ચોક (તા. જેસર)
ચોક (તા. જેસર) | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°25′15″N 71°45′30″E / 21.420932°N 71.758254°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભાવનગર |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ચોક (તા. જેસર) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]ચોક ગામ પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં આવેલા ગોહિલવાડ પ્રાંતનું રજવાડું હતું, જેમાં બે ગામોનો સમાવેશ થતો હતો અને સરવૈયા રાજપૂતોના શાસન હેઠળ હતું. તે ઉંડ સરવૈયા તરીકે જાણીતા ઉપ-વિભાગમાં આવતું હતું અને એજન્સી થાણાનું મુખ્ય મથક હતું.[૨]
ભૂગોળ
[ફેરફાર કરો]ચોક શેત્રુંજી નદીના દક્ષિણ કાંઠે વસેલું છે અને પાલિતાણાથી આશરે 10 miles (16 km) અંતરે અગ્નિ ખૂણામાં આવેલું છે.[૨]
ચોકની સામે નદીની સામી બાજુએ ૧૪૨૬ ફીટ ઉંચી લોથ ટેકરી આવેલી છે, જે જૈન સાહિત્યમાં હસ્તગીરી તરીકે ઓળખાય છે. ત્યાંથી ત્રણ માઇલ દૂર બોડાના નેસ પર નૈઋત્ય દિશામાં આવેલ કમળો ડુંગર આવેલો છે. તે જૈન સાહિત્યમાં કદંબગીરી તરીકે ઓળખાય છે અને ૧૩૩૦ ફીટ ઉંચો છે અને તેના પર નાનું મંદિર આવેલું છે.[૨]
વસ્તી
[ફેરફાર કરો]ઇ.સ. ૧૮૭૨ની વસ્તી ગણતરી મુજબ ચોકની વસ્તી ૧૧૬૩ અને ઇ.સ. ૧૮૮૧માં ૧૨૬૪ વ્યક્તિઓની હતી.[૨] ઇ.સ. ૧૯૦૧માં વસ્તી ૧,૨૧૩ હતી અને રજવાડાની આવક ૬,૮૦૦ રૂપિયા (મોટાભાગની આવક મહેસુલમાંથી) હતી જેમાંથી ૪૧૭ રૂપિયાનો કર ગાયકવાડ અને જુનાગઢ રજવાડાને ચૂકવાતો હતો.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જેસર તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૬ ડિસેમ્બર ૨૦૧૬. Check date values in:
|date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૬.
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૬. માંથી માહિતી ધરાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |