મોટી વાલઝર
Appearance
મોટી વાલઝર | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | વાંસદા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર |
બોલી | ધોડીયા |
મોટી વાલઝર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. મોટી વાલઝર ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, માધ્યમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. અહીંની મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી તેમ જ શાકભાજી છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. અહીંના લોકો ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.
આ ગામમાંથી ચિખલીથી વાંસદા, વઘઇ થઇને આહવા જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. આ ગામ આ માર્ગ પર કંડોલપાડા અને ખડકાલા (ભિનાર)ની વચ્ચે, કાવેરી નદીના કિનારા પર આવેલું છે. આ ઉપરાંત અહીંથી દક્ષિણ દિશામાં ઉપસળ, દુબળ ફળિયા, લિમઝર તરફ પાકો સડક માર્ગ જાય છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |