સરસવણી (તા. મહેમદાવાદ)
સરસવણી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°49′10″N 72°44′54″E / 22.81954°N 72.748444°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | મહેમદાવાદ |
વસ્તી | ૫,૦૦૦ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, |
પિનકોડ | ૩૮૭ ૪૩૦ |
સરસવણી (અંગ્રેજી: Sarsavani) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ખેડા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા મહેમદાવાદ તાલુકામાં આવેલું એક ગામ છે. સરસવણી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તુવેર, મગ, ગુવાર, તરબૂચ, શક્કરટેટી, દૂધી, તમાકુ, બટાટા, શક્કરીયાં, ડુંગળી, કપાસ, લસણ, મરચાં, જુવાર, શેરીયા, બાવટો, કોદરા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સ્વાતંત્ર્ય સેનાની અને પ્રખ્યાત સમાજ સેવક શ્રી રવિશંકર મહારાજ આ ગામના વતની હતા.
વસ્તી
[ફેરફાર કરો]વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે ૧૦૫૮ કુટુંબ મળી અને ગામની કુલ વસ્તી ૫૦૦૦ની છે. જેમાં ૨,૫૮૪ પુરુષો અને ૨,૪૧૬ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.[૧]
ભૂગોળ
[ફેરફાર કરો]સરસવણી ઞામ વાત્રક નદીનાં કાંઠે વસેલું છે. ગામની આસપાસમાં હળદરવાસ, ભરકુંડા, અકલાચા, રીંછોલ, શત્રુંડા, સિહુંજ, વાંસોલ, વંથવલી, ખુંટજ, વગેરે ગામો આવેલાં છે.
પંચાયત માહિતી
[ફેરફાર કરો]- સરસવણી પંચાયતકોડ: ૧૧૧૩૦૦૧૦૪૬
- સરસવણી ગામ કોડ: ૧૧૧૩૦૦૧૦૪૬૦૦૧
- પંચાયતનું સ્થાનિક નામ: સરસવણી, ભારત સરકાર સંદર્ભ નંબર (કોડ): ૧૬૨૦૧૫
શિક્ષણ
[ફેરફાર કરો]- આંગણવાડી
- રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા
- બાલારક વિદ્યા વિહાર ઉચ્ચ પ્રાથમિક શાળા.
માહિતી પ્રકાર | માહિતી |
---|---|
સ્થાપના | ૧૮૬૫ |
સહશિક્ષણ | સહશૈક્ષણિક |
શિક્ષણનું માધ્યમ | ગુજરાતી |
શાળા શ્રેણી | ઉચ્ચ પ્રાથમિક સાથે પ્રાથમિક |
શાળા કોડ | ૨૪૧૬૦૫૦૪૯૦૪ |
શાળાનો પ્રકાર | ગ્રામ્ય સરસવણી જાહેર શાળા |
વિદ્યાર્થી સંખ્યા | ૫૫૬ |
શિક્ષકો સંખ્યા | ૧૩ |
બિન શિક્ષણ સ્ટાફ સંખ્યા | ૦ |
વર્ગ રૂમ સંખ્યા | ૧૩ |
બિન વર્ગ રૂમ સંખ્યા | ૧ |
પુસ્તકાલય | પુસ્તકો ૮૮૭ |
કમ્પ્યુટર્સ સંખ્યા | ૧ |
વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર | ૪૩ |
છબીઓ
[ફેરફાર કરો]-
સરસવણી દૂધ ઉત્પાદક કો-ઓપ સોસાયટી
-
બાલામાતાનું મંદિર
-
વાત્રક નદીનો પુલ, જે હળદરવાસને સરસવણી સાથે જોડે છે.
-
રવિશંકર મહારાજ પ્રાથમિક શાળા
-
બાલા માતા પર હોળી ઉત્સવ ઉજવણી
-
સરસવણી બજાર પર હોળી ઉત્સવ ઉજવણી
-
બાલા માતા મંદિરથી સરસવણી બજાર
-
વાત્રક નદી, સાંજના સમયે, સરસવણી
-
ચોમાસામાં સવારે વાત્રક નદી
સંદર્ભ
[ફેરફાર કરો]આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |