આયાવેજ સરવૈયાઓનાં મુખ્ય ગામ પૈકી એક હતું. તે ઉના સરવૈયા વિસ્તારનું નાનું સ્વતંત્ર ખંડણી ભરતું રજવાડું હતું અને પાલીતાણાની દક્ષિણ-પશ્ચિમે ૧૦ માઇલના અંતરે આવેલું છે. શેત્રુંજી નદી ગામથી ઉત્તરે એકાદ માઇલના અંતરે વહે છે. આયાવેજ પ્રાચીન ગામ છે અને ખોડિયાર માતાના મંદિર માટે પ્રખ્યાત છે. જુનાગઢના રાજા રા' દિયાસનો અણહિલવાડ પાટણના રાજા દ્વારા વધ થતાં બાળ રા' નવઘણને દાસી દ્વારા અહીં લવાયો હતો. બ્રિટિશ શાસન સમયે તે આયાવેજ અને વિરપુર ગામનો તાલુકો હતો અને ચોક થાણા હેઠળ આવતું હતું.[૨]
આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૫૫.