કુંકાવાવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મોટી કુંકાવાવ
—  ગામ  —
મોટી કુંકાવાવનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°37′57″N 70°58′51″E / 21.632365°N 70.980946°E / 21.632365; 70.980946
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો કુંકાવાવ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

કુંકાવાવ કે મોટી કુંકાવાવ, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ પરથી તાલુકાનું નામ કુંકાવાવ પડ્યું છે, જેનું મુખ્યમક વડીયા છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ ગામ લીંબા દેવાણીએ વસાવ્યું હોવાની નોંધ મળે છે.[૧]

સાહિત્યમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા રખાવટ માં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૨] તે વાર્તા અનુસાર આ ગામના એક ખેડૂતે, દેરડી તરફ પ્રવાસ કરી રહેલા, ભૂખથી પીડાતા ગોંડલના ઠાકોર સંગ્રામજીના કુંવર પથુભાને ભોજન કરાવ્યું હતું. તેના બદલામાં કુંવરે આ ગામની ચાર વાડી પટેલને ઈનામમાં આપી. પરંતુ કુંવર ભૂલી ગયા કે આ ગામ તેમના તાબામાં ન હતું. તે તેમના કાકા જગા વાળાના તાબાનું ગામ હતું. પરંતુ તેમના કાકાએ તેમના વેણની રખાવટ કરી અને કુંવરે ઈનામમાં આપેલી જમીન ખેડૂતને આપી દીધી. પોતાના ભાઈની આવી દિલેરી જોઈ ગોંડલના ઠાકોર સંગ્રામજીએ તેમની અને જગા વાળાની વચ્ચે ચાલતો પેડલા ગામની જમીનનો વિવાદ મટાડાતા તે જમીન જગા વાળાને આપી.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે. સંદર્ભ:લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ
  2. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૮૧ - વિકિસ્રોત". gu.wikisource.org. Retrieved 2019-08-02. Check date values in: |accessdate= (મદદ)
  3. "રસધાર ૫/રખાવટ - વિકિસ્રોત". gu.wikisource.org. Retrieved 2019-08-02. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]