સભ્યની ચર્ચા:Dsvyas/Archive 8

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
વર્ષ ૨૦૧૪ દરમ્યાન થયેલો સંદેશાવ્યવહાર

બોટ વિનંતી : સુરણ > સૂરણ[ફેરફાર કરો]

ધવલભાઈ, આશરે ૧૦૦ ઉપરાંત પાનાઓ પર "સુરણ" એવી ખોટી જોડણી છે. (પાનાની યાદી : અહીં). આ બધાં ગામોને લગતાં પાનાં છે. બોટ ચલાવી સાચી જોડણી સૂરણ કરવા વિનંતી. (જોડણી ચકાસી લીધેલી છે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૭, ૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

  • એ જ રીતે અન્ય એક કષ્ટ ! "ખેતમજુરી" એવી ખોટી જોડણી ૭૪ જેટલાં પાનાઓ પર છે, (જુઓ: અહીં). કૃપયા સમય મળ્યે તેને પણ "ખેતમજૂરી"માં ફેરવશોજી.
  • સાથે "અણુ ક્ર્માંક" ને "અણુ ક્રમાંક" બનાવવા વિનંતી. (જુઓ:અહીં). (આ ધંધો ચાલશે !!! તૈયાર થઈ જાઓ, હજુ તો ઢગલો એક પંથ કાપવાનો છે, તરવું નહિ પોસાય; બોટ જ જોઈશે !!)
  • "પયૈયું" > "પપૈયાં" - (અહીં યાદી

 કામ થઈ ગયું-ખેતમજુરીને તો મેં છ-એક મહિના પહેલા જ બદલીને ખેતમજૂરી કરી હતી. કદાચ નવા બનેલા પાનાંમાં પાછી એ જ ખોટી જોડણી વપરાઈ હશે ક્યાં તો મારા ગઈ વખતના ફેરફારોમાંથી આટલા પાનાં રહી ગયા હશે. જો કે આજે ૩૦૦ પાનાંમાં ફેરફાર કર્યા બાદ આમાંના એકેય ખોટી જોડણીવાળા શબ્દો હવે બાકી રહ્યા નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૯, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

આ...ભા...ર ! ધવલભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૩૧, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

લાંબા સમયથી સતત સેવા આપનારા પ્રબંધક[ફેરફાર કરો]

The Admin's Barnstar
પ્રબંધક તરીકે લાંબા સમયથી અવિરત કાર્ય કરી ગુજ. વિકિની ધવલતા જાળવી રાખવા માટે.--લિ., વિહંગ વ્યાસંગી ૨૩:૩૧, ૪ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

બોટ વિનંતી > લાલપુરનાં ગામોના જિલ્લા, તાલુકાનું નામ બદલવું.[ફેરફાર કરો]

ધવલભાઈ, કદાચ અગાઉ શરતચૂકથી લાલપુર તાલુકાનાં બધાં ગામોનાં ઈન્ફોબોક્ષમાં "જિલ્લો : લાલપુર" અને "તાલુકો : ધ્રોલ" ખોટી રીતે લખાયું છે (જે વિગતો બોટ દ્વારા ત્યાં મુકાયેલી). તો કૃપયા એ બધાં ગામોનાં ઈન્ફોબોક્ષમાં "જિલ્લો:જામનગર" અને "તાલુકો:લાલપુર" કરવા માટેની કાર્યવાહી કરશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૯, ૧૦ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

બાકી રહેતા ગામો...[ફેરફાર કરો]

ધવલભાઈ, મારા ધ્યાને ચઢતા કેટલાંક બાકી રહેલાં ગામના લેખનો ટૂંક અહેવાલ રજુ કરૂં છું. આપની ફુરસદે, આપની પસંદ પ્રમાણે, એ બનાવશો તો આગળ અક્ષાંશ-રેખાંશ યોજનામાં ઉપયોગી થશે. ધન્યવાદ. (તા.ક. પેલો મેઈલ હું આજે મોકલી આપીશ.)
થોડાં ગામ બાકી/શંકાસ્પદ છે એવા તાલુકા. * પડધરી * વઢવાણ * નિઝર તાલુકો
--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૭, ૧૮ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

બોટ વિનંતી (ઉના)[ફેરફાર કરો]

ધવલભાઈ, ઉના મારા ભાગમાં છે ! તેના કુલ ૨૨૧ ગામ છે. (કદાચ સૌથી મોટો તાલુકો). લોચો ઈન્ફોબોક્ષમાં છે. ઉત્સાહભેર તેમાં વધુ પડતી વિગતો લખાઈ તો છે પણ કામની નથી. ખાસ તો આબોહવાનાં આંકો બધાં એકસમાન !! આ વિકિલાયક કામ ન કહેવાય. (અને દરેક ગામનાં સાચા આંક મેળવવાની કામગીરી હાલ અશક્ય છે). ઉપરાંત આટલો લાંબો (અને ખાલી !) ઢાંચો કામ કરવામાં અગવડરૂપ પણ છે. તો કૃપયા બોટ ચલાવી, ઢાંચામાંથી નીચેની વિગતો હટાવી શકો તો આભારી થઈશ.

(નમૂના પ્રમાણે)

ગામનું લખાણ પણ સાવ ટૂંકુ જ છે, (સામાન્યપણે આપણે થોડી પ્રાથમિક વિગતો લખીએ છીએ તે આમાં નથી) પણ એ તો અ-રે લખતી વખતે લખતા જઈશું. પણ ઉપરોક્ત કોરાં લખાણ તો હટાવવા જ પડશે. (આ રોટલા કરતાં અથાણા ઝાઝા જેવો તાલ થયો હોય તેમ લાગે એવું છે !!) અન્ય ફેરફાર છે, પણ આટલું પત્યા પછી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૫, ૨૦ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

ધવલભાઈ, ઉપરોક્ત બાબતે યાદી અપાવવાનો અવિનય કરૂં છું ! શું બોટ દ્વારા ઉપરોક્ત માગણીની પૂર્તિ શક્ય છે ? અન્યથા આપણે મેન્યુઅલ ઢબે, એક એક કરીને, તેનું નિરાકરણ ચાલુ કરી દઈએ. હવે ભુલશો નહિ !! (હમણાં અંગત કારણોસર "ઘેરહાજરી" વધુ રહે છે એ બદલ ક્ષમા આપશો.) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૩, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
અશોકભાઈ, અવિનય તો મેં કર્યો છે અત્યાર સુધી આ બાબતે કંઈ ન જણાવીને. હા, આ શક્ય છે, કદાચ સીધી રીતે નહિ તો આડતરી રીતે પણ. અને હું ટૂંકમાં જ કરી દઈશ. શની-રવિમાં કરવાનો વિચાર હતો પણ ન થઈ શક્યું.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૩, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
અશોકભાઈ, આજે આ કામ હાથ પર લેવાનો વિચાર છે. જો બીજા ગામોમાં ઊમેરીએ છીએ એવી વિગતો આ તાલુકાનાં ગામો માટે પણ હોય, જેમકે, કયા પાક થાય છે, વગેરે. તો તેને પણ હું સાથે સાથે જ ઊમેરી દઉં.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
વાત થયા પ્રમાણે ઉપરોક્ત તાલુકાનું એક નમૂનાનું ગામ અબુડી (તા. ઉના) બનાવ્યું. કૃપયા એ વિગતો દરેકમાં આવે તેમ કરશોજી. આભાર. (ચર્ચાનું પાનું ટૂંકુ કરવા ઉપરથી હટાવવાની યાદી હટાવું છું.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૧:૫૪, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
સરસ, પણ વિહંગભાઇ અને મુજ ગરીબે હલેસા મારી મારીને જ્યાં નેસ શ્રેણી ગોઠવી હતી ત્યાં બધેથી બોટ દ્વારાએ નિકળી ગઇ જે આપની જાણ ખાતર લખુ છું.--મકનભાઇ હાથી ૧૧:૪૮, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)
એનો કશો વાંધો નહી. એ તો તમે ફરી હલેસા મારશો એટલે ફરી થઇ જશે. પરંતું બધા જ ગામ નજીક નજીક હોવાથી લગભગ એ બઘા જ ગામનાં આબોહવાનાં આંક એકસમાન જ હોય એ વાત સાચી હોવા છતા વધારાનું અથાણું હતુ. જો કે અથાણું વધારાનું હતું પણ કમસેકમ બગડેલું (વાંચો ==>ખોટું) તો ન જ હતું. ચાલો ને હાલ પુરતું માની લઇએ કે એ કદાચ વિકિલાયક નહી ગણાતું હોય પણ હવે જાણે વાત એમ છે કે ઉનામાં જે ગામોના નામ લખ્યા છે તે માહ્યલા ૩૦ થી ૪૦ ટકા જેટલા ગામો માટે આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. એમ લખવું એ તદ્દન અસત્ય માહિતિ છે. કેમકે પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી તો દુર પણ ત્યાં પાકા રસ્તાનો પણ અભાવ છે. પણ ગમે તેમ તોય આપણી નિતિ અથાણું વધારે ન હોવું જોઇએ, જોડેનો રોટલો ખાઇ શકાય એવો ન હોય તો એ ચાલશે એ પ્રકારની હોય તેમ લાગે છે. (કવિ કહેવા એમ માંગે છે કે અહીંયા આપણે જેટલો અાગ્રહ વધારાની {પણ હકીકતમાં સાવ ખોટી નહી એવી} માહિતિ દુર કરવાનો રાખ્યો એટલો અાગ્રહ ખોટી માહિતિ ન ઉમેરાઇ જાય એ જોવા માટે ન રાખ્યો). જોકે ધવલભાઇતો ફક્ત એમને કહેવામાં આવ્યુ એ પ્રકારે બોટ જ ચલાવી છે. --લિ., વિહંગ વ્યાસંગી ૧૩:૦૫, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

હિરાભાઈ જી પટેલ[ફેરફાર કરો]

હિરાભાઈ જી પટેલ અને ચર્ચા:હિરાભાઈ જી પટેલ જોઇ જવા વિનંતિ. --લિ., વિહંગ વ્યાસંગી ૧૮:૧૨, ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]


માનનીય શ્રી ધવલભાઈ તથા શ્રી વિહંગ વ્યાસંગી અત્રે તૈયાર કરેલ લેખમાં રજૂ કરેલ બાબતોમાં પાત્ર શ્રી હીરાભાઈએ સમાજ સેવા તથા સરકારી મહત્વ અને મહાકાય કામોને પૂર્ણ કરવામાં બહુ મોટો ફાળો આપેલો છે. સમય જતાં તેમાં જરૂર મુજબના સુધારા થઈ જશે , જે લેખક પોતે બાહેધરી લે છે. જેથી આ લેખને કાઢી ના નાખવા વિનંતી છે .

ભાઈ શ્રી/બહેન શ્રી, લેખક એટલે કોણ? આ સંદેશો લખનાર કે લેખ તૈયાર કરનાર? કૃપા કરી આપના મંતવ્યો ચર્ચા:હિરાભાઈ જી પટેલ પર જણાવશો. અને હા, વિકિપીડિયા:નીતિ પણ જોઈ જુઓ, જે મુજબ આ લેખ વિકિ માટે અયોગ્ય છે. લેખકને જે સુધારા કરવા છે તેના માટે આજનો અને આવતિ કાલનો જ સમય છે. જો તે સુધારા પછી પણ લેખ વિકિની નીતિઓને અનુરૂપ નહિ લાગે તો અહિંથી દૂર કરવામાં આવશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૦, ૨૩ જાન્યુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

સંસ્કૃત વિકિપીડિયા માટે સહાયતા[ફેરફાર કરો]

પ્રિય વ્યાસ સાહેબ, હુ અમદાવાદથી નેહલ નરેનદ્રકુમાર દવે. મે તમારો યોજકનો લેખ વાંચ્યો. તમારી ભાષાપ્રત્યેની લાગણી મને ખુભ જ આકર્ષી ગઈ. હું ગુજરાતીભાષા અને સંસ્કૃતભાષાનો વિદ્યાર્થી છું. અત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં સંસ્કૃત વિકિપીડિયાનું કાર્ય સંભાળુ છું. હુ સંસ્કૃતમાં આધુનિકત્વ લાવવા પ્રયત્નશીલ છુ. માટે જ મે https://sa.wikipedia.org/wiki/%E0%A4%8F%E0%A4%95%E0%A4%A4%E0%A4%BE%E0%A4%AE%E0%A5%82%E0%A4%B0%E0%A5%8D%E0%A4%A4%E0%A4%BF%E0%A4%83

જેવા લેખ લખી સંસ્કૃતમાં આધુનિકતા લાવવાનો પ્રયાસ કર્યો છે. આ લેખ ગુજરાતીભાષામાં પણ નથી. જો આપ આ લેખ ગુજરાતીમાં લખાવી શકો તો મને ખુબ જ આનંદ થશે. બીજા એવાં ઘણાં લેખ હું લખવા ઇચ્છુ છું. જેથી સંસ્કૃતને ભાષામાતારૂપે વિશ્વમાં સ્વીકારઈ છે તે સાર્થક બની રહે. https://sa.wikipedia.org/wiki/%E0%A4%AF%E0%A5%8B%E0%A4%9C%E0%A4%95%E0%A4%83:NehalDaveND

પરન્તુ અત્યારે હું અને મારા ઘણાં મિત્રો યોગ્ય પ્રબન્ધકના અભાવના કારણે ખુબ જ ભીંસમાં છીએ. અમે સંસ્કૃત વિકિપિડીયામાં એક દિવસનાં દસથી વીસ પૃષ્ઠ અપલોડ કરીએ છીએ. આ બધું અત્યાર સુધી અનુવાદના બળ પર થયા કર્યું. હવે અમે સંસ્કૃત વિકિપિડીયાના એડમીન બનવા માંગીએ છીએ. પરન્તુ અમારી પાસે યોગ્ય માર્ગદર્શન નથી. જો આપ અમને એડમીન બનાવા માટેનો કોઈ માર્ગ બતાવી શકો તો અમારી ઘણી બદદ થઈ રહેશે. આપ ઈ-મેઈલ દ્વારા મારો સંપર્ક કરો તો સારૂ.

NehalDaveND (talk) ૨૩:૦૨, ૮ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

શ્રી નેહલભાઈ, આપ સંસ્કૃત ભાષા માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો. હું ચોક્કસ સંસ્કૃત વિકિપીડીયાનું પ્રબંધક નામાંકન માટેનું પાનું જુઓ અને ત્યાં તમારું નામાંકન કરો. જો તમે સારું કામ કરી રહ્યા હોવ તો અચુક અન્ય સભ્યો તમને સહકાર આપશે જ. હું આવતા મહિને અમદાવાદ આવવાનો છું, ત્યારે તમને મળવાનું પણ ગમશે. હું एकतामूर्तिः પર ગુજરાતીમાં પણ લેખ બનાવવાનો પ્રયત્ન કરીશ. આપ અને આપના મિત્રો આ ઉમદા કાર્યમાં ખૂબ આગળ વધો એવી મારી પ્રાર્થના છે.
વધુમાં મને એ જાણવાની પણ ઈચ્છા છે કે પ્રબંધકના અભાવને કારણે તમને અને તમારા મિત્રોને શું તકલીફ પડે છે? એને કારણે શું ભીંસ અનુભાવય છે?--ધવલચર્ચા/યોગદાન ૦૦:૨૬, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]


ધવલભાઈ અમે અત્યારે નિમ્ન પ્રકારની તકલીફો વેઠી રહ્યા છીએ.[ફેરફાર કરો]

એમને...

1 ઇન્ફોબોક્સ બનાવતા
2 વર્ગને કેવી રીતે મેનેજ કરોવા
3 climate ટેબલ બનાવતા
4 શીર્ષકના નામ ની બાજુમાં જે ઓડિયો બટન હોય છે એ મુકતા
5 કોઈ લીસ્ટ હોય એને ત્રણ લાઈનમાં વિભાજીત કરતા
6 પેજની અંદરની અનુક્રમણિકામાં લખેલ શીર્ષકને લિંક આપતા
7 સંસ્કૃતવિકિ એડમીનદ્વારા જે સૂચનાઓ હોય તેમાં રૂપાંતર કરતા (आपका लेख सहेजा गया है । આ હિન્દી વાક્ય સંસ્કૃતલેખને રક્ષિત કરીએ ત્યારે આવે છે. પરન્તુ અમે એડમીનનુ કામ ન જાણતા હોવાથી તેને બદલી શકતા નથી. આવી બીજી ઘણી સમસ્યાઓ છે.)

નથી આવડતું.

--NehalDaveND (talk) ૧૭:૫૯, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

નેહલભાઈ, આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ વગર એડમિન સાઇટ્સથી પણ થઈ શકે છે. ખરેખર આમાંના એક પણ કામ માટે એડમીન રાઇટ્સની જરૂર નથી. આ બધું ફક્ત થોડીક ટ્રેઇનિંગથી આવડી જાય તેમ છે. જો તમે અને તમારા મિત્રો સ્કાયપ એકાઉન્ટ ધરાવતા હોવ તો, હું અને અન્ય કોઈ સભ્ય/સભ્યો ઓનલાઈન તમને આ બધા કામ કેવી રીતે કરવા તે શીખવાડી શકીએ તેમ છીએ. બાકી મેં કહ્યું તેમ, ૪ અઠવાડીયા રાહ જૂઓ તો હું રૂબરૂમાં તમને શીખવાડી શકીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૭, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]


ધન્યવાદ ધવલભાઈ, આપની વાત સાચી છે કે આ કાર્યો એડમીનના નથી. આનાથી એ સિદ્ધ થાય છે કે અમારી પાસે વિકિસંબદ્ધિ યોગ્ય માહિતી નથી. પરન્તુ આ વિષયે મારે થોડી જાણ તમને કરવી છે.

1 અમારૂ એક અન્ય કેન્દ્ર બેંગળુરૂ નગરમાં છે. ત્યાં એક શુભા નામિકા સંસ્કૃતભારતીની કાર્યકર્તા પોતાની રીતે પ્રબન્ધનકાર્ય સંભાળી રહી છે. પરન્તુ એમની પાસે યોગ્ય જ્ઞાન નથી. એ ઘણીવાર પોતે જ એવી ભૂલો કરે છે જેનાથી લેખોમાં સમસ્યાઓ ઊભી થાય છે. માટે કોઈપણ રીતે અમારે એડમીન સંબદ્ધિકાર્યો શીખવાના છે. તો આપ એક એડમીનમાટે કયું જ્ઞાન આવશ્ક હોઈ શકે તે અમને શીખવાડશોજી.

2 ઉક્ત કારણથી અમે ઘણીવાર હર્ષ કોઠારી નામના ગુજરાતીવિકિએડમીનને અહીં આવવા વિનંતી કરી. પરન્તુ તેઓ વ્યસ્ત હતા અને અહીં આવી શક્યા નહીં. માટે અમે કેરલારાજ્યના એક વિકિએડમીન નો સંપર્ક કર્યો. જે વિમાનભાડું અને અન્ય વ્યવસ્થાઓ ઈચ્છે છે. આ બધુ કરવું અમારે હાથ ન હતું. આનાકાની કરી થર્ડ એસીમાં આવવા એ વ્યક્તિ ને મનાવ્યા. પરન્તુ મારા મનમાં અનેક વિચારો ઉત્પન્ન થયા. એ જાય પછી જો કઈ મુસિબત આવે તો અમે શું કરીશું ? પરન્તુ અચાનક મારા મનમાં ગુજરાતીવિકિએડમીનની મદદ લેવાનો ખ્યાલ આવ્યો. મારો વિચાર હતો કે જો ગુજરાતી વ્યક્તિ હશે તો મારા માટે એડમીન બનવાનું શિક્ષણ સરળ બની રહેશે અને એક કરતાં વધુવાર પ્રશ્નો કરી શકાશે. માટે જ આપનો સંપર્ક કર્યો.

3 જો આપ કોઈ સમય નિર્ધારિત કરી શકો તો મારા માટે લાભકારી થશે. આપ આગલા માસની શરૂઆતમાં આવશો કે ક્યારે આવશો તે જણાવો તો સુલભતા બની રહેશે. અહીં મારા સિવાય કોઈ ગુજરાતી નથી. એક કર્ણાટકથી આવ્યો છે એને બીજી મહારાષ્ટ્રથી આવી છે. માર્ચમાસના અન્તિમ અઠવાડીયામાં તેણી મહારાષ્ટ્ર પરત ફરી રહી છે. જો આપ એ સમય પૂર્વે અહીં આવી શકો તો તેણી પણ પોતાના રાજ્યમાં જઈને સંસ્કૃતવિકિનું કાર્ય સારી રીતે કરી શકશે.

4 જ્યારે તમે અહીં આવશો ત્યારે આપને અમારાથી કઈ-કઈ આવશ્કતાઓ રહેશે તે પણ આપ જણાવો એ જ વિનંતી.

NehalDaveND (talk) ૧૧:૨૩, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

નેહલભાઈ, વિકિપીડિયામાં સહુ કોઈ વોલન્ટીયર છે, એટલે કે નિ:શુલ્ક સેવાઓ આપે છે. માટે, જો કોઈ વ્યક્તિ તમારી પાસે કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા રાખીને તમારું કામ કરી આપવાનું કહે તો તે લેભાગુ છે તેમ સમજવું. વધુમાં જણાવું કે હર્ષભાઈ (હર્ષ કોઠારી) ગુજરાતી એડમીન નથી, તેઓ પણ તમારા જેવા જ એક સામાન્ય સભ્ય છે. ગુજરાતી વિકિપીડિયામાં હાલમાં ફક્ત બે જ એડમિન સક્રિય છે, એક હું અને બીજા અશોકભાઈ મોઢવાડીયા. ગુજરાતી વિકિસ્રોતમાં ત્રીજા એક એડમિન છે સુશાંતભાઈ સાવલા, જેઓ પણ અહિં સભ્ય છે. આમ અમારા ત્રણ સિવાય અન્ય કોઈ એડમિન નથી. અને અમારા ત્રણેમાંથી એક પણ વ્યક્તિ પૈસા માટે કે પૈસા લઈને કોઈ કામ કરતા નથી. અમારા ત્રણેને પોતપોતાના વ્યવસાય કે વ્યાપાર છે જેમાંથી અમે પૂરતું કમાઈ લઈ છે અને જોગ પડે તો સ્વખર્ચે વિકિના કામ માટે થોડી મુસાફરી પણ કરી લઈએ છીએ. એટલે આપને નમ્ર વિનંતી છે કે થર્ડ એસીનું તો શું સ્લિપર ક્લાસનું પણ ભાડું ચુકવીને કોઈ ભાડુતી માણસને ન બોલાવશો. હું ૯મી માર્ચને રવિવારે અમદાવાદ પહોંચીશ. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેવાનો છું અને તમને જ્યાં અનુકૂળ હોય ત્યાં મળી શકું તેમ છું. હું તમને ઇમેલ દ્વારા સંપર્ક કરું છું, જેથી આપણે વધુ ખુલાસાપૂર્વક વાત કરી શકીએ. જો આપની પાસે આ કેરળ રાજ્યના એડમિનનું નામ અને અન્ય વિગતો હોય તો મને ઇમેલમાં જણાવશો, આ પ્રકારની માંગણીઓ કોઈ કાળે ઉચિત નથી અને તેનાથી અન્ય લોકોને અવગત કરાવવા જરૂરી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૭, ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
વગર આમંત્રણે વગર વચ્ચે બોલતો હોંઉ એવું લાગે તો માફ કરશો પણ નેહલભાઇ જો હાલમાં અમદાવાદમાં હોય અને એમને અનુકુળતા હોય તો એમને જે કાંઇ શીખવું હશે તેમાંનું મને આવડતું હોય એટલું બધુ જ શિખવવા તૈયાર છું. જોકે ચોખવટ કરી દઉ કે ધવલભાઇ જેટલો પ્રવીણ નહી હોંઉ. મારૂ સુચન એ છે કે ધવલભાઇ આવે ત્યાં સુધીમાં થોડું મારી પાસેથી શીખી લો (Free, Free Free !!!) અને પછી ધવલભાઇ આવે ત્યારે તમે લોકો એમનાં જ્ઞાન અને નિપૂણતાનો પુરતો લાભ લઈ શકો. તમારા સંપર્કસુત્રો જણાવો તો હું તમારો સંપર્ક કરી શકુ અને આપણે આવતી કાલથી જ શીખવા બેસી જઇએ. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૧૩:૨૪, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
Free Free Free બહુ સરસ રીતે લખેલ છે વિહંગભાઈ. આનંદ થયો તમારૂં લખાણ વાંચીને. ધવલભાઈ સાથે વાત થઈ ત્યારે મને ખબર પડી કે એ 9 માર્ચે અમદાવાદમાં મને મળી શકશે. અમે તો એટલાં અજ્ઞાનમાં કામ કરી રહ્યા છીએ કે જેટલું જલ્દી અમને માર્ગદર્શન મળે એ અમારે માટે યોગ્ય છે. તો હું ઇચ્છિશ કે જો આપણે એકવાર મળી શકીએ તો વર્તમાનમાં અમે જે સમસ્યાઓ વઠી રહ્યા છીએ એ ન વેઠવી પડે અને તમારી સામે અને ધવલભાઈની સામે થોડા અઘરા પ્રશ્નો પણ કરવાને યોગ્ય બની શકીએ. ધવલભાઈ સાથે મારી ઘણી વાતો થઈ છે. એમની સાથે વાત કર્યા પછી મારા અનુભવે કહુ છુ કે આ નિર્ણયથી તેમને પણ આનંદ થશે. તેમ છતાં તેમની સાથે ચર્ચા કરીને હું વિસ્તૃતમાં આપને જણાવી શકીશ. પરન્તુ તેના પૂર્વે મારે એ જાણવૂં છે કે તમે ક્યાં રહો છો ? નમસ્તે .. NehalDaveND (talk) ૧૫:૨૯, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
નેહલભાઈ, આપણા વિહંગભાઈ છુપા રૂસ્તમ છે. એમની વાતોમાં ન આવશો, તેઓ મારા કરતા પણ વધુ પ્રવિણ અને કુશળ છે. તમે બંને એકબીજાનો સંપર્ક કરીને આગળ વધો. અને આ જ તો ખરું વિકિફિકેશન છે, કોઈ પણ કામ કરવાનું. જ્યારે હું આવું ત્યારે મને શીખવવા માટે ગુરુ (વિહંગભાઈ) અને ચેલા (નેહલભાઈ) બન્ને તૈયાર હશે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૪૨, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]
નેેહલભાઇ, અમદાવાદમાં બોપલમાં રહુ છું. અહીંયા મારૂ ઇમેલ-એડ્રેસ કે મોબાઇલ નંબર લખવાને બદલે મારી વિનંતિ છે કે જો શક્ય હોય તો જ્યારે તમે ધવલભાઇ સાથે વાત કરો ત્યારે એમને પુછશો તો કદાચ એ મારૂ orni થી શરૂ થતું ઇ-મેલ એડ્રેસ અને મારો મોબાઇલ નંબર આપને આપી શકશે. એ ધવલભાઇની નમ્રતા છે કે એ અન્ય બધાને પોતાનાથી વધારે જાણકાર કહે છે. પણ હકીકતમાં વિકિ વિષેનાં જ્ઞાનનું સાચુ સરનામું તો એ પોતે જ છે. --લિ., વિહંગ વ્યાસંગી ૦૮:૪૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

તમારી વાતોથી મને મારાં સંસ્કૃતજગતના દિગ્ગજોની યાદ આવી ગઈ અને એક શ્લોક પણ યાદ આવ્યો. विद्या ददाति विनयं विनयाद्याति पात्रताम् । વિહંગભાઈ તમે *પર મેઈલ કરી શકો તો સારૂં. મારી ઈચ્છા છે કે જલ્દીથી જલ્દી આપણે મળીને કાર્યશાળાનો પ્રારંભ કરીએ. NehalDaveND (talk) ૦૯:૨૯, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

નેહલભાઇ, તમને ઇમેલ કર્યો છે. અને તમારૂ ઇમેલ એડ્રેસ અહીંથી કાઢી નાખેલ છે.--લિ., વિહંગ વ્યાસંગી ૧૫:૫૫, ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)[ઉત્તર]

Module:Convert (ચર્ચા જુઓ)[ફેરફાર કરો]

શ્રી.ધવલભાઈ, ‘Module:Convert’નાં ગુજ.વિકિ પર ઉપયોગ માટે ભાષાંતર વિષયે તે મોડ્યુલ બનાવનાર મિત્રએ પ્રસ્તાવ અને ચર્ચા મારા ચર્ચાના પાને લખી છે. (જુઓ). મને ઈંગ્લિશ ઓછું ફાવે ! દેશી ફાવે !! એટલે કૃપયા આપ ત્યાં નજર નાખો અને આપણને ઉપયોગી થાય તેવી રીતે આ મોડ્યુલનાં ભાષાંતર બાબતે મને કંઈક સલાહો આપો. કામ હું કરીશ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૯, ૨૮ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]

અશોકભાઈ, આ મોડ્યુલ એ એકમોનું રૂપાંતરણ કરવા માટેના ઢાંચા સમાન છે. અંગ્રેજી વિકિમાં એનો વધારે ઉપયોગ થાય છે, કેમકે જૂદા જૂદા દેશોમાં લોકો જૂદા એકમો વાપરે છે. જેમકે, ભારતમાં કિ.મી. અને અહિં યુ.કે.માં માઇલ, આપણે ત્યાં લિ. અને અહિં પાઇન્ટ્સ, વગેરે. ભાષાંતર માટે પણ તમારે ફક્ત એકમોનું જ ભાષાંતર એમને આપવાનું છે, જે કદાચ તે ભાઈએ તમારા ચર્ચાનાં પાને આપેલી txt વાળી કડીમાં છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૪, ૨૯ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]
સમજાયું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૪, ૨૯ માર્ચ ૨૦૧૪ (IST)[ઉત્તર]

બોટ વિનંતી (વેરાવળ તાલુકાનાં ગામ)[ફેરફાર કરો]

ધવલભાઈ, વેરાવળ તાલુકાનાં ગામોમાં ક્ષતિપૂર્ણ રીતે "સંદર્ભો"માં વિસાવદર તાલુકાની વેબસાઈટની લિંક મુકાયેલી છે. કૃપયા નીચે દર્શાવેલો સુધારો કરશોજી.

...[[જૂનાગઢ જિલ્લો|જૂનાગઢ જિલ્લા]]માં આવેલા [[વેરાવળ|વેરાવળ તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે.<ref>[http://junagadhdp.gujarat.gov.in/junagadh/visavadar-taluko.htm તા.પં.વિસાવદર, વેબસાઈટ]</ref> આ ગામના... જેમાં વેબલિંકમાં visavadar ની જગ્યાએ veraval અને ગુજરાતીમાં પણ વિસાવદર ની જગ્યાએ વેરાવળ કરવાનું રહેશે. આખી સાચી વેબલિંક નીચે પ્રમાણે છે:

આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૭:૦૫, ૩ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૪, ૬ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

Wikimedians Speak[ફેરફાર કરો]

          

An initiative to bring the voices of Indian Wikimedians to the world
Hi Dsvyas,

I am writing as Community Communications Consultant at CIS-A2K. I would like to interview you. It will be a great pleasure to interview you and to capture your experiences of being a wikipedian. You can reach me at rahim@cis-india.org or call me on +91-7795949838 if you would like to coordinate this offline. We would very much like to showcase your work to the rest of the world. Some of the previous interviews can be seen here.

Thank you! --రహ్మానుద్దీన్ (talk) ૨૩:૫૬, ૯ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

ખુબ ખુબ અભિનંદન[ફેરફાર કરો]

"વિકિમિડીયન સ્પીક્સ" માં પસંદગી પામવા બદલ ખુબ ખૂબ અભિનંદન. નાદ-બ્રહ્મની આપના પર એવી કૃપા થાય કે ગુજ.વિકિ.ના નામને ને તમે દુનિયાભરમાં ગુંજતું કરી દો એવી પરમેશ્વરને પ્રાર્થના. --લિ., વિહંગ વ્યાસંગી ૧૯:૫૫, ૧૨ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

આભાર વિહંગભાઈ! પણ ભાઈ, આમાં શું છે અને શું થાય છે એ જોઈએ, તેલ જુઓ, તેલની ધાર જુઓ...--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૭, ૧૩ એપ્રિલ ૨૦૧૪ (IST)[ઉત્તર]

મતદાન કરવા અપિલ બાબત[ફેરફાર કરો]

ધવલભાઇ, કેમ છે? મેં ઘણા સમય પછી વિકિમાં હાજરી પુરાવી છે. ચૂંટણી સંદર્ભે ચોતરા પર માહિતી મુકી છે, આપનો અભિપ્રાય જણાવી, શક્ય બને તો અમલવારી કરવા વિનંતી. - નિલેશ બંધીયા (talk)

ગેરહાજર (રજાચિઠ્ઠી)[ફેરફાર કરો]

શ્રી.ધવલભાઈ, અંગત કારણોસર ઓછામાં ઓછું તા.૧૫ થી ૧૭ અને વધુમા વધુ તા.૧૫ થી ૨૨ સુધી રજા પાડીશ. આપ અને અન્ય સક્રિય સભ્યશ્રીઓને ગેરહાજરીની નોંધ લેવા વિનંતી. (ટૂંકમાં, મારા મૂલ્યવાન કે બહુમૂલ્ય કે અમૂલ્ય યોગદાન વગર એટલા દહાડા ચલાવી લેશોજી !! (વાહ ! નમ્રતા, વાહ !!)) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૯, ૧૪ મે ૨૦૧૪ (IST)[ઉત્તર]

અવશ્ય તમારી ખોટ તો સાલશે, પણ જેવી તમારી આજ્ઞા. અમે તો રાજા ભરતની જેમ આપની પાદુકાઓ સિંહાસનસ્થિત કરી છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૨, ૧૫ મે ૨૦૧૪ (IST)[ઉત્તર]

Hi. I left you a message on your Meta-Wiki talk page. PiRSquared17 (talk) ૨૩:૦૮, ૧ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

hello, regarding the pictures uploading option.....the pictures i am asking to be uploaded are football club logos those pictures are not available on commons and they are protected images but can be used to identify with the topic of page....such pictures are directly uploaded on particular wikipedia, on english wikipedia you can see many such pictures...... more over i have been working on hindi and punjabi wikipedia too where i am uploading such pictures and yes i am providing proper Licensing to it.......here are few examples of some pictures i loaded on hindi wiki hi:चित्र:Manchester United.png, hi:चित्र:Arsenal FC.png and punjabi wiki pa:ਤਸਵੀਰ:Manchester United FC crest.png, pa:ਤਸਵੀਰ:Arsenal FC.png and those are a copy of images already available on english wikipedia en:File:Manchester United FC crest.svg, en:File:Arsenal FC.svg......i say allow me to upload pictures if any of those pictures violate wikipedia policy then those can be deleted then and there itself.....think about it...........Sushilmishra (talk) ૦૩:૨૧, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

I am sorry, but as I had mentioned earlier, it has been decided by the community not to allow any local uploads. We are happy to have articles without images. Hope you will also start loving the articles Gujarati way.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૮, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
how can you provide information with out pictures this is strange........even the badest book of physics will have a picture in it.....anyways its upto you guys....if you want boring and sore pages fine with me.........Sushilmishra (talk) ૦૦:૫૩, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

discussion page[ફેરફાર કરો]

And need not worry about those discussion pages those i am creating to indirectly effect the depth counter....those are simply harmless thing and will not effect gujarati wikipedia's functioning in anyway but it ll increase the depth numbers of gujarati wikipedia which at the moment is only 8.03....no need to worry those discussion pages will not harm gujarati wikipedia in anyway.....Sushilmishra (talk) ૦૩:૪૦, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

Though you are advising not to worry, it is indeed worrying. We do not want to have emply pages created just for the sake of improving some rating. We simply want the pages to be real pages, where there is any information. If you want, you can discuss this on ચોતરો. I will appreciate if you could co-operate us in community spirit and refrain from creating those empty talk pages until community opt it the otherway.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૩૮, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
i dont get it, what harm does a simple talkpage will do........if you need only pages with out any talkpages and pictures then that work can also be done with bots same thing is happening on cebuano wiki and minangabu wiki............Sushilmishra (talk) ૦૦:૫૩, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ઢાંચો:Commons[ફેરફાર કરો]

please see the changes that i have done in it, the older(your) version is not directing to targeted page, the newer(my) version was correctly diverting to target page......i am reloading the my codes see the difference for your self.........the version which you are loading is leading to this your version click here and version i am loading is leading to target page which is this my version click here......as of now i am changing the code....it is up to you to see and decide......because your code is leading to empty pages which doesnot exist and my codes are leading to correct target......Sushilmishra (talk) ૦૦:૫૩, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

why being so rigid to new changes and users?? you people dont want pictures because you are scared that unwanted pictures might be upload, you people dont want talk pages fearing what unwanted matter might be written......why so scared?.....why so rigid??....why holding back the growth of gujarati wikipedia just to satisfy your fears?......1 end you are talking about free knowledge but on other end you are stopping users from uploading topic related pictures.......if you admins are so scared of new user's uploads then atleast import those pictures from english wikipedia.......but dont make this wikipedia boring just because you people cant manage it.........sorry to say but you admins here made gujarati wikipedia a non free wikipedia and a private property.......Sushilmishra (talk) ૧૯:૧૫, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
i am starting a vote regarding this in community portal, please vote there present your views......Sushilmishra (talk) ૧૯:૨૯, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
જો કોઈ પણ ચર્ચામાં હું ભાગ લઉં અને તમને ઉત્તર આપું એમ ઈચ્છતા હોવ તો કૃપા કરી ગુજરાતીમાં લખશો. તમે અહિં યોગદાન કરો છો અને તમારી વાતો મનાવવાનો પ્રયત્ન કરો છો એટલે તમને એટલું તો ગુજરાતી આવડતું જ હશે એમ માની લઉં છું. કે પછી તમે સોક પપેટ છો? અથવા તો પેઈડ કન્ટ્રીબ્યુટર છો?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
don't change the code until a conclusion is reached by community, as voting has begun on community portal on 19 november 2014 to decide if gujarati version should be kept or english version and voting closes on 29 november 2014 (10 days).....Sushilmishra (talk) ૨૦:૦૩, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
if you can translate it in english then i will be happy but i think you are asking me to type in gujarati and doubting that i am a puppet....funny but i am not puppet of any 1 and about gujarati then my gujarati skills are not that good that is why i am making short stub pages instead of long and length pages......Sushilmishra (talk) ૨૦:૦૯, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
i got a solution for this problem simple......i will create a new template which will have codes redirecting to gujarati version on commons page....we can keep both the templates and let the page creator decide which 1 they want to use....hence those who want english version can use current template and those who prefer gujarati version can use new template which i will create.....thus satisfying both sides with out changing the current template....as simple as this....silly rigid admins.....but in future care must be taken that both are not merged.....Sushilmishra (talk) ૦૨:૪૮, ૨૫ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
created ઢાંચો:કોમન્સ which will redirect to gujarati version on commons, thus solving the problem, people interested in english version can use ઢાંચો:Commons and users interested in gujarati version can use ઢાંચો:કોમન્સ.....hope to end dispute and rigidity of admins here......Sushilmishra (talk) ૦૩:૪૯, ૨૫ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

i request you to check this ઢાંચાની ચર્ચા:Commons before reverting my edits........i have reverted your edit related to sabarmati river and i request you to revert your edits on ramayan page.....thank--Sushilmishra (talk) ૨૧:૦૯, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

about the repeated reverts on sabarmati page......now i have to ask you to click on link which you are posting repeatedly and see the result and then revert it back to my edits and see the result of my link by clicking on it......dont revert blindly......check before you do any thing......sick of your rigidness towards newbies......Sushilmishra (talk) ૨૧:૨૧, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ઢાંચાના પરીક્ષણાર્થે મુકેલો સંદેશ.[ફેરફાર કરો]

આમંત્રણ


પ્રિય મિત્ર Dsvyas,

વિકિપીડિયા છેલ્લા ૧૧ વર્ષથી કાર્યરત છે, તેની સફળતાની ઉજવણી કરવાનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપને વિનંતિ છે.
આપ જો અમદાવાદ કે તેના આસપાસના વિસ્તારોમાં વસતા હો તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના સહયોગની પણ આવશ્યકતા છે.
ભાગ લેવા અને / કે સહયોગ આપવા માટે વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણીના પાના પર આપેલ સુચનાને અનુસરીને આપની આ કાર્યમાં સહભાગી થવાની ઇચ્છા દર્શાવશો.
આભાર.
લી. પરીયોજના ટીમ વતી
એ.આર.ભટ્ટ

આ સંદેશ ફક્ત પરીક્ષણાર્થે છે. હાલ તુરત કશું કરવાની જરૂર નથી.

સરસ છે. એક દોઢ ડહાપણ (હંમેશ મુજબ), સંદેશાની પહોળાઈ જો વધારીને લગભગ બેવડી કરવામાં આવે તો લંબાઈ અડધી થઈ શકે અને તે કારણે ચર્ચાનું પાનું લાંબું થતું અટકે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૪૪, ૨૪ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
આપનું જ્ઞાન ગમે તેટલા પ્રમાણમાં હોય, આવકાર્ય જ છે. એક વત્તા અડધુ વધારાનું તો વધારે સારૂ જ છે. આ ફુગ્ગાઓ મને ખુબ ગમી ગયેલા છે ( કેમકે એ પણ કોઇ વિકિનિ ૧૧મી વર્ષગાઠની ઉજવણીના છે). અને સંદેશ પહોળો કરીશ તો લખાણતો ઉપર આવશે પણ ફુગ્ગાઓની લંબાઇને કારણે સંદેશાની લંબાઇમાં ખાસ વધારો ઘટાડો નહી થાય. ઉપરાંત સંદેશાનો અંત અને ફુગ્ગાના ચિત્રોનો અંત એક રેખામાં છે તે નહી થાય. એટલે હું ખચકાઉ છુ. --એ. આર. ભટ્ટ (talk) ૨૨:૧૭, ૨૪ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
તમારી અવઢવ સમજી શકાય તેમ છે. ચિત્રની સાઇઝ 100x50px કરીને જોયું તો બધુ બરોબર ગોઠવાઇ જાય તેમ લાગે છે. એ કદ બહુ નાનું લાગે તો તમે એડજસ્ટ કરીને યોગ્ય કદ રાખી શકો છો, એક પ્રયત્ન કરી જુઓ જો સંદેશો આખા પાનાની પહોળાઈ પર પથરાઈ શકતો હોય તો સારું લાગે છે કે કેમ એ પણ જોઈ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૪, ૨૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
તમે મારી અવઢવ સમજી ગયા તે ગમ્યુ. જમણી બાજુ આમંત્રણ-પત્રીકા પડી હોય અને ડાબી બાજુ એના વિષે વિચાર વિમર્શ ચાલી રહ્યો હોય એ બન્ને આજુબાજુમાં સારૂ લાગે છે? Bug ને feature માં ખપાવવાનો આ એક અનેરો અવસર છે, પ્રભુ.--એ. આર. ભટ્ટ (talk) ૧૫:૪૭, ૨૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
આમંત્રણ પત્રિકાની પહોળાઇ બે પ્રકારની પહોળાઇમાં ઉપલબ્ધ કરાવી દીધી છે. "મનેગમે=પહોળું" ઉમેરવાથી પહોળો ઢાંચો આવશે. ઉદાહરણ તરીકે ...
{{ઢાંચો:ઉમાઆ|મનેગમે=પહોળું}}
આશા છે કે આ Custmisation કોઇ કષ્ટ પેદા નહી કરે. --એ. આર. ભટ્ટ (talk) ૧૬:૨૮, ૨૮ નવેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
મોગેમ્બો ખુશ હુઆ!--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૭, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
મોટ્ટો હાશકારો !!!, મને બહુ તણાવ રહેતો'તો કે આ મોગેમ્બો ખુશ નહી થાય તો આ દુનિયામાં મારૂ શું થશે.--એ. આર. ભટ્ટ (talk) ૦૮:૨૦, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
  • મોટ્ટો હાશકારો !!! --- ખોટી ધારણા !!! પ્રભુ, અભી હમ જીંદા હૈ !! અને વળી પ્રબંધક પણ મૂઆ છીએ ! એમ ખાલી ધવલભાઈનાં માનપાન વધારો તે ન ચાલે !!! કાઠીયાવાડમાં સાસુ-વહુ અને છાશની દોણીની વાર્તા છે તે કદાચ આપે નહિ સાંભળી હોય ! (ક્યારેક નવરાશે સંભળાવીશ) એમ આપને ’હાશકારો’ અપાવનારા એકલા ધવલભાઈ કોણ ?!!! રિપિટ : અભી હમ જીંદા હૈ ! (હવે મજાકો પૂર્ણ !). સ___રસ કાર્ડ બનાવ્યું ભાઈ. છતાં કોઈને એમ ન લાગે કે ઘોંચપરોણો ન કર્યો, એટલે એક નમ્ર સૂચન કે, કોઈક ખુણે/કે વચ્ચે મથાળે, વિકિપીડિયા ગુજરાતીનો લોગો પણ મુકી દો ને. (ધવલભાઈની સહમતી હોય તો જ હોં ! એવા તણાવો તો તમને એકલાને જ નહિ, અમને પણ બહુ રહે જ !) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૯, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
એ હાશકારો તો મોગેમ્બોનો હતો. મહામોગેમ્બો લગ્ન-સમારંભમાં વ્યસ્ત હતા એ દરમ્યાનનો અતિ-ટુંકાગાળાનો હતો. હવે ફરી ૧૦૦ ટચના શુદ્ધતાના હોલમાર્કવાળો તણાવોનો ધાબળો ઓઢી લીધો છે. અને હા, એ વાર્તા ખબર છે. વિકિસ્રતોત પર એ વાર્તા લખી શકાય?--એ. આર. ભટ્ટ (talk) ૧૫:૦૬, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]


સ્નેહા ઠક્કર (લેખ વિશે)[ફેરફાર કરો]

શ્રી.ધવલભાઈ, મેં ચોતરા પર ઉપરોક્ત પાનાની ચર્ચામાં જણાવેલું તેમ, આપણે વિકિ માટે નોંધપાત્રતા અને સંદર્ભ (પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ તથા વિશ્વાસપાત્ર સ્રોતો દ્વારા)ને મહત્વ આપતા હોઈએ તો ઉપરોક્ત લેખને (અને અન્ય તમામ લેખોને) એ સંદર્ભે મુલવવા જોઈએ. ગુજરાતીના અને દેશના પ્રસિદ્ધ સમાચાર માધ્યમો, અખબાર, ટીવી માધ્યમો, (ઈટીવી, જીએસટીવી, ઈન્ડીયા ટૂડે, સંદેશ, અભીયાન, દિવ્યભાસ્કર, વ. પરની નોંધ સંદર્ભમાં ટંકાયેલી દેખાય છે.) જો સમાચાર તરીકે કોઈ વ્યક્તિના કાર્યને લેવાયોગ્ય ગણતા હોય તો, આપણે એ કાર્ય અને એ વ્યક્તિના માત્ર જાહેર ગણી શકાય એટલી ઓળખનું પાનું અહીં રાખીએ તેમાં કશો વાંધો જણાતો નથી. (ત્યાં ચર્ચા "સમાજસેવા" પર ભાર દર્શાવવા લાગી હતી એટલે મારે જરા ટકોર કરવી પડેલી). ટૂંકમાં, નોંધપાત્રતા સંદર્ભોથી સાબીત થાય અને સંદર્ભ જણાવતા હોય એટલું જ આપણે રાખીએ. જાહેરાત કે અકારણ પ્રશંસા પ્રકારનું લખાણ અને વિકિયોગ્ય ન જણાય તેવું લખાણ કે બંધારણ સુધારીએ એવો મારો નમ્ર મત છે. નવા સભ્યશ્રી (જેમણે આ પાનું બનાવ્યું)ની લખાણશૈલી ક્યાંક વિકિયોગ્ય ન જણાય પણ આપણી નીતિ પ્રોત્સાહન આપી સુધારો કરવાની જ છે. તો, હું "નોંધપાત્રતા અને સંદર્ભ" તથા "જીવંત વ્યક્તીનું જીવનચરિત્રની નીતિ" પર ખરા ઉતરતા સઘળા વ્યક્તીલેખોને રાખવાની તરફેણમાં છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૨, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

સમાચારપત્રો અને પ્રસિદધ માધ્યમો તો બુટલેગરોની પણ નોંધ લેતા હોય છે સાહેબ, તો પછી મારે અમારા વિસ્તારનાં માનનિય બુટલેગર શ્રી ચંદુ ચોટી ના અવતારકૃત્ય ઉપર પણ લેખ બનાવી શકાય, ખરૂ ને?, ફક્ત સ્પષ્ટતા માટે પુછું છુ. --એ. આર. ભટ્ટ (talk) ૧૫:૫૯, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
જો કે આ ચર્ચા માત્ર પ્રબંધકોના વિચારવિમર્ષાર્થે છે પણ માર્ગદર્શનાર્થે જણાવું તો, હા ! લઈ શકાય .....જ્ઞાનકોશ કંઈ ધર્મગ્રંથ નથી હોતો ! માત્ર છાપામાં નામ આવવાને કારણે નહિ પણ એ શ્રીમાન ચંદુ ચોટીએ બુટલેગર તરીકે કંઈક નોંધપાત્ર ગણાય એવું અને લોકોને રસ પડે એવું પ્રદાન કરેલું હોવું જોઈએ ! માન્યામાં નથી આવતું ? નમૂના માટે અંગ્રેજી વિકિની કેટલીક શ્રેણીઓ અહીં દર્શાવું છું. તેમાંના લેખ (ખાસ તો નામ !)ની યાદી જોઈ જશો.
Category:Bootleggers, Category:Fugitives wanted by India, Category:Indian criminals, Category:Indian mobsters.

આ તો માત્ર નમૂનાર્થે છે. કોઈને ગુજરાતી ભાષાંતર કરી પોતાની સેવા આપવી હોય તો વેલકમ !--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૯, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ટૂંકમાં સંદર્ભ વડે સાબિત કરી શકાતી માહિતી રાખી બાકીની ઉડાડી દેવી એમ. (સંદર્ભ એટલે શું એ તો સૌ સમજતા જ હશો)--Vyom25 (talk) ૧૯:૦૯, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
અશોકભાઈ, તમારી સાથે સહમત. પ્રશંસનિય લખાણ હટાવીને ફક્ત સસંદર્ભ લખાણ રહેવા દઈએ. જો કે ઘણી વખત સમાચાર પણ પેઇડ મિડિયા વાળા હોય છે, એટલે આપણે એવો આગ્રહ રાખીએ કે જીવંત વ્યક્તિની અત્યંત પ્રશંસા કરતા સમાચારોને પણ સંદર્ભ તરીકે ન ગણવા. અને જેમ પેલા મા.ચો. લેખ વખતે મારો મત હતો તેમ બુટલેગરો માટે પણ એ જ મત છે જે તમારો છે. અમદાવાદના લતિફ કે અમારા ખાડીયાના ટેંગા દાદા વિષે લેખ કેમ ન હોઈ શકે? જો સમાચાર માધ્યમો કે અન્ય કોઈ લખાણોમાં તેમના સંદર્ભો મળતા હોય તો અવશ્ય રાખી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૧૨, ૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
લેખમાં મેં કેટલાક ફેરફાર કર્યા છે અને હજુ ફેરફારની જરૂર જણાય છે. કેટલીક પ્રશસ્તિ કરતી કે જાહેરખબર પ્રકારની માહિતી દૂર કરી છે સૌને નજર નાખવા અપીલ છે અને જે ફેરફાર યોગ્ય જણાય તે કરવા. ખાસ કરીને સંદર્ભો તપાસવા ધવલભાઈ અને અશોકભાઈને ખાસ અપીલ છે કારણ કે કેટલાક સંદર્ભો મને શંકાસ્પદ લાગ્યા છે. વધુ ચોખવટ ન કરી અને સૌને પોતાના તારણ પર આવવાનો આગ્રહ રાખીશ.--Vyom25 (talk) ૧૮:૫૮, ૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ધવલભાઈ અને અન્ય મિત્રો આ સ્નેહા ઠક્કર નો લેખ અંગ્રેજી વિકિ પર બે વખત બનાવાયો અને બંને વખત તે દૂર કરાયો છે તેમની દૃષ્ટિએ આ નોંધપાત્ર નથી અને હિંદી વિકિ પર પણ આ જ પ્રમાણેનો લેખ છે અને તેઓ રાખવો કે નહિ તેની ચર્ચા કરે છે. આપણે અન્ય વિકિની કાર્યશૈલી ધ્યાન પર લેવી કે ન લેવી તે આપણી મરજીની વાત છે પણ ધ્યાન દોરવું મેં જરૂરી સમજ્યું. અંગ્રેજી કે હિંદી વિકિના લેખની કડી આપી નથી જો જરૂરી લાગે તો આપી શકીશ.--Vyom25 (talk) ૧૯:૪૪, ૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

વ્યોમજી સાથે સહમત. નોંધપાત્રતા વિષે મેં પહેલા જ વધારે પડતું લખી નાખેલ છે એટલે વધુ લખતો નથી. મને તો જે સંચાર માધ્યમોનો સંદર્ભ અપાયેલ છે તે માહેના મોટાભાગના "Paid content" જેવા પહેલાથી જ લાગ્યા હતા. જાન્યુઆરીમાં ગુજરાતની વાયબ્રન્સી જરા વધુ પડતી વધી જતી હોય છે એ વહેતી ગંગામાં હાથ ધોઇ લેવા માટે અને અન્ય કારણોસર (બધા અત્યારે લખવાની આળસને લીધે લખતો નથી) ઘણી જગ્યા એ આ પ્રકારની પુર્વ-તૈયારીઓ થતી હોય છે. વધારામાં, આપણા પ્રબંધકને એમાં કશુ ખોટુ જણાયેલું નહી એટલે એ ટકી ગયો છે. --એ. આર. ભટ્ટ (talk) ૨૧:૩૨, ૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
મને લેખ કરતાં આ પ્રકારના જે પ્રયત્નો છે તેને વિષે વાંધો છે. અંગ્રેજી વિકિ પર લેખને રદ કરવાની ચર્ચા હતી તેમાં લેખ રાખવા માટે થોડા અંશે બોગસ મતદાન થયું હોય એવું લાગ્યું અને જ્યારે લેખ રદ કરાયો ત્યારે ઘટના સાથે સંકળાયેલ પ્રબંધકની નજર ચૂકાવી થોડા અલગ નામ હેઠળ લેખ બનાવાયો જે ફરીથી દૂર કરાયો. આ કારણસર હું આ લેખ દૂર કરવાની તરફેણમાં છું. આ વાયબ્રન્સીનું કારણ હોય કે અન્ય એ તો ખબર નહીં પરંતુ એક જાહેરાત અથવા તો પ્રશસ્તિનો પ્રયાસ તો ગણી જ શકાય. પ્રબંધકશ્રીઓ ફેર વિચારણા કરે એવી નમ્ર અપીલ.--Vyom25 (talk) ૧૬:૧૩, ૫ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
વ્યોમભાઈ, તમે કહ્યું તેમ મને પણ આ પ્રકારના પ્રયત્નો સામે જ વાંધો છે. લેખ સામે તો ખરો જ. જ્યારે કોઈક વ્યક્તિ અચાનક સભ્ય બને અને સસંદર્ભ લેખ લખે અને એ પણ કોઈ એવા વિષય/વસ્તુ/વ્યક્તિ પર કે જેના વિષે વિશ્વ આખામાં કોઈને કાંઈ જ ખબર ન હોય, ત્યારે મારું શંકાશીલ મન કુદકા મારવા માંડે છે. આપણા ગુજરાતી વિકિપીડિયામાં અનેક જાણીતી વ્યક્તિઓ વિષે જ્યારે લેખ ન હોય ત્યારે કોઈક ઉદ્યોગસાહસિક વિષે કોઈક આવો સરસ લેખ બનાવે તે એ જ વાતની સાબિતિ છે કે આ કામ પૈસા લઈને કરવામાં આવ્યું છે. એ વાત હવે નવી નથી રહી કે ભારતમાં અને ગુજરાતમાં આવા પૈસા લઈને વિકિ આર્ટિકલ બનાવનારાઓ અઢળક છે. અશોકભાઈનું શું મંતવ્ય છે તે જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૫, ૬ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
પ્રથમ તો, ફરી એક વખત વિનંતી કે, મારા વિશે, કે મારે લગતું, કશુંક હોય તો કૃપયા મારા ચર્ચાના પાને "અહીં જુઓ" પ્રકારની નાનકડી નોંધ મુકી દેવી જેથી મને તુરંત જાણકારી મળે. હવે વાત આ લેખની, તો, કોઈ "એક" લેખ માટે મારે અલગથી કશું કહેવાનું નથી જ. વ્યોમજી સ્વયં આપણા નીતિઓ અને પ્રણાલીઓના જાણકાર સભ્યોમાંના એક છે એટલે એમણે મહેનતપૂર્વક જે તારણ કાઢી બતાવ્યું હોય એ માન્ય રાખવામાં કોઈ વાંધો ન જ હોય. અગાઉની મારી વાત માત્ર "નિયમ, નીતિ" વિશે જ સમજણ આપતી છે. કોઈ "એક" લેખ રાખવો કે હટાવવો એ નિર્ણય, એ નીતિઓ અને સંદર્ભોની સત્યતા તેમજ નિષ્પક્ષતાના પ્રકાશમાં ચકાસીને લેવાનો હોય. વ્યોમજીએ એ મહેનત કરી આપી છે તો મારો મત એનાથી અલગ ન જ હોય. હું સહમત છું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૪૧, ૧૨ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

ચકાસતા રહેશો..![ફેરફાર કરો]

શ્રી.ધવલભાઈ, આજે વળી એક નીતિ વિષયક પાનું "વિકિપીડિયા:જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર" બનાવવાનું ચાલુ કર્યું છે. (આપણને કોઈ સાંસદ તો બનાવે નહિ ! અહીં નીતિઓ "ઘડવા"નો શોખ પુરો કરીએ !!) કૃપયા ચકાસતા રહેજો. ખાસ કરીને અર્થઘટન (જેથી અનર્થ ન થાય) અને જોડણી બાબતે. વધુ માટે સૂચનો આપશો. અન્ય સભ્યશ્રીઓ પણ આ વિષયે તેને માટેના ચર્ચાના પાને બે શબ્દો લખતા રહે (ખાસ તો અર્થઘટન બાબતે) તો ઉત્તમ. આપને યોગ્ય જણાય તો કાર્યરત સૌ સભ્યશ્રીઓને આ નીતિઓ વિશે પણ જરા, જાણકારી/અસમંજસ/ન સમજાયું હોય એવી બાબતોની ચોખવટ વગેરેનું, આદાન-પ્રદાન કરતા રહે તેવી અપિલ કરશો. (આપણે એ માટે ખાસ અલાયદું પાનું; વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય પણ રાખ્યું જ છે.) આભાર. [એક આનંદની વાત, આપણાં મહર્ષિભાઈ હાલ ભારત પધાર્યા છે, કાલે ફોન હતો, આ વખતે કદાચ અમે સૌ ભાવનગર ખાતે તેમના મહેમાન બનીશું. ત્યાં વિકિ વિશેનો કંઈ કાર્યક્રમ ગોઠવાશે તો આપને અને સૌ વિકિમિત્રોને જાણ કરીશ.]--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૫૯, ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

ચોક્કસ નજર નાખતો રહીશ. અને વાહ, ખૂબ સરસ સમાચાર છે. મહર્ષિભાઈ સાથે ફરી વાત થાય તો મારી યાદ આપજો અને એમનો જર્મનીનો મોબાઈલ નંબર લઈ રાખજો, આપણા વોટ્સએપ ગ્રુપમાં એમને પણ શામેલ કરવા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૩, ૧૨ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

intimidation will not work[ફેરફાર કરો]

i am unable to understand your problem......why are you behaving like a mad person?? i have attached all proper references to pages i created but you seems to be crazy and nominated all pages for deletion i am unable to understand your behaviour? all these pages are there in english and other language wikipedias........

it seems that people like you on gujarati wikipedia doesnot want new users to contribute and its a step to intimidate new users and threaten them..........i want replies to my questions.....Sushilmishra (talk) ૦૩:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
સૌ પહેલા તો જો ગુજરાતીમાં તમે ચર્ચા નહિ કરો તો મારી પાસેથી કોઈ પણ પ્રશ્નના ઉત્તરની અપેક્ષા ન રાખશો. બીજી વાત કે, એક ભાષાના વિકિપીડિયામાં હોય એટલે એવું જરૂરી નથી કે એ બધી જ ભાષાના વિકિપીડિયામાં હોવું જોઈએ. જો તમને એટલો જ શોખ હોય તો જે લેખો અહિં ગુજરાતી વિકિપીડિયામાં છે અને બીજી ભાષાના વિકિપીડિયામાં નથી એવા શ્રેણી:ગુજરાતનાં ગામો અને શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરોમાં રહેલા લેખોને સૌ પ્રથમ તો તમારી માતૃભાષા પંજાબીના વિકિપીડિયામાં બનાવો. પછી તેને અંગ્રેજીમાં બનાવો અને તે કામ પતે પછી અહિં પાછા આવશો. ત્યાં સુધી અમને અમારી નીતિઓનો અમલ કરવા દો.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૩૪, ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
હા, ધવલભાઇનું સુચન ખુબ સરસ છે. Sushilmishraએ અમલ કરવો જોઇએ.--એ. આર. ભટ્ટ (talk) ૦૮:૫૪, ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

સંપાદકની અસ્પષ્ટ ઓળખ વિશે[ફેરફાર કરો]

ધવલભાઈ, ઘણી વખત ધ્યાને ચઢ્યું છે કે કોઈક પાનામાં સંપાદનકર્તા તરીકે સભ્યનામ કે આઈ.પી. એડ્ડ્રેસને બદલે ‎"2601:c:5300:8400:a5b0:7789:65ca:52a3" જેવું વાચવા મળે છે. મેં તો અગાઉ પણ માથું ફોડેલું પણ આમાં કંઈ સમજાયું નહીં. બીજું કે તાજેતરમાં ઘણાં પાને આ પ્રકારની ઓળખવાળા સંપાદકો માત્ર કોઈ ચોક્કસ વેબસાઈટની બાહ્ય કડીઓ જ મુકે છે. (જો કે એ ક્યારેક રાખવાલાયક અને ક્યારેક હટાવવાલાયક હોય છે એટલે એ બાબત વાંધાજનક નથી) આવા પ્રકારની ઓળખ દર્શાવાતી હોવાનું કોઈ ખાસ કારણ ? આ માત્ર કૂતુહલપ્રેરિત પ્રશ્ન છે. સમજાવશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૩, ૨૦ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

પાષાણયુગમાં જીવતા ગામમાં વસતા અમારા જેવા લોકોને આમ જુવો તો આવી કશી બાબત કઇ પણ ખબર ના પડે પણ એક અટકળ એવી થઇ શકે છે કે આ બઘા ઇંટરનેટ પ્રોટોકોલ સરનામા પદ્ધત્તિના ૬ઠ્ઠા સંસ્કરણના ઉદાહરણ છે એટલે કે નવી પેઢીના હરીફરી શકતા ઉપકરણોનો ઉપયોગ કરીને આ યોગદાન કરવામાં આવી રહ્યા છે. પ્રંબધકો વચ્ચેની વાતમાં ટાપશી પુરાવવા બદલ માફી ચાહુ છું. --એ. આર. ભટ્ટ (talk) ૦૯:૩૧, ૨૦ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
અશોકભાઈ, મારા માનવા પ્રમાણે આવા સરનામાં જ્યારે કોઈક વ્યક્તિ મોબાઇલ વેબપેજ પર જઈને લોગઈન થયા વગર કોઈ ફેરફાર કરે ત્યારે નોંધાય છે. ઉપર ભટ્ટ સાહેબે વધુ ટેકનિકલ ભાષામાં જણાવ્યું તેમ IP Version 6 વાપરતી પ્રણાલિના સરનામા છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
ધન્યવાદ ભટ્ટભાઈ અને ધવલભાઈ. બરાબર સમજાઈ ગયું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૯, ૨૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
સમ્રાટ અશોકનો જય હો, તમને સમજાઇ ગયુ હોય તો હવે મને સમજાવવા વિનંતિ. --એ. આર. ભટ્ટ (talk) ૨૨:૫૩, ૨૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]