કુણઘેર

વિકિપીડિયામાંથી
કુણઘેર
—  ગામ  —
કુણઘેરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°51′03″N 72°06′53″E / 23.850809°N 72.114838°E / 23.850809; 72.114838
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પાટણ
તાલુકો પાટણ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

કુણઘેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં આવેલું એક ગામ છે. કુણઘેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, જીરૂ, વરિયાળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પોલીસ મથક, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. આ ઉપરાંત ગામમાં તળાવ પણ આવેલું છે.

કુણઘેર ગામ પાટણથી હારીજ જતા માર્ગ પર આવેલું છે. કુણઘેરથી અમદાવાદ ૧૧૮ કિલોમીટર, મહેસાણા ૪૪ કિલોમીટર, ઊંઝા ૩૮ કિલોમીટર, સિદ્ધપુર ૩૬ કિલોમીટર, બહુચરાજી ૪૦ કિલોમીટર, હારીજ ૧૭ કિલોમીટર, પાટણ ૧૦ કિલોમીટર તેમ જ ડીસા ૫૮ કિલોમીટર જેટલા અંતરે આવેલાં છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આસપાસના વિસ્તારમાં કુણઘેર ગામ શ્રી ચુડેલ માતાજીના તિર્થધામ તરીકે જાણીતું બન્યું છે.[૧] આ ઉપરાંત ગામમાં જૈન દેરાસર, રામજી મંદિર, અંબા માતાનું મંદિર, હિંગળાજ માતાનું મંદિર વગેરે ધાર્મિક સ્થાનકો આવેલાં છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Vashi, Ashish (2008-08-13). "Witch temple is 'high court' | Ahmedabad News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2019-10-29.