તેરવાડા (તા. કાંકરેજ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
તેરવાડા
—  ગામ  —

તેરવાડાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો કાંકરેજ
વસ્તી ૯,૦૫૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૩૦ /
સાક્ષરતા ૫૧.૮૮% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

તેરવાડા (તા. કાંકરેજ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ છે. તેરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

તેરવાડા એક સમયે મોટા પ્રદેશનું મુખ્ય મથક હતું જેની બાજુમાં દિયોદર વસેલું હતું અને તેના શાસકો ભિલરિયા વાઘેલાઓ હતા. અમદાવાદની ગુજરાત સલ્તનતના સમયમાં તેરવાડા રાધનપુર, મોરબી, સમી, મુંજપુર કાંકરેજ, સાંતલપુર અને થરાદની સાથે ફતેહ ખાન રુસ્તરા ખાન બલોચ, જેઓ સિંધથી આવેલા સૂબા હતા, તેમના શાસન હેઠળ આવ્યું. અઢારમી સદી સુધી તેરવાડા મુખ્ય મથકના હોદ્દા સાથે બલોચ કુટુંબના શાસન હેઠળ રહ્યું અને ત્યાર બાદ નવાબ કમલ-ઉદ-દીન ખાન બાબીના શાસન હેઠળ આવ્યું જેને પાલનપુરના ઝાલોરી વંશના વાઇસરોય મુબારિઝ-ઉલ-મુલ્ક (૧૭૨૩ - ૧૭૩૦) દ્વારા સ્થાપિત કરવમાં આવ્યો હતો.[૨]

૧૮મી સદી દરમિયાન બાબી કુટુંબ દ્વારા ઉમેરેલા થોડા ભાગ સિવાય તેરવાડાના મોટાભાગના ગામો અલગ પડી ગયા. ૧૯મી સદી સુધીમાં પહેલાના તેરવાડાના ૧૦૪ ગામોમાંથી માત્ર ૧૬ ગામો જ બાકી રહ્યા. આને કારણે ૧૮૨૨માં રાધનપુરના નવાબ દ્વારા બલોચ ખાનની જગ્યાએ ઠાકોર નથુ ખાનને ગાદી સોંપવામાં આવી હતી.[૨]

૧૮૨૦ના દાયકામાં તેરવાડાએ બ્રિટિશ સરકાર સાથે સંધિ કરી અને તે બોમ્બે પ્રેસિડેન્સીની પાલનપુર એજન્સી હેઠળ આવ્યું,[૩] જે ૧૯૨૫માં બનાસકાંઠા એજન્સી બની. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી બોમ્બે પ્રેસિડેન્સીનું બોમ્બે રાજ્યમાં પુન:ગઠન થયું. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થતા તે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવ્યું.

ધાર્મિક સ્થળો/લોકવાયકા[ફેરફાર કરો]

ગામમાં ચેહર માતાનું મંદિર અને ગંગાજળીયો કુવો (વાવ) આવેલી છે. થોડા કિલોમીટરના અંતરે ઓગડનાથજીનું મંદિર આવેલું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. "Tervada Village Population, Caste - Kankrej Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૩૩૭.
  3. Chisholm 1911, p. ૭૮૫.

પુસ્તકો[ફેરફાર કરો]

  • Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૩૭. Check date values in: |year= (મદદ)
  •  ચિશ્લોમ, હ્યુજ, સંપા. (૧૯૧૧). "Santalpur" . એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા. ૨૨ (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Check date values in: |year= (મદદ)


PD-icon.svg આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. pp. ૩૩૭. Check date values in: |year= (મદદ) માંથી લખાણના અંશો ધરાવે છે.