લખાણ પર જાઓ

સુરેન્દ્રનગર જિલ્લો

વિકિપીડિયામાંથી
(સુરેન્દ્રનગર જીલ્લો થી અહીં વાળેલું)
સુરેન્દ્રનગર જિલ્લો

ઝાલાવાડ
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°44′N 71°31′E / 22.73°N 71.51°E / 22.73; 71.51
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકસુરેન્દ્રનગર
વિસ્તાર
 • કુલ૧૦,૪૮૯ km2 (૪૦૫૦ sq mi)
ઊંચાઇ
૫૪૭ m (૧૭૯૫ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૭,૫૬,૨૬૮
 • ગીચતા૧૪૪.૪૫/km2 (૩૭૪.૧/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિનકોડ
૩૬૩૦૩૧
ટેલિફોન કોડ૦૨૭૫૨
વાહન નોંધણીGJ-13
જાતિદર[]૦.૯૩૦ /
સાક્ષરતા[]૭૨.૧૩%

સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતના મધ્ય સ્થાને આવેલ છે. આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્યમથક છે. ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે.

સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તર અક્ષાંશ ૨૨.૦૦ થી ૨૩.૦૫ અને પૂર્વ રેખાંશ ૬૯.૪૫ થી ૭૨.૧૫ વચ્ચે આવેલો છે. પૂર્વે અમદાવાદ, પશ્વિમે મોરબી, ઉત્તરે પાટણ-મહેસાણા અને કચ્છ તથા દક્ષિણે બોટાદ અને રાજકોટ જિલ્લાઓ આવેલા છે. આ જિલ્લાની વસ્તી ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૭,૫૫,૮૭૩ ની છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૧૦,૪૮૯ ચોરસ કિ.મી. છે.

જળસ્રોત

[ફેરફાર કરો]
  • નદીઓ - મુખ્યત્વે ભોગાવો, ફલકુ અને ઉમઈ નદીઓ.
  • નહેરો - નર્મદા કેનાલ.
  • જળાશયો - ધોળીધજા ડેમ, બ્રાહ્મણી ડેમ, ફલકુ ડેમ, વાસલ ડેમ, થોળીયાળી ડેમ.
  • તળાવો - જોગાસર, ચંદ્રાસર, રામસાગર, ધરમ, છાલિયા, લટૂડા, તળાવ.

ઉદ્યોગો

[ફેરફાર કરો]

મુખ્ય ઉદ્યોગ બેરીંગ, મશીનરી અને દવાઓ બનાવવાનો છે. આ જિલ્લામાં આવેલા થાનમાં સીરામિક અને ધ્રાંગધ્રા કેમીકલ્સ DCW, દસાડામાં મીઠાંના મુખ્ય ઉદ્યોગો આવેલા છે. આ ઉપરાંત જિલ્લામાં નાના મોટા થઇને કુલ ૭૫૪ ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગો રોજગાર ક્ષેત્રે મહત્વનું યોગદાન આપે છે.

કૃષિ, પશુપાલન અને ડેરી

[ફેરફાર કરો]

સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧,૯૫,૦૭૬ હેકટર પૈકીના કુલ ૧,૫૭,૪૬૬ હેકટર જમીન વાવેતર લાયક વિસ્તાર જમીન છે. આ જિલ્લાની મહદ્અંશે જમીન સમતલ અને ગોરાડું છે. આ જિલ્લાનો મુખ્ય પાક કપાસ છે. જેમાં બાજરી, જુવાર, કાકડી, ઘઉં, એરંડા, કપાસ, જીરું, ચણા, મગ, તલ, રાઇ, મરચા વગેરે પાકો થાય છે.

ઇ.સ. ૧૯૯૭ની ગણતરી મુજબ કુલ ૨,૭૧,૫૬૫ ગૌધન દેશી અને વિદેશી ઓલાદનાં છે. તેમજ ભેંસો - ૧,૬૫,૧૯૭, ઘેંટાં ૯૯,૫૭૨, બકરાં ૧૬,૪૪૫૮, ગધેડા ૨,૦૯૫, ઊંટ ૪૪૬ એ રીતનું પશુધન છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધ ડેરી નીચે કુલ ૧૭૮ દૂધ મંડળીઓ ઊભી કરી સમગ્ર જિલ્લામાંથી દૂધ સુરેન્દ્રનગર શહેર ખાતે મુખ્ય ડેરી ખાતે લાવવામાં આવે છે.

મુખ્ય ખનીજ

[ફેરફાર કરો]

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કાર્બોસેલ અને ગ્રેનાઇટ ખનીજ મળી આવે છે.

શિક્ષણ

[ફેરફાર કરો]
  • પ્રાથમિક શાળાઓ - ૪૮૯૧
  • માધ્યમિક શાળાઓ - ૧૫૨૨
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૪૯
  • કૉલેજો - ૬૦
  • પોલિટેક્નિક કૉલેજ - ૧

આ ઉપરાંત પી.ટી.સી., ફાર્મસી, એન્જિનિયરિંગ, મેડિકલ, બી.એડ. કૉલેજ પણ જિલ્લામાં આવેલ છે.

શાસકીય

[ફેરફાર કરો]

સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૦ તાલુકા પંચાયત અને ૫૩૯ ગ્રામ પંચાયતો આવેલી છે. ઉપરાંત ધ્રાંગધ્રા, વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, થાન અને ચોટીલા એમ કુલ ૭ નગરપાલિકાઓ આવેલ છે.

તાલુકાઓ

[ફેરફાર કરો]

રાજકારણ

[ફેરફાર કરો]

સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીંબડી અને વઢવાણ એમ કુલ ૫ વિધાનસભા મત વિસ્તાર આવેલ છે અને એક લોકસભા મત વિસ્તાર છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૬૦ દસાડા (SC) પી. કે. પરમાર ભાજપ
૬૧ લીમડી કિરિટસિંહ રાણા ભાજપ
૬૨ વઢવાણ જગદીશ મકવાણા ભાજપ
૬૩ ચોટિલા શામાભાઇ ચૌહાણ ભાજપ
૬૪ ધ્રાંગધ્રા પ્રકાશભાઇ વારમોરા ભાજપ

જાણીતી વ્યક્તિઓ

[ફેરફાર કરો]

સાહિત્યકારો

[ફેરફાર કરો]

કવિ દલપતરામ, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ પંચોળી, કુમારપાળ દેસાઈ, કુન્દનિકા કાપડિયા, જયંત કોઠારી, લાભશંકર ઠાકર, ભાનુભાઈ શુક્લ, મીનપિયાસી, પ્રજારામ રાવળ, લાભશંકર રાવળ "શાયર", અમૃત ત્રિવેદી "રફિક", દિલીપ રાણપુરા, દેવશંકર મહેતા, રમેશ આચાર્ય, એસ.એસ.રાહી, હર્ષદ ત્રિવેદી, બિન્દુ ભટ્ટ, બકુલ દવે, ગિરીશ ભટ્ટ વગેરે ખ્યાતનામ સાહિત્યકારો સુરેન્દ્રનગર સાથે જોડાયેલાં છે

લોક કલાકારો

[ફેરફાર કરો]

બાબુભાઈ રાણપુરા, બચુભાઈ ગઢવી, માનભાઈ ગઢવી, વશરામભાઈ પરમાર, શાહબુદ્દીન રાઠોડ, હરસુર ગઢવી, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રિવેદી, મનુભાઈ ગઢવી, હેમુ ગઢવી, પુંજલભાઈ રબારી, સુરેશ રાવળ, ભીખાલાલ મોજીદડવાળા, ઇસ્માઈલ વાલેરા, કાનજી ભુટા બારોટ, વાઘજી રબારી વગેરે સુરેન્દ્રનગરના લોક-સાહિત્યકાર છે.

વાઇલ્ડ-લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇન્ડીયા, દેહરાદુન ખાતેના પ્રાધ્યાપક યાદવેંદ્રદેવ વી. ઝાલા અને અભિનેત્રી ડીમ્પલ કાપડીયા, ગાયક કલાકારો પંકજ ઉધાસ અને મનહર ઉધાસ, સંજય ગઢવી વગેરે સુરેન્દ્રનગર સાથે સંબંધીત વ્યક્તિઓ છે. તસવીરકાર ઝવેરીલાલ મહેતા પણ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની છે. ઉ૫રાંત ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ડો. સામ પિત્રોડા હળવદના ટિકર ગામના વતની છે. ભગવતીપ્રસાદ પ્રેમશંકર ભટ્ટ એ હવેલી સંગીતના પ્રખર ગાયક કે જેમની ગાયકી આજે પણ રેડીઓ પર પ્રસારિત થાય છે અને તેમનું લખેલું પુસ્તક પુષ્ટિ સંગીત પ્રકાશ ખૂબ પ્રચલિત થયું છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
તીર્થધામ
  • વિહત માં મંદિર, નાના અંકેવાળીયા, લખતર
  • વિહત મા મંદિર, દુદાપુર, ધ્રાંગધ્રા
  • બુટ ભવાની મંદિર, મોટા અંકેવાડીયા
  • મોમાઈ માં મંદિર, વાવડી
  • મોમાઈ માં મંદિર સેડલા, પાણકુટા પરીવાર
  • ચરમાળીયાદાદાનું મંદિર,ચોકડી
  • ખિમદાસબાપુની સમાધી,ચોકડી
  • ભગવાન સ્વામિનારાયણનું બહુચરેશ્વર મંદિર
  • મહાવીર સ્વામીના પગલા, વઢવાણ
  • સ્વામિનારાયણ મંદિર, વઢવાણ
  • બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર, જંકશન રોડ, સુરેન્દ્રનગર
  • રાણકદેવીનું મંદિર, વઢવાણ
  • હવા મહેલ, વઢવાણ
  • ચામુંડા માતાનું મંદિર, ચોટીલા
  • ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર, તરણેતર
  • મેલડી માતાનું મંદિર, સરા
  • જૈનતિર્થ, ડોળીયા અને શીયાણી
  • સામુદ્રી માતાનું મંદિર, સુંદર ભવાની
  • લાલજી મહારાજની જગ્યા, સાયલા
  • માંડવરાયજી મંદિર, મુળી
  • સ્વામિનારાયણ મંદિર, મુળી
  • રાજરાજેશ્વરી માતાનું મંદિર, ઝીંઝુવાડા
  • ધામા (શાક્તિ માતાજી પ્રાચિન મંદિર)
  • દુધરેજ (શ્રી વડવાળા દેવ)
  • સાપકડા (બુટભવાની મંદિર)
  • સ્વામિનારાયણ મંદિર ચરાડવા
  • બ્રાહ્મણી બંધ મેરુપર
  • વણા (શાક્તિ માતાજી પ્રાચિન મંદિર)
  • નથુરામ શર્માનો આશ્રમ, મોજીદડ
  • ગુરુકુળ, ધ્રાંગધ્રા
  • જોગાસર, ધ્રાંગધ્રા
  • ગણપતિ ફાટસર, વઢવાણ
  • રામદેવપીર મંદિર, પીપલી
  • મંગળ ભારતી ચેતન સમાધી (હડાળા ભાલ)
  • વીર ડોહા બાપા ગાયોની રક્ષા કાજે શહીદ (હડાળા ભાલ)
  • નગટીવાવ મેલડીમાં નું મંદીર, વઢવાણ
  • જળીયા મહાદેવ મંદીર, ચોટીલા
  • દેશળ ભગતની જગ્યા, ધ્રાંગધ્રા
  • નાગાબાવાની જગ્યા, ધ્રાંગધ્રા
  • હામપરવાળી માં મેલડી.હામપર
  • લાખા ગોરલ(સોન)ના પાળીયા દેહગામ (પિપરી)
  • વાછરા દાદા મંદિર, વિર વચ્છરાજ બેટ, ધ્રાંગધ્રા રણ મધ્ય.
  • શક્તિ માતાજી પ્રાગટ્ય ધામ, પાટડી
પર્યટનસ્થળો
લોકમેળા
  • તરણેતરનો મેળો
  • લીંબડીનો મેળો
  • અષાઢી બીજનો મેળો
  • વિસત માતાનો દિવાસાનો મેળો, આદરીયાણા
  • દેરિયાળિ મેળો, રણિજતગઢ
  • નારીચાણા મેળો, નારીચાણા
  • એકદંતા ગણપતિનો મેળો, ભાદરવા સુદ ૪, ધ્રાંગધ્રા-જોગાસર તળાવ.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Surendranagar District Population Religion - Gujarat, Surendranagar Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-03-26 પર સંગ્રહિત. મેળવેલ ૮ જાન્યુઆરી ૨૦૧૮.
  2. "સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ખાતે ગણેશચોથના દિવસે જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતીનો મેળો". ૧૫ મે ૨૦૧૬. મેળવેલ ૫ સપ્ટેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]