દેપલા (તા. જેસર) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા તેમજ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
- જૈૈૈન દેેરાસર
- શિવજી મંદિર
- રામજી મંદિર
- ગેડી ખોડિયાાર માતાજી મંદિર
- મોમાઈ માતાજી મઢ
- રામાપીરનુ સ્થાન (તે જગ્યાએ દર્ગાહ બની છે.[સંદર્ભ આપો])
- બાપા સિતારામ મઢી
ઈ.સ. ૨૦૧૭માં ત્રીજા સર્વોચ્ચ નાગરીક સન્માન પદ્મભૂષણ મેળવનાર જૈન સાધુ આચાર્ચ રત્નસુંદરસૂરિનો જન્મ આ ગામમાં થયો હતો.