લખાણ પર જાઓ

ભેરાઇ (તા. રાજુલા)

વિકિપીડિયામાંથી
ભેરાઇ
—  ગામ  —
ભેરાઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°02′28″N 71°26′56″E / 21.041107°N 71.448824°E / 21.041107; 71.448824
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો રાજુલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ભેરાઇ (તા. રાજુલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજુલા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ભેરાઇમાં વસવાટ આશરે ૨૦૦ વર્ષ પહેલાં રામ જ્ઞાતિના આહિર સાદુલ મામૈયો દ્વારા થઇ હોવાનું માનવામાં આવે છે. ભેરાઇના સૌથી જૂના પાળિયાઓ ઇ.સ. ૧૬૮૭ (સંવત ૧૭૪૩)ના છે. જૂનું ભેરાઈ હાલનાં ગામથી પૂર્વમાં આશરે 300 yards (270 m) દૂર આવેલું છે.[]

ભેરાઇ દેવરાપુરી ખાડીની શાખા, જે દુ:ખણ તરીકે ઓળખાય છે, પર આવેલું છે. બ્રિટિશ શાસન દરમિયાન દેવરાપુરી ખાડી સાથે ભેરાઇને જોડવા માટે નહેર બનાવવામાં આવી હતી, આ નહેર સુખણ તરીકે ઓળખાય છે.[]

૧૮૭૨ની વસ્તી ગણતરી મુજબ ભેરાઇની વસ્તી ૮૪૧ અને ૧૮૮૧માં ૧૧૭૧ હતી.[]

ઉદ્યોગો

[ફેરફાર કરો]

ભેરાઇમાં કપાસનો સારો વ્યાપાર થતો હતો. અહીં નજીકમાં મીઠું પકવવામાં આવતું હતું અને ખાડીના છીપલામાંથી કોઇક વખત મોતી મળી આવતા હતા.[]

ભેરાઇની ઉત્તરમાં ઉત્તમ કક્ષાના પીળા પથ્થરોની ખાણ આવેલી છે. ભુતડો તરીકે ઓળખાતી આછા રંગની પોચી માટી અહીં મળી આવે છે, જે સ્થાનિકો વાળ ધોવા માટે વાપરે છે, જે વાળને મુલાયમ બનાવે છે અને લીંબુના રસ કે અરીઠાના વપરાશ પછી બનતા સૂકા અને કડક નથી બનાવતી. અહીં મીંઢી (Senna)ના છોડ પણ ઉગાડવામાં આવે છે.[]

હાલમાં ભેરાઇ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, માછીમારી તેમ જ પશુપાલન છે.

સાહિત્યમાં ઉલ્લેખ

[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા દેહના ચુરા માં આ ગામનો ઉલ્લેખ આવે છે. [] તે કથામાં આ ગામ એક બંદર હતું તેવો ઉલ્લેખ આવે છે. []

રાજુલા તાલુકાનું ભૌગોલિક સ્થાન અને ગામ


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૯૮.
  2. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૧ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-15.
  3. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૩ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-15.

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં પ્રકાશિત પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૯૮. માંથી લખાણ ધરાવે છે.