કીલાદ (નાની વઘઇ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કીલાદ (નાની વઘઇ)
—  ગામ  —

કીલાદ (નાની વઘઇ)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′58″N 73°21′43″E / 20.766135°N 73.362028°E / 20.766135; 73.362028
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
તાલુકો વાંસદા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી , પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ડાંગર, શેરડી, કેરી, શાકભાજી, તુવર
બોલી કુકણા, ધોડીયા

કીલાદ (નાની વઘઇ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકીના એક એવા વાંસદા તાલુકાનું ગામ છે. કીલાદ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામની વસ્તી લગભગ ૧૦૦ ટકા આદિવાસીઓની છે. અંહીના લોકો કુકણા બોલી અને ધોડીયા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, શેરડી, તુવર, નાગલી, અડદ, વરાઇ તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે.આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.

નાની વઘઇ ખાતે જૂના પૂલ પાસેથી ઓગસ્ટ ૧૬, ૨૦૦૮ના દિવસે કાંઠાભેર વહેતી અંબિકા નદી

વાંસદાથી વઘઇ જતાં રાજ્ય ધોરી માર્ગ નં.૧૪ પર વઘઇથી ૨ કિલોમિટરના અંતરે, અંબિકા નદીના કિનારે આ ગામ આવેલું છે. આ ગામ ડાંગ જિલ્લા તરફ જવાના રસ્તા પરનું વાંસદા તાલુકાનું તેમ જ નવસારી જિલ્લાનું છેલ્લું ગામ છે, અંહીથી ડાંગ જિલ્લાની શરૂઆત થાય છે.

ગુજરાત સરકારના વન વિભાગ તરફથી અહીં પ્રકૃતિ શિક્ષણ શિબિર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. આ ગામ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની દક્ષિણ - પૂર્વ દિશામાં આવેલું છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ( વન્ય પ્રાણી અભયારણ્ય)માં અહીંથી પ્રવેશ કરી શકાય છે.

નાની વઘઇ ગામ ખાતે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવેશદ્વાર

અંહી અંબિકા નદીના પાણીની વચ્ચે આવેલા પત્થર પર આવેલું હનુમાનજીદાદાનું સ્થાનક ભક્તોની શ્રધ્ધાનું અનેરું કેન્દ્ર છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]