કુંતાશી (તા.માળિયા-મિયાણા)
કુંતાશી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°32′36″N 70°21′11″E / 22.5432°N 70.3530°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મોરબી |
તાલુકો | માળિયા (મિયાણા) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
કુંતાશી (તા. માળિયા-મિયાણા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા માળિયા (મિયાણા) તાલુકામાં આવેલું એક ગામ છે. કુંતાશી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]કુંતાશી સિંધુ ખીણની સંસ્કૃતિનું (સ્થાનિકોમાં બીબીનો ટીંબો તરીકે જાણીતું) સ્થળ અને બંદર છે.[૧] આ ટીંબો ફુલ્કી નદીના જમણા કાંઠે કુંતાશીથી લગભગ ૩ કિમીના અંતરે નૈઋત્ય દિશાએ[૨] અને મોરબીથી ૩૦ કિમીના અંતરે આવેલો છે. તે હાલના નદી કાંઠાથી ૫ કિમી દૂર છે. આ સ્થળની પ્રથમ ખોજ પી.પી. પંડ્યા દ્વારા થઇ હતી અને ત્યારબાદ વિસ્તૃત સંશોધન વાય. એમ. ચિતલવાલા વડે થયું હતું. ખોદકામમાં બે સમયગાળાની માહિતી મળી હતી. પ્રથમ સમયગાળો હડપ્પીય સમયગાળો (આશરે ઇ.સ. પૂર્વે ૨૨૦૦-૧૯૦૦) અને બીજો સમયગાળો પાછળનો હડપ્પીય સમયગાળો (આશરે ઇ.સ. પૂર્વે ૧૯૦૦-૧૭૦૦) તરીકે ઓળખાયો છે.[૩] આ સ્થળ બંદર અને ઉત્પાદન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવ્યું છે.[૧]
વિસ્તાર
[ફેરફાર કરો]કુંતાશીમાં ૨ હેક્ટર વિસ્તાર ધરાવતું કોટવાળું નગર અને કોટ વગરનાં પરાં હતા.[૪] પશ્ચિમ બાજુની દિવાલની સમાંતર પથ્થરોથી બનેલો મંચ હતો. આ સ્થળ યોજનાબદ્ધ વસવાટ ધરાવતું હતું અને માલના ઉત્પાદન, સંગ્રહ અને વ્યવહાર માટે બનાવાયું હતું.[૫]
સ્થાપત્ય
[ફેરફાર કરો]ખોદકામ મુજબ આ સ્થળ બે ભાગ ધરાવે છે, બે હેક્ટરનો કોટવાળો વિસ્તાર અને દિવાલની બહારનો પરાં વિસ્તાર. પશ્ચિમ બાજુની દિવાલને સમાંતર મંચ આવેલો હતો અને તેની બાજુમાં કોટ વિસ્તારની અંદર મોટું ઔદ્યોગિક સંકુલ અને સંગ્રહ કરવા માટે વખારોની વ્યવસ્થા હતી. મધ્યમાં ઓરડા અને અંગત રસોડું ધરાવતું ઘર મળી આવ્યું છે. અન્ય ઘરો કોટ વિસ્તારની ઉત્તર અને પશ્ચિમ દિશાએ હતા, જે મોટા ભાગે ચોરસ મકાનો હતા. કુંતાશીના ઘરો પથ્થરના પાયા ધરાવતા હતા અને દિવાલો માટીની પણ હડપ્પીય સંસ્કૃતિ કરતાં પ્રમાણમાં મોટી હતી. નૈઋત્ય ખૂણામાં એક મોટો અલગ ઓરડો મળ્યો છે, જે મોટાભાગની વસ્તીના રસોડાં માટે વપરાતો હશે. મકાનોની બહાર મોટી ખૂલ્લી જગ્યા જોવા મળી છે. કુંતાશીમાં સિંધુ સંસ્કૃતિના અન્ય મોટા નગરો જેવાં કે કાલીબંગન, ધોળાવીરા, બાનાવલી વગેરેની જેમ કિલ્લેબંધી જોવા મળી નથી.[૬]
દિવાલ
[ફેરફાર કરો]કુંતાશીને ફરતે બે દિવાલો હતી જે ઇંટ અને માટીની બનેલી હતી અને બંને વચ્ચે ૨૦ મીટરની જગ્યા હતી.[૭] નગરના નૈઋત્ય ખૂણે મિનારો આવેલો હતો અને પૂર્વ બાજુએ સંત્રીઓ સહિતનો દરવાજો હતો, જે કદાચ કોટ વિસ્તારમાં લોકોના આવાગમના નિયંત્રણ માટે હતો.[૮]
મળેલી ચીજવસ્તુઓ
[ફેરફાર કરો]ચિત્રો વાળા માટીના વાસણો, પથ્થરના બે નળાકાર લંગરો દરિયાઇ પ્રવૃત્તિઓનું સૂચન કરે છે.[૯]
મહત્વ
[ફેરફાર કરો]કુંતાશી સિંધુ ખીણની સંસ્કૃતિના અન્ય સ્થળ લોથલ જેવું જ પણ નાના પાયાનું બંદર હતું.[૧] આ સ્થળે મોટા પ્રમાણમાં નીલમ પથ્થરો મળી આવ્યા હતા, જે સૂચવે છે કે તેની મેસેપોટેમિયામાં નિકાસ થતી હતી, કારણ કે સિંધુ સંસ્કૃતિના સ્થળોથી મેસેપોટેમિયામાં નીલમની નિકાસ મહત્વની હતી.[૧] એવું પણ મનાય છે કે અહીંથી લોથલ સુધીનો વ્યાપારી ભૂમિ માર્ગ રંગપુર થઇને જતો હતો.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ McIntosh, Jane (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, California: ABC-CLIO. પૃષ્ઠ ૧૭૩. ISBN 9781576079072.
- ↑ Gaur, A.S.and K.H. Vora (૧૦ જુલાઇ ૧૯૯૯). "Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences". Current Science.
- ↑ Ray, Niharranjan (gen. ed.) (2000). A Sourcebook of Indian Civilization, Kolkata: Orient Longman, ISBN 81-250-1871-9, p.569
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO. Page 220
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO. Page 221
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO. Page 226
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO. Page 224
- ↑ McIntosh, Jane.(2008) The Ancient Indus Valley, New Perspectives. ABC-CLIO. P 224
- ↑ Ancient shorelines of Gujarat, India, during the Indus civilization (Late Mid-Holocene): A study based on archaeological evidences by A. S. Gaur and K. H. Vora.Marine Archaeology Centre, National Institute of Oceanography,