લખાણ પર જાઓ

લાઠીદડ (તા. બોટાદ)

વિકિપીડિયામાંથી
લાઠીદડ
—  ગામ  —
લાઠીદડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°06′26″N 71°46′03″E / 22.107231°N 71.767566°E / 22.107231; 71.767566
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
વસ્તી ૧૮,૦૦૦[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

લાઠીદડ (તા. બોટાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, મહિલા કોલેજ, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ સારો વિકાસ થયેલો જોવા અહીં જોવા મળે છે. આ ઉપરાંત બોટાદ રોડ ઉપર સિમેન્ટ પાઇપના કારખાના, પીવીસી પાઇપના કારખાના તેમજ સ્કાય સ્પીન્ટેક્ષ જેવી મોટી મિલો પણ આવેલી છે.

લાઠીદડ બોટાદથી ભાવનગર માર્ગ પર ૧૩ કિમીના અંતરે આવેલું છે.

બોટાદ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Lathidad Village Population, Caste - Botad Bhavnagar, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૭.
  2. "Villages & Panchayats, District Botad, Government of Gujarat, India" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-01-27 પર સંગ્રહિત. મેળવેલ 2021-05-01.