ચારોડીયા (તા. રાજુલા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ચારોડીયા
—  ગામ  —
ચારોડીયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°02′28″N 71°26′56″E / 21.041107°N 71.448824°E / 21.041107; 71.448824
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો રાજુલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,

ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

ચારોડીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજુલા તાલુકામાં આવેલું એક ગામ છે. ચારોડીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ,ડુંગળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચારોડીયા ગામ તાલુકામથક રાજુલા શહેરની ખૂબ નજીકમાં આવેલું છે આ કારણે ગામનાં લોકો નાના મોટા વેપાર-ધંધા તેમજ ઉદ્યોગોને લીધે રાજુલા સાથે સંકળાયેલા રહે છે. ગામની પશ્ચિમ દિશામાં ઘાણો નામની નદી આવેલી છે. પૂર્વમાં નાના ડુંગરોનો સમૂહ આવેલો છે જેને ગામનાં લોકો ધાર કહે છે.

રાજુલા તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ગામ

સંદર્ભ[ફેરફાર કરો]