આ ઉપરાંત અહીં એક જૈન ટ્રસ્ટ દ્વારા કેન્સરના રોગની પંચગવ્ય આયુર્વેદ આધારીત ચિકિત્સા આપતું સારવાર આપતું કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ૮૦ દર્દીઓને દાખલ કરી શકાય છે તેમ જ બાકીના દર્દીઓને દવા આપી ઘરે સારવાર લેવાનું સમજાવાય છે. આ પંચગવ્ય (ગાયનાં છાણ, મૂત્ર, દુધ, દહીં અને ઘી. આ પાંચ વસ્તુઓ વડે અપાતી સારવારને પંચગવ્ય ચિકિત્સા કહેવાય છે, જે સંપૂર્ણપણે આયુર્વેદ આધારીત હોય છે.) દર્દીને અહીં માત્ર ૧ રૂપિયામાં સારવાર મળે છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.