એન્ડોરા
પ્રિન્સિપાલિટી ઓફ એન્ડોરા Principat d'Andorra | |
---|---|
સૂત્ર: Virtus Unita Fortior સંગઠિત સદાચાર મહાન છે | |
રાષ્ટ્રગીત: El Gran Carlemany એલ ગ્રાન ચાર્લેમાની | |
રાજધાની and largest city | એન્ડોરા લા વેલા 42°30′N 1°31′E / 42.500°N 1.517°ECoordinates: 42°30′N 1°31′E / 42.500°N 1.517°E |
અધિકૃત ભાષાઓ | કેટાલાનa |
માન્ય ભાષાઓ |
|
વંશીય જૂથો (૨૦૧૨.[૧]) | ૪૯% એન્ડોર્રાન ૨૪.૬% સ્પેનિશ ૧૪.૩% પોર્ચુગિઝ ૩.૯% ફ્રેન્ચ ૮.૨% અન્ય |
લોકોની ઓળખ | એન્ડોર્રાન |
સરકાર | એકસદનિય સંસદ અર્ધ-ચૂંટિત દ્વૈધશાસન |
• સહ-રાજવીઓ | જોઆન એનરિક વિવેસ સિસિલિયા ઇમેન્યુઅલ મેક્રોન |
• પ્રતિનિધિ | જોસેપ મારિયા માઉરી જીન-પિઅર હ્યુગેસ |
• વડાપ્રધાન | એન્ટોની માર્ટી |
સંસદ | સામાન્ય સભા (જનરલ કાઉન્સિલ) |
સ્વાયત્ત | |
• એરેગન પાસેથી | ૧૨૭૮ |
• ફ્રેન્ચ રજવાડા પાસેથી | ૧૮૧૪ |
વિસ્તાર | |
• કુલ | 467.63 km2 (180.55 sq mi) (૧૭૯મો) |
• જળ (%) | ૦.૨૬ (૧૨૧.૪ હે.)b |
વસ્તી | |
• ૨૦૧૪ અંદાજીત | ૮૫૪૭૦ |
• ગીચતા | [convert: invalid number] (૭૧મો) |
GDP (nominal) | ૨૦૦૮ અંદાજીત |
• કુલ | $૪.૫૧૦ બિલિયન[૨] (૧૫૫મો) |
• Per capita | $૫૩,૩૮૩[૩] (૯મો) |
જીની (2003) | 27.21c low |
માનવ વિકાસ દર (HDI) (2014) | 0.845[૪] very high · 34th |
ચલણ | યુરોd (EUR) |
સમય વિસ્તાર | UTC+૧ (મધ્ય યુરોપિય સમય (CET)) |
• ઉનાળુ (DST) | UTC+૨ (મધ્ય યુરોપિય ગ્રિષ્મ સમય (CEST)) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +૩૭૬ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ade |
|
એન્ડોરા (સત્તાવાર રીતે પ્રિન્સિપાલિટી ઓફ એન્ડોરા) એ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે આવેલો યુરોપનો દેશ છે. આ દેશમાં આશરે ૮૪,૦૦૦ લોકો વસે છે. દેશનું પાટનગર એન્ડોરા લા વેલા છે. એન્ડોરા પર સ્પેનિશ બિશપ અને ફ્રેન્ચ પ્રમુખ શાસન કરે છે જ્યારે એન્ડોરાની સરકાર સંસદીય લોકશાહી છે.
પ્રવાસનને કારણે એન્ડોરા તવંગર દેશ છે. દર વર્ષે આશરે ૧ કરોડ લોકો આ દેશની મુલાકાત લે છે.[૫] સત્તાવાર ભાષા કેટલાન છે, તેમ છતાં સ્પેનિશ, પોર્ટુગીઝ અને ફ્રેન્ચ ભાષાઓ પણ ચલણમાં છે. એન્ડોરા યુરોપિયન યુનિનયનું સદસ્ય નથી. ચલણ તરીકે યુરોપિયન યુનિયનના યુરોનો ઉપયોગ થાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]એવું કહેવાય છે કે ચાર્લ્સ ધ ગ્રેટે એન્ડોરાના લોકોને મૂર લોકોની સામેની લડાઇ લડવા બદલ તેમને તેમનો દેશ આપ્યો હતો.
૧૦૯૫ પહેલાં એન્ડોરાને કોઇ લશ્કરી સંરક્ષણ હતું નહી. લોર્ડ ઓફ કાબોટ અને યુરગેલના બિશપે એન્ડોરા પર ભેગા મળીને શાસન કરવાનો નિર્ણય લીધો. ૧૬૦૭ માં ફ્રાન્સના હેનરી પાંચમા એ નક્કી કર્યું કે યુરગેલના બિશપ અને ફ્રાન્સના ઉપરી ભેગા મળીને એન્ડારા પર શાસન કરશે.
પ્રથમ વિશ્વયુદ્ધમાં એન્ડોરાએ જર્મની સામે લડાઇ જાહેર કરી હતી પણ તેઓએ ક્યારેય કોઇ યુદ્ધમાં ભાગ લીધો નહી. ૧૯૫૭ સુધી એન્ડોરા જર્મની વિરુદ્ધ રહ્યું કારણ કે એન્ડોરાનો સમાવેશ વર્સેલીની સંધિમાં નહોતું.
એન્ડોરાને કોઇ સૈન્ય નથી.[૬] ફ્રાન્સ અને સ્પેન એન્ડોરાનું રક્ષણ કરે છે. એન્ડોરામાં ૨૯૫ સંખ્યા ધરાવતું પોલીસ દળ છે.
ભૂગોળ
[ફેરફાર કરો]એન્ડોરા પાયરેનિસ પર્વત માળામાં આવેલું છે. સૌથી ઉંચો પર્વત કોમા પેડ્રોસા છે.
શહેરો
[ફેરફાર કરો]એન્ડોરાના સૌથી મોટા શહેરો નીચે પ્રમાણે છે:
ક્રમ | નામ | વસ્તી |
---|---|---|
૧ | એન્ડોરા લા વેલા | ૧૯,૩૧૯ |
૨ | એસ્કાલ્ડેસ-એન્ગોર્ડાની | ૧૪,૩૯૫ |
૩ | એન્કેપ | ૮,૪૭૦ |
૪ | સેન્ટ જુલિઆ ડી લોરિઆ | ૭,૫૧૮ |
૫ | લા માસ્સાના | ૪,૯૮૭ |
૬ | સાન્તા કોલોમા | ૨,૯૩૭ |
૭ | ઓર્ડિનો | ૨,૭૮૦ |
૮ | અલ પાસ ડી લા કાસા | ૨,૬૧૩ |
૯ | કાનિલ્લો | ૨,૦૨૫ |
૧૦ | અર્નિસાલ | ૧,૫૫૫ |
ધર્મ
[ફેરફાર કરો]એન્ડોરાની મોટાભાગની વસ્તી (૯૦%) રોમન કેથોલિક છે.[૬]
શિક્ષણ
[ફેરફાર કરો]૬ થી ૧૬થી વર્ષના બાળકો માટે પૂર્ણ સમયનું શિક્ષણ ફરજિયાત છે. માધ્યમિક સ્તર સુધીનું શિક્ષણ સરકાર દ્વારા પૂરુ પાડવામાં આવે છે.
યુનિવર્સિટી ઓફ એન્ડોરા (UdA) એ દેશની જાહેર યુનિવર્સિટી છે. આ દેશની એક માત્ર યુનિવર્સિટી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "CIA World Factbook entry: Andorra". Cia.gov. મૂળ માંથી 2010-07-10 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ઓગસ્ટ ૨૦૧૨.
- ↑ "Andorra 2008, Departament d'estadística d'Andorra". Estadistica.ad. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ઓગસ્ટ ૨૦૧૨.
- ↑ [૧] સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન
- ↑ "HUMAN DEVELOPMENT REPORT 2015 – Statistical annex" (PDF). United Nations. ૨૦૧૫. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૫. Unknown parameter
|deadurl=
ignored (|url-status=
suggested) (મદદ) - ↑ Estadistica.ad સંગ્રહિત ૨૦૧૮-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન, Departament d'Estadística, Govern d'Andorra.
- ↑ ૬.૦ ૬.૧ "CIA – The World Fact Book – Andorra". મૂળ માંથી 2010-07-10 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-04.