રનો ભક્તિ અને ધ્યાનથી રોજ પાઠ કરે તેને માનસિક શાંતિ, ધૈર્ય, સમૃદ્ધિ માનસિક સ્થિરતા, સ્મૃતિ અને ખ્યાતિ મળશે જેઓ પણ લાભ અને સુખ ઈચ્છતા હોય તેમણે વ્યાસ દ્વારા રચિત આ ભક્તિમય સ્તોત્રનું રટણ કરવું જોઈએ. કમળ જેવા નયનવાળા (કમળ નયન), જે સર્વ લોકના સ્વામી છે, જે અજન્મ છે, અને જેમાંથી લોકો ઉત્પન્ન થયા છે અને જેમાં તે વિલીન થાય છે તેની આદરથી ભક્તિ કરનાર વ્યક્તિ ક્યારેય હારતો નથી.

રૂઢિગત હિંદુ પરંપરામાં, ભક્તે રોજ ઉપનિષદો, ગીતા, રુદ્રમ, પુરુષ સૂક્ત અને વિષ્ણુ સહસ્રનામનું રટણ કરવું જોઈએ. જો કોઈ દિવસે આ બધું ન થઇ શકે, તો એમ મનાય છે કે ફક્ત વિષ્ણુ સહસ્રનામ પર્યાપ્ત છે. વિષ્ણુ સહસ્રનામનું રટણ કોઈ પણ સમયે, જાતિને ધ્યાનમાં લીધા વિના થઇ શકે છે.

વારાહી તંત્ર કહે છે કે કલિયુગમાં અધિકાંશ સ્તોત્રો પરશુરામ દ્વારા શ્રાપિત થયેલ હોઈ પ્રભાવહીન છે. જે શ્રાપથી મુક્ત છે અને તેથી કલિયુગ માટે યોગ્ય છે તેની સૂચિમાં, કહેવાયું છે કે, "ભીષ્મ પર્વની ગીતા, મહાભારતનું વિષ્ણુ સહસ્રનામ અને ચંડિકા સપ્તશતિ'(દેવી મહાત્મ્યમ) કલિયુગમાં બધા દોષોથી મુક્ત છે અને તાત્કાલિક ફળ આપે છે. [૧૯]

શાસ્ત્રીય ખગોળીય પાઠ, બૃહત પરાશર હોરાશાસ્ત્રમાં, મુનિ પરાશર વારંવાર વિષ્ણુ સહસ્રનામના રટણને ગ્રહો દ્વારા મળતા દુઃખોના ઉપચારના સ્રોતના શ્રેષ્ઠ માપદંડ તરીકે સૂચવે છે.[૨૦] ઉદાહરણ તરીકે, આ શ્લોક જુઓ: "લાંબા આયુષ્ય અને અન્ય અશુભ પ્રભાવોમાંથી મુક્ત થવા માટે ,વિષ્ણુ સહસ્રનામનું રટણ સૌથી પ્રભાવશાળી અને લાભદાયક ઉપચારનો માપદંડ છે." પ્રકરણ 56 શ્લોક 30 [૨૦]

ઋષિ પરાશર આ અભ્યાસને દસથી વધુ વાર કરવાનું તેમના ગ્રંથમાં સૂચવે છે. એક અન્ય શ્લોક છે:

"ઉપરના અશુભ પ્રભાવોમાંથી મુક્ત થવા માટે, વિષ્ણુ સહસ્રનામનું રટણ સૌથી પ્રભાવશાળી અને લાભદાયક ઉપચારનો માપદંડ છે." પ્રકરણ 59 શ્લોક 77 [૨૦]

વિષ્ણુની ભક્ર્તિમય પ્રાર્થના સાથે વિષ્ણુ સહસ્રનામ નો આરંભ કરવો પ્રચલિત છે.

શ્લોકો[ફેરફાર કરો]

ઉચ્ચારણ અને સંખ્યા[ફેરફાર કરો]

એક વૈકલ્પિક અભિગમ પ્રારંભિક પ્રાર્થના બોલી, અને બાદમાં પંક્તિઓમાં આવેલા નામો બોલવાનો છે (જે રીતે ભીષ્મે મૂલતઃ બોલ્યા હતા.) આવી પંક્તિઓને સંસ્કૃતમાં શ્લોકો કહે છે. સહસ્રનામ (શરૂઆત અને અંતની પ્રાર્થના સિવાય) 108 શ્લોકો ધરાવે છે.

ઉદાહરણ તરીકે, પ્રથમ શ્લોક છે:

ઓમ વિશ્વં વિષ્ણુવશાટ્કારો ભૂતભવ્યભાવત્પ્રભુઃ
ભૂતક્રીડ ભૂતભ્રીદ્ભાવો ભૂતાત્મા ભૂતભવનઃ

વિવિધ શબ્દોની સંખ્યા અને તેમની વચ્ચેની મધ્યવર્તી જગ્યાના લોપને નોંધો. ઉદાહરણ તરીકે, આ શ્લોકની પ્રથમ પંક્તિનો અંતિમ શબ્દ:

ભૂતભવ્યભાવત્પ્રભુઃ

આની સાથે મળતુ આવે છે:

ઓમ ભૂત ભવ્ય ભાવત પ્રભાવે નમઃ

વિસ્તૃત આવૃત્તિના.

શબ્દોને સાથે જોડવા એ સંસ્કૃતનુ સામાન્ય લક્ષણ છે અને તેને સમાસ કહે છે. જે શ્લોકોને નાના અને યાદ રાખવા સરળ બનાવે છે, જે પ્રાચીન ભારતમાં જરૂરી હતુ કેમકે ગ્રંથો ભાગ્યે જ લખાતા અને બ્રાહ્મણો, અથવા પંડિત વર્ગ તેને કંઠસ્થ કરતા. યાદ રાખેલુ જ્ઞાન મૌખિક શબ્દો દ્વારા ગુરુ શિષ્યને આપતા[જેને હિંદીમા શૃતિ જ્ઞાન કહે છે].

સહસ્ર નામો[ફેરફાર કરો]

 • 1. વિશ્વમ્ ( विश्वं )
 • 2. વિષ્ણુ ( विष्णुः )
 • 3. વશટ્કાર ( वषट्कारः )
 • 4. ભૂત ભવ્ય ભવત્પ્રભુ ( भूतभव्य भवत्प्रभुः )
 • 5. ભૂતકૃત ( भूतक्रुत )
 • 6. ભૂતભૃત ( भूतभ्रुत )
 • 7. ભાવ ( भावः )
 • 8. ભુતાત્મા ( भूतात्मा )
 • 9. ભુતભાવનહ ( भूतभावनः )
 • 10.પૂતાત્મા ( पूतात्मा )
 • 11.પરમાત્મા (परमात्मा )
 • [12] ^ ...મુક્તાનામ પરમ ગતિહ ( मुक्तानां परम गतिः )
 • 13.અવ્યય
 • 14.પુરુષ ( पुरुष )

કેટલાક અન્ય નામો[ફેરફાર કરો]

નામો સામાન્ય રીતે અનંતકલ્યાણગુણ (અર્થઃ અનંત કલ્યાણ્કારી ગુણ)માથી મળ્યા છે. કેટલાક નામો આ મુજબ છે:

 • અચિંત્ય (અકળ, સમજણથી બહાર)
 • અચ્યુત (નિશ્ચિત)
 • અનંત (જેનો અંત નથી તે, સનાતન, અસીમ)
 • દામોદર (પેટ(ઉદર)ની આસપાસ દોરડું(દામ) ધરાવનારઃ કૃષ્ણનું એક નામ)
 • ગોવિંદ (ગાયો અને બ્રાહ્મણોનો રક્ષક; ચેતનાઓનો સ્વામી: કૃષ્ણનું એક નામ)
 • હરિ (જે હરી લે છે જો મનુષ્ય કે અવગુણો કો હર લેતા હૈ)
 • હયગ્રીવ (જ્ઞાનના દાતા)
 • જગન્નાથ (વિશ્વ/સૃષ્ટિના માલિક/શાસક)
 • જનાર્દન (જે સમૃદ્ધિ માટે લોકો દ્વારા પૂજાય છે.)
 • કેશવ (કેશીનો વધ કરનાર, લાંબા કે સુંદર કેશ(વાળ) ધરાવનાર,અથર્વવેદ viii , 6 , 23 માંથી)
 • કૃષ્ણ (ત્રીજા યુગ કે યુગારંભ દરમ્યાન જન્મ્યા, તેમણે ગાયોની રક્ષાથી લઇને પૃથ્વીને ઘણા પાપોમાંથી મુક્ત કરવા સુધીના કાર્યો કર્યા)
 • માધવ (વસંત ઋતુને લગતુ, મા=લક્ષ્મી,ધવ=ધારણ કરને વાલે અર્થાત માધવ)
 • મધુસુદન (મધુ) નામના રાક્ષસનો વધ કરનાર
 • નારાયણ (જેનો અર્થ "જેમાં નાર (=આકાશ) વસે છે તે", તેથી સમગ્ર સૃષ્ટિના આશ્રય. "સર્વશ્રેષ્ઠ માનવ જે બધા મનુષ્યોનો આધાર છે" એવો અર્થ પણ થાય છે. અન્ય અર્થ "જે નીર(પાણી)માં શયન કરે છે (એટલેકે વિશ્રામ કરે છે) એવો છે.)
 • પદ્મનાભ (કમળ જેવી નાભિવાળા, જેની નાભિમાંથી સૃષ્ટિની રચના કરનાર બ્રહ્મા જેમાં હતા એ કમળ પ્રગટ થયું.)
 • પુરુષોત્તમ - સર્વશ્રેષ્ઠ સનાતન અસ્તિત્વ
 • રામ (ત્રીજા યુગ કે યુગારંભ દરમ્યાન જન્મ્યા, તેમના કાર્યોએ મુખ્યત્વે આદર્શ જીવનધોરણો સ્થાપ્યા.)
 • હ્રિષિકેશ (ચેતનાઓના સ્વામી અથવા હ્રદયમાં રહેલ ભગવાન; "હ્રિ" મૂળ અર્થ ~ હ્રદય)
 • રોહિત(વિષ્ણુનુ અન્ય નામ)
 • સત્યનારાયણ (સત્ય અને નારાયણનું સંયોજન જેનો અર્થ સત્યના રક્ષક છે.
 • શ્રીવત્સ
 • શિખંડી: જે મોરનું પીંછુ પહેરે છે.
 • સૌર્યરાયણ (જે આપણી અનુકૂળતા માટે દુષ્ટતા/પાપોનો નાશ કરે છે) વિષ્ણુ કૌતુવમમાં વર્ણિત.
 • શ્રીધર (શ્રી= લક્ષ્મીના પતિ અથવા શ્રેષ્ઠ સંપત્તિ)
 • સિદ્ધાર્થ (જે સંપૂર્ણતાને પ્રાપ્ત કરે છે, કલિયુગના અંતિમ તબક્કામાં બુદ્ધ અવતારનું જન્મ સમયનુ નામ)
 • શ્રીમન (શ્રી કે લક્ષ્મીનુ ગૌરવ); મોટા ભાગે મિશ્ર શબ્દ, શ્રીમન નારાયણ બનાવવા શ્રીમનને નારાયણ નામ સાથે જોડાય છે.
 • શ્રીનિવાસ (શ્રી)નો નિવાસ (તેમના તિરુપતિના મંદિરના રૂપ માટે પણ કહેવાય છે). તિરુપતિમાં વિષ્ણુનું રૂપ વેંકટેશ્વર તરીકે સુવિખ્યાત છે.
 • ત્રિવિક્રમ (ત્રણ લોકના શાસક, વામન અવતારમાં).
 • વિશાલ (પ્રચંડ, ~ જેને રોકી ન શકાય).
 • વામન (ઠીંગણું, ઊંચાઇમાં નાનુ કે ટૂંકુ, એક વામન બ્રાહ્મણ)
 • વાસુદેવ ( "સર્વ-વ્યાપી ઇશ્વર", લાંબા સ્વર અ (કાના); સાથે તેનો અર્થ "વસુદેવના પુત્ર", એટલેકે કૃષ્ણ થાય છે)
 • શ્રીશ (દેવી લક્ષ્મીના પતિ).
 • ગુરુવાયુરના ગુરુવાયુરપ્પન ભગવાન (ગુરુ (બૃહસ્પતિ) અને વાયુ દેવે બનાવેલ મંદિર)
 • જાગનાથ વિષ્ણુનું દક્ષિણ-પૂર્વીય નામ છે.જગર્નોટ શબ્દ (સૌથી પ્રભાવશાળી) તેમના નામ પરથી આવ્યો છે.
 • સોહમ અર્થાત સૌથી બુદ્ધિશાળી, તે વિષ્ણુનું એક હજાર મસ્તિષ્કો અને બાહુઓવાળું સૌથી બળવાન રૂપ છે.
 • જયન અર્થાત બધા શત્રુઓ પર વિજયી કે વિજેતા

પાઠની પરંપરા[ફેરફાર કરો]

પ્રાચીન કાળથી, હાલ 19મી સદી સુધી, ઘણા શિક્ષિત પરિવારો સહસ્રનામનો પાઠ કરતા, અથવા તેમણે પસંદ કરેલા દેવની પ્રાર્થના માટે એવા જ સમૂહના શ્લોકો નો પાઠ કરતા. (જેનો પાઠ કરવામાં આવે છે તેવા શ્લોકોના આવા સમૂહને સામાન્ય રીતે સ્તોત્ર કહે છે (બંને 'ત'નું ઉચ્ચારણ કોમળ છે.))

વધતા પશ્ચિમીકરણ સાથે સામાન્ય રીતે સહસ્રનામ ની પ્રથાના અમલની સામાન્યતા ઘટતી જાય છે, અને વધુ યંત્રવત અને સંવેદનાહીન બનતા જતા હોવાની આલોચના થઇ છે. છતા ઘણી મોટી સંખ્યામાં હિંદુ ઘરોમાં હજી પણ રોજ પ્રાર્થના/અર્ચનાની સભા (જેને પૂજા કહે છે) થાય છે. પ્રાચીન વૈદિક સમયમાં, તેને સંધ્યા પણ કહેવામાં આવતું.

અન્ય દેવોનો સમાવેશ[ફેરફાર કરો]

સહસ્રનામ વિષે અન્ય નોંધપાત્ર બાબત એ છે કે તેમાં અન્ય હિંદુ દેવતાઓ જેવા કે શિવ, બ્રહ્મા, વગેરેનો સમાવેશ થાય છે. વૈષ્ણવ ધાર્મિક માન્યતાનાં અનુયાયીઓ અનુસાર, કુલ મળીને, વિષ્ણુ ના તેઓના વિશ્વરૂપનું એક ઉદાહરણ છે,અને તેઓમાંથી પ્રગટ થયેલા અન્ય દેવોનો આધાર છે. આ વૈશ્વિક રૂપમાં, વિષ્ણુને મહાવિષ્ણુ (મહાન વિષ્ણુ) પણ કહે છે. એક અદ્વૈતન અર્થઘટન મુજબ, આ સંકેત આશ્ચર્યજનક નથી કેમકે અદ્વૈત વિચારસરણી અનુસાર, ખાસ કરીને સ્મર્તો માને છે કે વિષ્ણુ અને શિવ એક જ છે અને તેથી એક જ સર્વોચ્ચ અસ્તિત્વના બે જુદા રૂપો છે.

વિષ્ણુ સહસ્રનામ વિશે અવતરણો[ફેરફાર કરો]

 • સ્ટીવન નેપની વેબસાઈટ પર, એક વૈષ્ણવ વિદ્વાન, શ્રી એન. ક્રિષ્નમાચારી વૈષ્ણવ વિદ્વાનોને ઉદ્દેશીને, કહે છે કે વિષ્ણુ સહસ્રનામની મહાનતાના છ કારણો છે.
"1. વિષ્ણુ સહસ્રનામ મહાભારતનો સાર છે;
2. નારદ, અલ્વારો જેવા મહાન ૠષિઓ અને સંત ત્યાગરાજ જેવા સર્જકોએ વારંવાર તેમના ભક્તિ કાર્યોમાં "વિષ્ણુના હજાર નામોનો" સંદર્ભ લીધો છે;
3. વિષ્ણુના હજાર નામોને મહાભારતના ભાગ તરીકે ગૂંથી લેનાર અને વિશ્વ માટે સાચવનાર વ્યક્તિ અન્ય કોઇ નહીં પરંતુ વેદોના શ્રેષ્ઠ જ્ઞાતા મુનિ વેદ વ્યાસ હતા; કે જે વિષ્ણુનો અવતાર ગણાય છે.
4. ભીષ્મ વિષ્ણુ સહસ્રનામના રટણને બધા ધર્મોમાં શ્રેષ્ઠ અને સૌથી સરળ; અથવા બધા બંધનોમાંથી મુક્તિ મેળવવાનું માધ્યમ માને છે.
5. તે વ્યાપક રીતે સ્વીકૃત છે કે આ સ્તોત્રમ બધા દુખોમાથી મુક્તિ આપે છે અને સુખ અને મનની શાંતિ તરફ લઇ જાય છે;
6. વિષ્ણુ સહસ્રનામ ગીતાના બોધને અનુસરે છે." [૨૧]
 • અદ્વૈત સંપન્ન આદિ શંકરાચાર્ય, તેમના સ્તોત્ર, ભજ ગોવિંદમ[૨૨]ના શ્લોક 27માં કહે છે કે, ગીતા અને વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો જોઈએ અને લક્ષ્મીના દૈવી સ્વરૂપ, વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સહસ્રનામ જે તેનો પાઠ કરે તેને બધા ઉમદા સદગુણો પ્રદાન કરે છે.[૨૩]
 • રામાનુજાચાર્યના એક અનુયાયી, પરાશર ભટ્ટરે કહ્યુ છે કે વિષ્ણુ સહસ્રનામ લોકોને બધા દુખોમાથી મુક્ત કરે છે અને તેની તુલના કોઇ સાથે ન થઇ શકે[૨૩]
 • દ્વૈત દાર્શનિક માધવાચાર્યે, કહ્યું કે સહસ્રનામ મહાભારતનો સાર હતા જે વળી શાસ્ત્રોનો સાર હતુ અને સહસ્રનામના તે દરેક શબ્દના 100 અર્થ છે.[૨૩]
 • હિંદુ સ્વામીનારાયણ સિદ્ધાંતના સ્થાપક, સ્વામીનારાયણે, તેમના ગ્રંથ શિક્ષાપત્રીના શ્લોક 118માં, વ્યક્તિએ "10મા પર્વ (ભાગવત પુરાણના)નો પાઠ કરવો અથવા તે રાખવું જોઇએ અને વિષ્ણુ સહસ્રનામ જેવાં અન્ય પવિત્ર ગ્રંથોનો એક પવિત્ર સ્થાને ક્ષમતા મુજબ પાઠ કરવો જોઇએ. પાઠ જે પણ ઇચ્છા હોય તે મુજબનુ ફળ આપે છે." [૨૪]
 • શ્લોક 93-96મા સ્વામીનારાયણ એમ પણ કહે છે કે " મને આ આઠ પવિત્ર ગ્રંથો પ્રત્યે સૌથી વધુ સ્નેહ છેઃ ચાર વેદો, વ્યાસ-સૂત્ર, (એટલે કે બ્રહ્મ સૂત્રો, શ્રીમદ ભાગવત પુરાણ, મહાભારતમાં શ્રી વિષ્ણુ સહસ્રનામ, અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કે જે ધર્મ ગ્રંથોનું કેન્દ્ર છે; અને મારા બધા શિષ્યો જેઓ સમૃદ્ધ થવા માંગતા હોય તેમણે આ 8 પવિત્ર ગ્રંથોનુ શ્રવણ કરવું જોઇએ , અને મારી નિશ્રામાં રહેલ બ્રાહ્મણોએ આ પવિત્ર ગ્રંથોને શીખવા અને શીખડાવવા જોઇ અને અન્યો માટે પાઠ કરવા જોઇએ.
 • સ્વામી શિવાનંદે તેમના 20 અગત્યના અધ્યાત્મિક નિર્દેશોમાં, કહ્યું કે અન્ય ધાર્મિક પાઠો સાથે વિષ્ણુ સહસ્રનામનું ,વ્યવસ્થિત રીતે અધ્યયન કરવું જોઈએ.[૨૫]

”આ રીતે આપણે દરેક ગ્રંથને શ્રેષ્ઠ વ્યક્તિ તરફના ધ્યેયને જોઈ શકીએ. ઋગ વેદમાં (1.22.20) દેવતુલ્ય વ્યક્તિઓ હમેશા વિષ્ણુનાં પરમ ધામને લક્ષ્યમાં રાખે છે"). તેથી, સમગ્ર વેદિક પ્રક્રિયા, ભગવાન વિષ્ણુને સમજવાની છે, અને કોઇ પણ ગ્રંથ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિષ્ણુનો મહિમા ગાય છે.”[૨૬]

 • ભગવાન શિવે તેમના પત્ની પાર્વતીને સંબોધીને કહ્યું:
શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે; સહસ્ર નામ તત તુલ્યમ રામ નામ વરાનને
"હે વારાનના (સુંદર મુખવાળી સ્ત્રી), હું રામ,રામ,રામ અને તેમ અવિરત આ સુંદર ધ્વનિને માણું છું. રામચંદ્રનુ આ પાવન નામ ભગવાન વિષ્ણુના એક હજાર પવિત્ર નામોને સમાન છે." (બૃહદ-વિષ્ણુ-સહસ્રનામ-સ્તોત્ર, ઉત્તર-ખંડ, પદ્મ પુરાણ 72.335)
 • બ્રહ્માંડ પુરાણમાં કહ્યુ છે કેઃ
સહસ્ર-નામનમ પુણ્યાનામ, ત્રિર-આવર્ત્ત્યા તુ યત ફલમ; એકવર્ત્ત્યા તુ કૃષ્ણસ્ય, નમૈકમ તત પરાયાચ્છતિ
"વિષ્ણુના પવિત્ર હજાર નામો (વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રમ)ના ત્રણ વાર રટણથી પ્રાપ્ત ધાર્મિક પરિણામો (પૂણ્ય) કૃષ્ણના પવિત્ર નામનુ માત્ર એક વાર ઉચ્ચારણ કરવાથી પ્રાપ્ત થઇ શકે છે.
 • શ્રી કૃષ્ણે સ્વયં કહ્યું, "અર્જુન, મનુષ્ય સહસ્રનામના પાઠથી (મને) પ્રસન્ન કરવા અભિલાષી હોઇ શકે છે. પરંતુ, મારા તરફથી, હું એક શ્લોકથી પ્રસન્નતા અનુભવુ છુ. તેમા કોઇ શંકા નથી.”[૧૦]
 • હિંદુ ધર્મના પ્રાચીનતમ ગ્રંથમાથી, ઋગ વેદ; V.I.15b.3, તેમાં કહ્યુ છે કે:

જેઓ પરમ સત્યના સક્ષાત્કાર ઇચ્છતા હોય તેઓએ ઓછામાં ઓછુ એક વાર એવી રીતે અડગ શ્રદ્ધાથી "વિષ્ણુ"નુ નામ ઉચ્ચારવુ જોઇએ કે તે તમને આવો સાક્ષાત્કાર કરાવે.

વિષ્ણુ સહસ્રનામના રટણ (પાઠ)ના લાભો[ફેરફાર કરો]

આ પંક્તિઓ મહાભારતમાંથી છે અને અવતરિત ખંડો પાઠમાંથી છે. શ્રદ્ધાંઉઓ માને છે કે સ્તોત્રના નિયમિત પાઠથી લાભની પ્રાપ્તિ થાય છે.

અશુભને દૂર રાખવા, યુદ્ધમાં સફળ થવા, અને સમૃદ્ધિ મેળવવા, આનંદ, સુખ, અને સંતાન પ્રાપ્તિ માટે

ભીષ્મે કહ્યું કે, "જો હું કોઈ આશા વિના રટણ કરુ છતાં પણ મહાન આત્મા કેશવનાં શ્રેષ્ઠ હજાર નામો કે જેનો મહિમા સદા ગાવો જોઈએ. જે માનવ આ નામોને રોજ સાંભળે છે કે તેનો રોજ પાઠ કરે છે, તેનું અત્યારે કે પછી ક્યારેય અશુભ થતુ નથી. જો કોઇ બ્રાહ્મણ આવુ કરે તો તે વેદાંતનો જ્ઞાતા બને છે; જો કોઇ ક્ષત્રિય આ કરે તો, તે યુદ્ધમાં હંમેશા સફળ બને છે. વૈશ્ય, આમ કરીને સમૃદ્ધિ મેળવે છે, જ્યારે શૂદ્ર ખૂબ જ સુખ પામે છે."
જો કોઈ સદ્‍ગુણોની યોગ્યતા પ્રાપ્ત કરવા ઇચ્છુક બને, તો તે પ્રાપ્ત કરવામાં સફળ થાય છે (આ નામોના શ્રવણ કે પાઠ દ્વારા). જો કોઈ સમૃદ્ધિ ઇચ્છતું હોય, તો તે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા સફળ થાય છે (આ મુજબ કરવાથી). ઈન્દ્રિયોનું સુખ ઇચ્છનારને બધા પ્રકારના આનંદ માણવામાં સફળ થાય છે, સંતાન ઇચ્છનાર વ્યક્તિને સંતાનની પ્રાપ્તિ થાય છે (આ પાઠ નિયમિત કરવાથી)."

ખ્યાતિ, સમૃદ્ધિ, વીરતા, ઊર્જા, શક્તિ, સુંદરતા, ભય દૂર કરવો, આપત્તિથી દૂર રહેવું, અને રોગોનો ઉપચાર થવોઃ

"ભક્તિ અને નિષ્ઠાવાળા અને જેનું ચિત્ત સંપૂર્ણપણે તેઓ તરફ વળેલ હોય, અને વાસુદેવના આ હજાર નામો રોજ જાપ્તો હોય તે પોતાને શુદ્ધ કર્યા બાદ, ખૂબ યશ, પરિવારજનોમાં ઉચ્ચ સ્થાન, ચીરકાલીન સમૃદ્ધિ મેળવવામાં સફળ થાય છે અને છેલ્લે સૌથી મોટો લાભ એટલે કે (મુક્તિ મોક્ષ )આવી વ્યક્તિને કદી ભય લાગતો નથી, અને ખૂબ વીરતા અને ઊર્જા પ્રાપ્ત કરે છે. રોગો તેને કનડતા નથી, અદભુત ચારિત્ર્ય, બળ, સુંદરતા અને પૂર્ણતા તેના બને છે. રોગી સાજો થાય છે, વ્યથિત વ્યથાઓમાંથી મુક્ત બને છે,ડરપોક ડરમાંથી મુક્ત બને છે, અને વિપત્તિઓમાં ફસાયેલ વિપત્તિઓથી મુક્ત બને છે. "
સર્વોચ્ચ અસ્તિત્વના હજાર નામોના રટણથી ભક્તિભાવે તેની સ્તુતિ ગાનાર મનુષ્ય ઝડપથી પોતાની બધી સમસ્યાઓને પાર કરે છે. જે મરણાધીન (માનવ) વાસુદેવની શરણે આવે છે અને તેના ભક્ત બને છે, તે બધા પાપોમાંથી ,મુક્ત બને છે અને શાશ્વત બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જે વાસુદેવની ભક્તિ કરે છે તેને કદી અનિષ્ટનો સામનો કરવો પડતો નથી. તેઓ જન્મ, મૃત્યુ, જીર્ણાવસ્થા અને રોગના ભયમાંથી મુક્ત બને છે. "

સદગુણ અને બદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ, અને દુષ્ટતાના પાપોથી દૂર થયા બાદ:

ભક્તિ અને આસ્થા ધરાવતો માનવ આ સ્તોત્રનું ગાન કરીને (જેમાં વાસુદેવના હજાર નામોનો સમાવેશ થાય છે) આત્માના પરમ સુખ, ક્ષમાવાન સ્વભાવ, બુદ્ધિ, સ્મૃતિ, અને યશ પ્રાપ્ત કરે છે. બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠની ભક્તિ કરનાર સદગુણી મનુષ્યમાં ક્રોધ, ઈર્ષા, કામ, દુષ્ટ વિચાર કદાપિ ઉત્પન્ન થતા નથી. સૂર્ય સાથેનો તારો, ચંદ્ર અને તારા, આકાશ, અવકાશના છેડા અને મહાસાગરો, બધાને ઉચ્ચ-આત્મન વાસુદેવ ધારણ કરે છે અને રક્ષા કરે છે. દેવો, અસુરો, અને ગંધર્વો, યક્ષો અને રાક્ષસો, સહિતની સમગ્ર જડ અને ચેતન સૃષ્ટિ કૃષ્ણના આધિપત્ય હેઠળ છે."

આત્માના ઉદ્‍ગમ, સદગુણી આચરણના સ્રોત, અને બધા જ્ઞાનના આધાર અને અસ્તિત્વ વિશે:

એમ કહેવાય છે કે ઇન્દ્રિયો, મન, સમજ, જીવન, ઊર્જા અને સ્મૃતિ પાસે તેમના આત્મા માટે વાસુદેવ છે. વાસ્તવમાં, આ દેહને ક્ષેત્ર કહે છે, અને તેની અંદર બુદ્ધિમાન આત્મા છે, જેને ક્ષેત્રનો જ્ઞાતા કહે છે, તેમના આત્મા માટે વાસુદેવ છે. વર્તન (જેમા આચરણોનો સમાવેશ થાય છે) ગ્રંથોમાં બધા વર્ણવેલ વિષયોમાં સૌથી મુખ્ય છે. સદ્‍ગુણ તેના વર્તનનો આધાર છે. સદા તેજસ્વી વાસુદેવ સદગુણોના માલિક છે.. ખરેખર, ઋષિઓ, પિતૃઓ, દેવો, મહાન (મૂળભૂત) તત્વો, ધાતુઓ, સમગ્ર જડ અને ચેતન સૃષ્ટિ, નારાયણમાંથી પ્રગટ થયેલી છે. યોગ, સાંખ્ય તત્વજ્ઞાન, જ્ઞાન, બધી યાંત્રિક કલાઓ, વેદો, વિવિધ ગ્રંથો, અને સર્વ વિદ્યા જનાર્દનમાંથી પ્રગટ થયા છે. વિષ્ણુ એક મહાન તત્વ કે પદાર્થ છે જે સ્વયં અનેકવિધ રૂપોમાં વ્યાપ્ત થયા છે. ત્રણે લોકોને આવરતા, તે બધા પદાર્થોના આત્મા છે, બધાને માણે છે. "
તેઓની ભવ્યતાનો અંત નથી, અને તો સમગ્ર વિશ્વને (કારણકે તેઓ સર્વોચ્ચ ભગવાન છે). વ્યાસ દ્વારા રચિત વિષ્ણુની પ્રસંશા કરતા આ સ્તોત્રને, જે વ્યક્તિને સુખો પ્રાપ્ત કરવા હોય અને જેને સર્વોચ્ચ લાભ (કે જે બંધનોમાંથી મુક્તિ) લેવો હોય તેવા વ્યક્તિએ આ સ્તોત્રનુ રટણ કરવુ જોઇએ. સૃષ્ટિના સ્વામીની પૂજા અને સ્તુતિ કરનાર વ્યક્તિઓ, અજન્મ અને કાંતિમય તેજસ્વિતા ધરાવનારા દેવ, જે સૃષ્ટિના ઉદ્‍ગમ છે, જેઓ વ્યયને જાણતા નથી અને જે કમળની પાંખડી જેટલી મોટી અને સુંદર આંખો વડે શોભાયમાન છે."

ભીષ્મ'નુ અવતરણ કિસરી મોહન ગાંગુલીના વિષ્ણુ સહસ્રનામ (જાહેર મિલ્કત)માંથી ઉદ્ધૃત.

આ પણ જુઓ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

 1. આ શ્લોકોના, સંસ્કૃતની આઈએએસટી (IAST) આવૃત્તિ માટે, જુઓ: Sankaranarayan 1996, pp. 2–5.
 2. સંસ્કૃત પાઠ અને અનુવાદ માટે, જુઓઃ તપસ્યાનંદ, પીપી (pp). 3-4.
 3. તપસ્યાનંદ, પૃ. iv.
 4. વિષ્ણુ સહસ્રનામસ્તોત્ર પર શંકરનાં ભાષ્યની એક નકલ, ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીઅરીંગ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુર. "શિવ", "શંભુ", "ઈસનાહ", અને "રુદ્ર" ક્રમશઃ શ્લોકો 17, 18, 21, અને 26માં મળશે.
 5. શ્લોક 13 માટે ભાષ્ય, "યત્ર પુલ્લિંગશબ્દપ્રયોગઃ, તત્ર વિષ્ણુર્વિશેષ્યઃ; યત્ર સ્ત્રીલિંગ શબ્દઃ, તત્ર દેવતા પ્રયોગઃ; યાત્રા નપુંસલિંગ પ્રયોગઃ, તત્ર બ્રહ્મેતિ વિશેષ્યતે (જ્યાં પુલ્લિંગ શબ્દનો પ્રયોગ થયો છે, ત્યાં સંજ્ઞા વિષ્ણુ છે, સ્ત્રીલિંગમાં સંજ્ઞા દેવતા છે, અને નાન્યેત્તર જાતિમાં સંજ્ઞા બ્રહ્મા ) છે.", વિષ્ણુ સહસ્રનામસ્તોત્ર પર શંકરનાં ભાષ્યની એક નકલ`
 6. શ્લોક 17 વિષ્ણુ સહસ્રનામસ્તોત્ર પર શંકરનાં ભાષ્યની એક નકલ, "શિવાદિ નામાભિઃ હરિઃ એવ સ્તુયતે" માટે ભાષ્ય
 7. http://www.ahobilavalli.org/વિષ્ણુ_sahasra_namam_vol1.pdf
 8. ૮.૦ ૮.૧ તપસ્યાનંદ, પૃ. 47.
 9. ભગ-પી 4.4.14 "શિવ મીન્સ મંગલ, ઓર ઑસ્પિશસ"
 10. ૧૦.૦ ૧૦.૧ શ્રીવૈષ્ણવિઝમ
 11. પી. શંકર નારાયણનાં વિષ્ણુ સહસ્રનામના ભાષાંતરની પ્રસ્તાવના, ભવન્સ બૂક યુનિવર્સિટી
 12. તપસ્યાનંદ, સ્વામી. શ્રી વિષ્ણુ સહસ્રનામ, pg. 62 .
 13. તપસ્યાનંદ, સ્વામી. શ્રી વિષ્ણુ સહસ્રનામ, પૃષ્ઠો. 48, 49, 87, 96 અને 123.
 14. ૧૪.૦ ૧૪.૧ તપસ્યાનંદ, સ્વામી. શ્રી વિષ્ણુ સહસ્રનામ, પૃ. 48.
 15. [૧], વાર્તા #53
 16. ભ-ગીતા 7.24 પ્રકરણ 7: પૂર્ણનું જ્ઞાન
 17. [૨] પત્રનું પ્રથમ વાક્ય
 18. શ્રી રામકૃષ્ણનાં શબ્દો
 19. http://www.kamakotimandali.com/srividya/saptashati.html
 20. ૨૦.૦ ૨૦.૧ ૨૦.૨ બ્રીહત પરાશર હોરા શાસ્ત્ર અંક . 2, પૃ. 740, મહર્ષિ પરાશર, અનુવાદ સાથે, ભાષ્ય અને સંપાદન, રંજન પ્રકાશન, નવી દિલ્હી, ભારત
 21. http://www.stephen-knapp.com/thousand_names_of_the_supreme.htm
 22. ભજ ગોવિંદમ: kamakoti.org
 23. ૨૩.૦ ૨૩.૧ ૨૩.૨ હિંદુ: એન્ટરનેઇન્મેન્ટ બેંગલોર / બૂક રીવ્યૂ: ઓન ધ બુદ્ધ ઇન શ્લોક
 24. શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ કાર્ડિફ - લેખો - શિક્ષાપત્રી
 25. 20 અગત્યના અધ્યાત્મિક નિર્દેશો
 26. ધ કૃષ્ણ જાગૃતિ આંલોદન

સંદર્ભો[ફેરફાર કરો]

 • Sankaranarayan, P. (1996), Śrī Viṣṇu Sahasranāma Stotram, Mumbai: Bharatiya Vidya Bhavan . શ્રી શંકર ભગવતપદનાં ભાષ્યનું અંગ્રેજી ભાષાંતર
 • 46 સંસ્કૃત અને અંગ્રેજી, શ્રી શંકર ભગવતપદનાં ભાષ્યના અંગ્રેજી ભાષાંતર સાથે.

વધુ વાંચન[ફેરફાર કરો]

 • સંસ્કૃત અને હિન્દી : શ્રી વિષ્ણુ સહસ્રનામ, ગીતા પ્રેસ, ગોરખપુર, ઉત્તર પ્રદેશ 273005, ભારત
 • સંસ્કૃત અને અંગ્રેજી : વિષ્ણુના હજાર નામો અને સત્યનારાયણ વ્રત, સ્વામી સત્યાનંદ સરસ્વતી દ્વારા અનુવાદિત, દેવી મંદિર, નાપા.

અન્ય ભાષાંતરો:

 • સંસ્કૃત અને ગુજરાતી : શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રમ; શ્રી યોગેશ્વરજી દ્વારા અનુવાદિત, ભારત @ www.swargarohan.org
 • સંસ્કૃત અને English : શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રમ; સ્વામી વિમલાનંદ દ્વરા અનુવાદિત, શ્રી રામકૃષ્ણ તપોવનમ, તિરુચીપલ્લી, ભારત, ૧૯૮૫

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]