બિલેશ્વર (તા. રાણાવાવ)

વિકિપીડિયામાંથી
બિલેશ્વર
—  ગામ  —
બિલેશ્વરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°46′49″N 69°47′11″E / 21.780384°N 69.786265°E / 21.780384; 69.786265
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
તાલુકો રાણાવાવ
વસ્તી ૧,૭૪૮[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

બિલેશ્વર (તા. રાણાવાવ)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા રાણાવાવ તાલુકામાં આવેલું એક ગામ છે. બિલેશ્વર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.

ભૂગોળ[ફેરફાર કરો]

આ ગામ બિલેશ્વરી નદી પર બરડા ટેકરીની પૂર્વ તરફ આવેલું છે.

બિલ ગંગા નામની નદી બરડા ટેકરીઓમાંથી નીકળીને આ ગામની પાસેથી વહે છે. આગળ જતાં તે ખીરસરા આગળ મીણસાર નદીને મળે છે.[૨]

જન સંખ્યા[ફેરફાર કરો]

ઈ.સ. ૧૮૭૨ની વસ્તી ગણતરી દરમાન અહીંની જનસંખ્યા ૧૭૨ હતી જ્યારે ઈ.સ. ૧૮૮૧માં તે ૨૧૧ જેટલી હતી.[૨] ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બિલેશ્વર ગામ ૧,૭૪૮ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે.[૧]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

બિલેશ્વર મહાદેવ મંદિર[ફેરફાર કરો]

બિલેશ્વર મહાદેવ મંદિર એ પ્રાચીન કાળનું સુંદર રીતે સંવર્ધિત મંદિર છે. આસ પાસના ક્ષેત્રના રબારી અહીં ઘણી આસ્થા ધરાવે છે અને કેટલાંય ઘીના દીવા જોઈ શકાય છે. તેમાંનો એક પોરબંદરના રાણા તરફથી પ્રગટાવાય છે.[૨]આસપસના જિલ્લાના ચારણ અને રબારીઓ તેમનું એક દિવસનું માખણ આ મંદિરને ભેટ ધરે છે અને મંદિરના બાવા તે મેળવવા ઓખામંડળ સુધી જાય છે.[૨]

ઇતિહાસ

પોરબંદર રજવાડાએ આ મંદિરને અમુક જમીન અને નવાનગર રજવાડાએ સજડીયાળી ગામ આ મંદિરને ધર્માદામાં આપ્યું હતું.

દંતકથા

એવું કહેવાય છે કે મુસ્લિમ સેનાએ ગામને કબ્જે કરી લીધું હતું અને શિવલિંગને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ શિવલિંગ જાતે જ ફાટ્યું અને તેમાંથી મધમાખીઓ નીકળી અને સેના પર હુમલો કર્યો અને કેટલાય સૈનિકો માર્યા ગયા.[૨]

બિલેશ્વરનું મૂળ કૃષ્ણ સુધી જાય છે. સત્યભામાએ કૃષ્ણને પારિજાત વૃક્ષ મેળવવા કહ્યું, જે માત્ર ઇંદ્રના બગીચામાં થતું હતું. કૃષ્ણએ નારદ મુનિને વૃક્ષ લેવા મોકલ્યા પરંતુ ઇન્દ્રે તે આપવાની ના પાડી અને પોતાની સાથે યુદ્ધ કરવા કહ્યું. કૃષ્ણ બગીચામાં ગયા અને તે લઇ લીધું. બંને વચ્ચે યુદ્ધ નક્કી જ હતું, પરંતુ સૂર્યાસ્ત થતા તેઓએ પવિત્ર ડુંગર, જે હવે બરડો ડુંગર કહેવાય છે, તેના પર આરામ કર્યો. સવાર પડતા કૃષ્ણએ ગંગાની પૂજા કરી અને ગંગા એક ગુફામાંથી ઉત્પન્ન થઇ અને કૃષ્ણે તેને બિલ-ગંગા નામ આપ્યું. કૃષ્ણએ હવે શિવની પૂજા કરી અને પ્રસન્ન થઇ કૃષ્ણને તેમની ઇચ્છાપૂર્તિ માટે કહ્યું. કૃષ્ણએ ત્યારબાદ શિવલિંગની સ્થાપના કરી તેને બિલવદકેશ્વર નામ આપ્યું, જે અપભ્રંશ થઇને બિલેશ્વર બન્યું. અન્ય કથા મુજબ કૃષ્ણએ સાત મહિના સુધી શિવલિંગની પૂજા બીલીપત્રો વડે કરી તેથી આ જગ્યા બિલેશ્વર કહેવાય છે.[૨]

મેળાઓ

અહીં દર વર્ષે ૩ મેળાઓ ભરાય છે, શ્રાવણ સુદ ચૌદસનો, શિવરાત્રિનો અને શ્રાવણ સુદ આઠમના દિવસે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "District Census Handbook: Porbandar 2011" (PDF). Indian Central Government. મેળવેલ 9 August 2020.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૦–૪૦૧.

 આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૦–૪૦૧.