લખાણ પર જાઓ

સભ્ય:Dipak Panchala

વિકિપીડિયામાંથી
રાણપુર
—  નગર  —
રાણપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°21′08″N 71°42′39″E / 22.352288°N 71.710941°E / 22.352288; 71.710941
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો રાણપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી

History

રાણપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું મુખ્ય મથક છે.

રાણપુરની સ્થાપના ભાવનગર રજવાડાંના કુટુંબના વડવા રાજપૂત રાણાજી ગોહિલે ૧૪મી સદીમાં કરી હોવાની કહેવાય છે. રાણાજીના વડવાઓ શાલિવાહન વંશના (ઇસ ૭૯) હોવાનું કહેવાય છે, જેઓ ૧૩મી સદીમાં રાજસ્થાનના મારવાડ વિસ્તારના લુણી નદીના કાંઠે બાલોત્રાથી ૧૦ માઇલ દૂર આવેલા ખેડગઢમાંથી રાઠોડો દ્વારા હાંકી કઢાયા હતા. દક્ષિણમાં સ્થળાંતર કરીને તેમણે તેમના વડા સેજકજીની આગેવાની હેઠળ જુનાગઢના ચુડાસમા શાસક રાજા કલાટની શરણ લીધી. રાજા કલાટે આ અજાણ્યા અતિથિઓને આવકાર્યા અને તેમને સેજકજી પરથી નામ આપેલા સેજકપુરમાં (હાલના રાણપુરના સ્થળે) ઇસ ૧૧૯૪માં સ્થાયી થયા. સેજકજીના પુત્ર રાણાજીના લગ્ન ધંધુકાના મેર વડાની પુત્રી સાથે થયા હતાં અને તેમણે સેજકપુરને રાણપુર વડે ઓળખાતા કિલ્લા વડે મજબૂત કર્યું. રાણાજીના પુત્ર મોખડાજી ગોહિલે સત્તાનો વિસ્તાર કરીને પીરમબેટ અને ઘોઘા કબ્જે કર્યા. દરિયામાં તેઓ જાણીતા બહારવટિયા તરીકે ઓળખાયા અને તેનાથી મહમદ તખલઘે તેમના પર આક્રમણ કર્યું અને તેમને હરાવીને ૧૩૪૭માં તેમનો વધ કર્યો. તેમના વડાનું મૃત્યુ થયું હોવા છતાં ગોહિલોએ રાણપુરનું રજવાડું જાળવી રાખ્યું.[][]

લગભગ સો વર્ષ પછી એક અન્ય રાણાજી રાણપુર પર શાસન કરતા હતા, તેમનાં રાજપૂત ગૌરવ અને ઇસ્લામ પ્રત્યેના અનાદરને કારણે મહમદ બેગડો (૧૪૫૯-૧૫૧૧) ગુસ્સે ભરાયો અને રાણપુર પર આક્રમણ કરી બેગડાએ રાણાજીને હરાવીને વધ કર્યો અને મહેલનો નાશ કર્યા. થોડા સમય પછી રાણાજીના ભત્રીજાઓ હાલાજી અને લખધીરસિંહજીએ કેટલાંક જાટ શરણાર્થીઓને આવકાર્યા, જેનાથી સિંધના શાસકો ગુસ્સે ભરાયા. આ બંને ભાઇઓ ટેકરીઓ જઇને છુપાયા પરંતુ સિંધની સેના દ્વારા તેમને હરાવવામાં આવ્યા. હાલાજીને બંદી બનાવવામાં આવ્યો. લખધીરજીએ મહમદ બેગડાની મદદ વડે તેના ભાઇને છોડાવ્યો. તેણે રાજાનો ધર્મ સ્વિકાર કર્યો અને રાણપુરમાં મુસ્લિમ શાસનની શરૂઆત કરી. સત્તરમી સદીના મધ્ય ભાગમાં, અમદાવાદના ત્રેવીસમાં સૂબા (૧૬૩૫-૧૬૪૨) આઝમ ખાને કાઠી બહારવટિયાઓ (૧૬૧૦-૧૬૪૨)નો નાશ કરવા માટે શાહપુરના કિલ્લાનો નાશ કર્યો જેના અવશેષો હજુ શહેરમાં જોવા મળે છે. લગભગ સો વર્ષ પછી, મુઘલ શાસનની પડતીના સમયે, વઢવાણે રાણપુર પર આક્રમણ કર્યું. રાણપુરના મુસ્લિમ શાસક આલમભાઇએ દામાજી ગાયકવાડની મદદ માંગી અને ગાયકવાડે રાણપુરને બચાવ્યુંં. પરંતુ, ગાયકવાડે આ માટેની અત્યંત વધુ ખંડણી માંગતા આલમભાઇએ પોતાનું મુખ્ય શહેર અને કિલ્લો છોડવો પડ્યો. રાણપુર ૧૮૦૨માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવ્યું ત્યાં સુધી ગાયકવાડના શાસન હેઠળ રહ્યું. આ સમયે લોકો મુખ્ય રીતે ખેતી કરતા હતા.તળપદા કોળી, સુન્ની વોહરા, કુંભાર અને કેટલાંક સથવારા કુટુંબોની ગામમાં મુખ્ય વસતી હતી. ઇ.સ. ૧૮૩૦માં ભાદર અને ગોમા નદીઓની વચ્ચે અમદાવાદના કલેક્ટર મિ. જેક્શને યુરોપિયન શૈલીમાં ઘરો બંધાવ્યા હતા, જે હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી.[][]

૧૯૪૭માં જ્યારે ભારત સ્વતંત્ર બન્યું ત્યારે આ રજવાડું બોમ્બે રાજ્યના અમદાવાદ જિલ્લામાં ભળ્યું અને પછીથી ગુજરાતમાં આવ્યું.તે સમયે રાણપુરના અદર જમીનદાર પંચાળા મશરુભાઈ મોહનભાઈ તે સમય માં રાણપુર બોટાદમાં પ઼ભુવત ધરાવતા વ્યિકત હતા. રાણપુર તાલુકા ના તમામ ગામોમાં ઍક સારા સમાજ સેવક ની જિલ્લાનોભુમિકાતાલુકોનિભાવી બન્યુંહતી

. ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાણપુર બોટાદ જિલ્લાનો તાલુકો બન્યું.

રાણપુરમાં એન.એમ.ગોપાણી પોલિટેકનીક કોલેજ આવેલી છે.

Regianal Place

નદી તટ પર આવેલા રાણપુરમાં જડેશ્વર મહાદેવ દાદા અને કપિલેશ્વર મહાદેવ દાદાનાં મંદિરો આવેલાં છે. રાણાના ગઢમાં ભવાની માતાનું મંદિર આવેલું છે.

  1. ૧.૦ ૧.૧ Virbhadra Singhji, The Rajputs of Saurashtra, Bombay, Popular Prakashan (૧૯૯૪), p. ૪૪. ISBN 81-7154-546-7
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Ahmedabad (Public Domain text). Government Central Press. ૧૮૭૯. પૃષ્ઠ ૩૫૦–૩૫૩.