સભ્યની ચર્ચા:Hardhrol

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Hardhrol, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૨૯, ૩૧ જુલાઇ ૨૦૧૮ (IST)

ભાષાંતર[ફેરફાર કરો]

ગુજરાતી વિકિપીડિયામાં તમારું સ્વાગત છે. તમે બનાવેલો લેખ એકાનંશા સંપૂર્ણપણે મશીન ભાષાંતર છે. ભાષાંતર સાધન/Content Translation વાપરતી વખતે ધ્યાનમાં રાખો કે સંપૂર્ણ મશીન ભાષાંતર અહીં (અને બધા જ વિકિપીડિયા પર) અમાન્ય છે. એટલે લેખ પ્રકાશિત કરતાં પહેલાં તેને સુધારવાની જરૂર છે. તમે હજુ પણ તેમાં ફેરફાર કરી શકો છો અને લેખને યોગ્ય બનાવી શકો છો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૭:૫૩, ૨૩ ઓગસ્ટ ૨૦૧૮ (IST)

અર્જુન સિંહ જાડેજા[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી અર્જુન સિંહ જાડેજા ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૬, ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)

@Hardhrol:, વિકિપીડિયામાં વ્યક્તિ પોતે જ પોતાનો લેખ બનાવી શકતી નથી. આ માટે બીજો કોઇ વ્યક્તિ નોંધપાત્ર વ્યક્તિ માટે લેખ બનાવે (હા, સંદર્ભો સાથે) તો જ માન્ય છે. ગુજરાતી વિકિપીડિયામાં તમારું યોગદાન સરસ છે, જે માટે આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૮, ૩૦ ઓગસ્ટ ૨૦૧૮ (IST)

વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના[ફેરફાર કરો]

સ્વાગત. આપના યોગદાન બદલ આભાર. વિકિપીડિયા પર લેખો બનાવતી વખતે જે - તે માહિતીના સંદર્ભ આપવામાં આવે છે. લેખોમાં મૂકવા માટે સંદર્ભ સામગ્રીની જો જરૂર પડે તો આપ વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પાનાની મુલાકાત લઈ શકો છો. અહિં સભ્યો પોતાને જોઈતી માહિતી (પુસ્તકો અથવા સામયિકોમાંથી) માંગી શકે છે. આભાર. -Gazal world (ચર્ચા) ૨૦:૨૭, ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

હસ્તાક્ષર અંગે[ફેરફાર કરો]

નમસ્કાર. વિકિપીડિયા પર કોઈ પણ સભ્યની ચર્ચા કે પાનાની ચર્ચા પર સંદેશો મૂકતી વખતે હસ્તાક્ષર કરવાનુ ના ભૂલશો એવી વિનંતી છે. હસ્તાક્ષર કરવા માટે આપના મૂકેલા સંદેશાને અંતે (~~~~) મૂકવું. આમ કરવાથી આપના હસ્તાક્ષર આપોઆપ થઈ જશે. આભાર. -Gazal world (ચર્ચા) ૦૦:૪૬, ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

વધુમાં જ્યારે તમે કોઇ સભ્યના ચર્ચા પાના પર લખો ત્યારે માનવાચક શબ્દો વાપરવા વિનંતી છે. તારા, તારી અને છીનવાઇ જાશે -- એ વિકિપીડિયા યોગ્ય શબ્દો નથી. સભ્યતાથી વર્તન કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૧૮, ૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

નવા બનાવેલ પૃષ્ઠ વિષે[ફેરફાર કરો]

પ્રિય Hardhol, આપનું યોગદાન સરાહનિય છે. એક સૂચન કરવાનું કે જ્યારે આપ નવું પાનું બનાવો ત્યારે એમાં સંદર્ભ ઉમેરવાનું ન ભૂલવુ. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૧:૧૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

   અનિકેત આપનો આભાર, આપનું આ સુચન અમારા માટે મહત્વનું છે. આી રહેલી ક્ષણો દરમિયાન સબવક્ત઼ અમે આપના સુચનને ધ્યાનમાં રાખશું.--Hardhrol (ચર્ચા) ૧૩:૦૯, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

સંદર્ભ-સામગ્રી[ફેરફાર કરો]

આભાર. -Gazal world (ચર્ચા) ૧૪:૫૭, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

નવા લેખો અને જૂના લેખોમાં અપડેટ[ફેરફાર કરો]

તમે બનાવેલા નવાં લેખો માટે આભાર. વિકિપીડિયામાં સતત નવા લેખો બનાવવાનું અઘરું કામ કરવા બદલ પણ અાભાર. જોકે વિકિપીડિયામાં જ્યારે હાલની ઘટના વિશે તમે લેખ બનાવો ત્યારે તે ઘટના પૂર્ણ થાય ત્યાં સુધી તે લેખો અપડેટ કરતાં રહેવાનું રાખવું જરૂરી છે. દા.ત. એશિયા કપ ૨૦૧૮ અને લિટન દાસ. મારું સૂચન એ પણ છે કે જ્યાં સુધી લેખ પૂર્ણ ન થાય ત્યાં સુધી નવો લેખ બનાવવાનું હાથ પર ન લો. જેથી બીજા કોઇ સભ્યોને તેમાં હસ્તક્ષેપ કરવો ન પડે તેમજ તે લેખ સરસ બને. આશા છે કે આપ આ સૂચનનો અમલ કરશો. કંઇ પણ મુશ્કેલી જણાય તો મને અથવા અન્ય સભ્યો કે પછી ચોતરા પર પૂછવું. જય વિકિપીડિયા, જય ગુજરાત! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૨૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

@Hardhrol: સંસ્કૃતિકરણ લેખમાં વાક્ય અધૂરું છે. તે પૂર્ણ કરવા વિનંતી છે. મહેરબાની કરીને શરૂ કરેલો લેખ પૂરો કરીને બીજા લેખો હાથમાં લેશો જેથી ગુજરાતી વિકિપીડિયા માત્ર અધૂરા-અપૂર્ણ લેખોનો ઓનલાઇન સંગ્રહ ન બની જાય! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૨૯, ૬ જૂન ૨૦૧૯ (IST)
લેખ સુધારવા પર ધ્યાન આપવા વિનંતી સાથે સારા ફેરફારો પણ પાછા ન ફેરવવા વિનંતી છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૦૯, ૬ જૂન ૨૦૧૯ (IST)

લેખો અંગે[ફેરફાર કરો]

આપના યોગદાન બદલ આભાર. આપ ખૂબ પ્રસંશનીય કામ કરી રહ્યા છો. મેં જોયું કે આપ જે લેખો બનાવી રહ્યાં છો, તે લેખો પ્રમાણમાં ખૂબ જ નાના છે. દાખલા તરિકે, વિક્રમોર્વશીયમ્ એક જ લાઇનનો લેખ છે. જેને 'લેખ' પણ કહી શકાય એમ નથી. મારું સૂચન છે કે આપ થોડીક વધું મહેનત કરીને, થોડુંક વધું સંશોધન કરીને લેખમાં વિગતો ઉમેરો. વિક્રમોર્વશીયમ્ લેખમાં કથાવસ્તુ (પ્લોટ) તેમજ તેના વિશે હજું અન્ય વિગતો ઉમેરી શકાય એમ છે.

આપ વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પર વિનંતી મૂકશો તો વિક્રમોર્વશીયમ્ વિશે 'ગુજરાતી વિશ્વકોશ'માંથી માહિતી હું આપને મોકલી આપીશ. આભાર. Gazal world (ચર્ચા) ૨૧:૩૦, ૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Wikipedia Asian month 2018[ફેરફાર કરો]

Hi user Hardhrol,

Sorry to write in English.

I would like you to take a initiative and organize a online edit-a-thon called the Wikipedia Asian Month on your wikipedia. Almost all the Indian language wikipedias have registered and we would love if Gujarati Wikipedia also takes part in it. It's the 5th edition and already 35+ wikimedia projects have come forward and registered for it. If you are interested in hosting this event on Gujarati Wikipedia please notify me with a ping or message on my talkpage. I will assist you with all the necessary help you need.

Thanking you,

--Tiven2240 (ચર્ચા) ૧૦:૦૮, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)(WAM international team)

Thank you for your acceptance. First it would be great if you give me a translation of the following text wikipedia Asian month 2018 --Tiven2240 (ચર્ચા) ૧૦:૫૭, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Welcome organizer[ફેરફાર કરો]

I created a page called as વિકિપીડિયા:વિકિપીડિયા એશિયાઈ માસ ૨૦૧૮ feel free to translate it to gujarati. Take help of administrators or contact me if you need any help. And don't forget to add your name in the organiser section. Thanks. --Tiven2240 (ચર્ચા) ૧૧:૧૩, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Don't forget to add your wikipedia to our list. You can find it here. Add it in Communities and Organizers section. --Tiven2240 (ચર્ચા) ૧૧:૧૮, ૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

પાના નંબર ઉમેરવા વિનંતી[ફેરફાર કરો]

આપે પિશાચ લેખમાં સંદર્ભ તરીકે મૂકેલ પુસ્તકનો પાના નંબર સંદર્ભમાં ઉમેરવા વિનંતી. પુસ્તક અહિં ઉપલબ્ધ છે. આભાર. -Gazal world (ચર્ચા) ૧૪:૦૯, ૧૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Allu Arjun[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી Allu Arjun ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૪૩, ૧૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

આભાર[ફેરફાર કરો]

નવા લેખો બનાવવા અને જુના લેખોમાં સુધારા-ઉમેરા કરીને વિકિપીડિયામાં યોગદાન આપવા બદલ હૃદયપૂર્વક આભાર. આપ વધુમાં વધુ યોગદાન કરતા રહો તેવી આશા. મદદની જરૂર પડે મને અને અન્ય મિત્રોને મેસેજ કરશો. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં લેખો ભાષાંતર કરવાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. આપ ભાષાંતર માટે તેનો ઉપયોગ કારી શકો છો. -Nizil Shah (ચર્ચા) ૧૦:૨૭, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

ચર્ચા[ફેરફાર કરો]

વિકિપીડિયા:ચોતરો#RFC:સગવડો, મુખ્ય_વ્યવસાય, મુખ્ય ખેતપેદાશ તમામ ગામના લેખમાંથી દૂર કરવા બાબત આપનો મત આપશો.-Nizil Shah (ચર્ચા) ૧૯:૨૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)

ફેરફારોનો સારાંશ[ફેરફાર કરો]

ફેરફારો કરતી વખતી અન્ય ભાષાના શબ્દો જેવાં કે نیا مضمون ની જગ્યાએ ગુજરાતી શબ્દો-વાક્યો વાપરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૮, ૨૦ એપ્રિલ ૨૦૧૯ (IST)

પ્રતિબંધ અંગે[ફેરફાર કરો]

આપના પર એડમિન દ્વારા (હું એડમિન નથી) એક માસ માટે કામચલાઉ (ટેમ્પરરી) પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે આપે અન્ય સભ્યો જોડે મતભેદમાં તંદુરસ્ત ચર્ચાના બદલે એડિટ રિવર્ટ કર્યા કરી છે અને ચર્ચા:સંસ્કૃતિકરણ પર બિલકુલ અયોગ્ય ભાષામાં જવાબ અને વર્તન છે. તોછડી ભાષા અને કોઈની વાત ન સાંભળવી એ વિકિપીડિયાના સહિયારા કામમાં તદ્દન અયોગ્ય છે અને તેને જરાય ચલાવી લેવામાં આવશે નહીં. આ ટીમવર્ક છે અને ટીમની જેમ સાથે લઈને ચાલવું પડે. ચર્ચા પાનું ચર્ચા કરી ઉકેલ શોધવા માટે છે. ઉર્દુમાં જવાબ આપવા/નોંધ લખવી અને ચર્ચા ન કરી મન ફાવે તેમ કરવું અયોગ્ય છે. આવું તમે ફરી ફરીને આહીર, સાસાની સામ્રાજ્ય અને બીજા કેટલાય પાને કરેલું છે. બીજાની એડિટ ઉલ્ટાવતા પૂર્વે શા માટે ઉલ્ટાવી એનો જવાબ લખવો જોઈએ અને જરૂર પડે ચર્ચા કરવી જરૂરી છે. આપે તેમ ન કરેલ હોવાથી પ્રતિબંધ મુકાયો છે. આશા છે કે આપ આથી સુધરીને એક માસ બાદ વધુ સારા સભ્ય બની યોગદાન આપશો. જ્ઞાતિ વિષયો અંગે આપ હવે એડિટ ન કરો અને અન્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી સારું યોગદાન કરવા મારી સલાહ છે. વિકિપીડિયા પર કોઈ વાતને અંગત ન લેતા મોટા દિલે ભૂલ સ્વીકારી ભૂલ સુધારવાથી ઘણો ફાયદો છે. અહીં શીખવા ઘણું મળશે પણ સ્વભાવ અને વર્તનમાં ચૂક ચલાવી નહિ લેવાય. -Nizil Shah (ચર્ચા) ૨૦:૧૮, ૧૭ જુલાઇ ૨૦૧૯ (IST)