ખાંગણ (તા. ધાનેરા)
ખાંગણ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°30′52″N 72°01′24″E / 24.514444°N 72.023385°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | ધાનેરા |
વસ્તી | ૧,૩૪૬[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, રાયડો, એરંડો, કપાસ, તમાકુ |
ખાંગણ (તા. ધાનેરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા ધાનેરા તાલુકામાં આવેલું એક ગામ છે. ખાંગણ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, રજકો, રાયડો, એરંડો, કપાસ, તમાકુ તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
ગ્રામપંચાયત
[ફેરફાર કરો]ખાંગણ ગામની ગ્રામપંચાયત વિરોલ ગામ સાથે જોડાયેલી છે. બંને ગામ ભેગા મળીને એક ગ્રામપંચાયત બનાવે છે.
ભૂગોળ
[ફેરફાર કરો]ખાંગણ ગામની સરહદો ખીંમત, ભાટરામ, આલવાડા, વાછડાલ ગામો સાથે જોડાયેલી છે. ગામની નજીકનું મોટું શહેર ધાનેરા છે, જે તાલુકામથક પણ છે, તે ગામથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ઉપરાંત પાંથાવાડા ૧૬ કિમી અને ડીસા ૪૦ કિમી અંતરે આવેલાં છે.
સુવિધાઓ
[ફેરફાર કરો]આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં સીપુ બંધમાંથી પાણીની સગવડ પુરી પાડવામાં આવે છે. ગામમાં પાણીની એક ભૂગર્ભ ટાંકી અને બે મોટી ટાંકીઓ આવેલ છે. ગામની ડેરીમાં દૂધનો સંગ્રહ કરવા માટેની ટાંકી પણ છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Khangan Village Population, Caste - Dhanera Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |