આ ગામ જિલ્લા તથા તાલુકાના મુખ્ય મથક વલસાડથી આશરે ૭ (સાત) કિલોમીટરના અંતરે પારનેરા ડુંગરથી પશ્ચિમ દિશામાં આવેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર જવા માટે અતુલ ગામમાં આવેલ ઔદ્યોગિક સંકુલની વસાહતમાં થઇને જઇ શકાય છે. આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.