દાતરડીથી સમુદ્ર ૫.૬ કિમી જેટલો દૂર છે, દાતરડી ગામથી ૩ કિમીના અંતરે ખાડી આવેલી છે જ્યાં મીઠાના બે અગર, જીંગાનો ઊછેર કરતાં બે ફાર્મ આવેલાં છે. દાતરડી ગામના ૪ કિ.મી.ના વિસ્તારમાં "ખારા"ના નામથી ઓળખાતું જંગલ આવેલુ છે. જેમાં રોઝ, નીલગાય, શીયાળ, સસલા, હરણ જેવા પ્રાણીઓ વસે છે દાતરડી ગામમાં મુખ્ય ૩ પુલ છે, જેમાં રામટીલા પુલ, જેની ઉચાઈ ૫ ફુટ અને લંબાઈ ૫૦ ફુટ છે. બીજો રાભડા પુલ, આ પુલ રાભડા ગામ તરફ જતો હોવાથી આ પુલનુ નામ રાભડા પુલ છે. આ પુલ જમીન ઉપર જ છે એટલે આ પુલ ઉચો નથી લંબાઇ ૪૦ ફુટ, ત્રીજો વીસળીયા પુલ છે જે વીસળીયા ગામ તરફ જતા રસ્તે હોવાથી આ પુલનું નામ વીસળીયા પુલ છે. પુલની ઉચાઇ ૨ ફુટ અને લંબાઇ ૨ મીટર છે. દાતરડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8E પર આવેલું છે. દાતરડી પાસેથી એક નદી પસાર થાય છે જેનુ નામ રામટીલા છે. આ નદીમાં ફક્ત ચોમાસા માંજ પાણી રહે છે. આ નદીની લંબાઈ અંદાજે ૧૦ કિ.મી. છે.
ગામમાં સાત મંદીરો આવેલા છે જેમાં શંકર મંદીર, હનુમાન મંદીર, બાલ હનુમાન મંદીર, ખોડીયાર મંદીર, સ્વામીનારાયણ મંદીર, બાપાસીતારામ મંદીર, વાવડેશ્વર મહાદેવ મંદીર આવેલાં છે.