ખેરગામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ખેરગામ
—  ગામ  —

ખેરગામનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E / 20.75792; 73.063202
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો ખેરગામ
વસ્તી ૧,૩૧૮[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી

ખેરગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં આવેલું એક ગામ અને તાલુકા મુખ્યમથક છે. ખેરગામ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

ખેરગામ વલસાડ, ધરમપુર, વાંસદા (વાયા લિમઝર તથા વાયા પિપલખેડ) જેવાં આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી વાહન દ્વારા પહોંચી શકાય છે. અહીંથી નજીકનાં રેલ્વે મથકો ઉત્તર પશ્ચિમ દિશામાં બીલીમોરા અને દક્ષિણ પૂર્વ દિશામાં વલસાડ ખાતે આવેલાં છે. આસપાસનાં ગામોનું કેન્દ્ર હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામ્યું છે, જ્યાં વિવિધ જીવન જરુરીયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે છે. ખેરગામ મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. અહીં મુખ્યત્વે ધોડિયા લોકો વસવાટ કરે છે. ગામના અંદરના ભાગે નાનું બજાર આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Khergam Village Population, Caste - Navsari Navsari, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૧૧ જુલાઇ ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)