પરમવીર ચક્ર
પરમવીર ચક્ર (PVC) એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલીદાનની ભાવના બદલ આપવામાં આવે છે. આ ચંદ્રક બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસ, યુ.એસ. મેડલ ઓફ ઓનર કે ફ્રેન્ચ લીજન ઓફ ઓનર જેવા દુનિયાનાં શ્રેષ્ઠ સન્માનોની સમકક્ષ ગણાય છે. આ સન્માન મરણોપરાંત પણ આપવામાં આવે છે.
આ પદકની રચના ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ (પ્રથમ ગણતંત્ર દીવસ) ના રોજ ભારતનાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા કરવામાં આવેલ, જેનો અમલ ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ (પ્રથમ સ્વતંત્રતા દિવસ) થી ગણવાનું ઠરાવવામાં આવેલ. આ એવોર્ડ સેનાની ત્રણે પાંખના જવાનો અને અધિકારીઓને આપવામાં આવે છે. આ ખિતાબ ભારત સરકારના ભારત રત્ન પછીનો દ્વિતિય ક્રમનો ગણાય છે, જે આઝાદી પૂર્વેના બ્રિટીશ વિક્ટોરિયા ક્રોસનું સ્થાન લે છે.
આ એવોર્ડની સાથે, લેફ્ટનેન્ટ અથવા તેની સમકક્ષથી નીચેની પદવી ધરાવનાર જવાનને કે તેમનાં વારસદારોને રોકડ પૂરસ્કાર (રૂ. ૧૫૦૦/માસ) આપવામાં આવે છે. તે ઉપરાંત ઘણા રાજ્યો પોતાના તરફથી પણ વિવિધ રોકડ પુરસ્કાર કે પેન્શન પણ આપે છે.
રચના
[ફેરફાર કરો]પરમવીર ચક્રની ડીઝાઇન સાવિત્રી ખાનોલકર નામના મહિલાએ બનાવેલ. તેઓનું મુળ નામ "ઇવા વૉન લિન્ડા મેડે-ડી-મેરોસ" (Eva Yuonne Linda Maday-de-Maros) હતું, અને તે મુળ સ્વિસ નાગરીક હતાં. પરંતુ, ભારતીય સૈન્યના અધીકારી 'કેપ્ટન વિક્રમ ખાનોલકર'ને પરણી અને પુરા ભારતીય બની રહ્યા હતાં. તેમણે લગ્ન પછી પટણા યુનિવર્સિટીમાં હિન્દી અને સંસ્કૃતનો તથા ઉપનિષદ અને વેદાંતનો અભ્યાસ કર્યો. આઝાદી પછી ભારતનાં પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરુની ઇચ્છા મુજબ સૈન્યનાં મદદનીશ સેનાપતિ મેજર જનરલ હિરાલાલ અટલે સાવિત્રી ખાનોલકરની લાયકાત ઓળખી અને તેમને પરમવીર ચક્રની ડીઝાઇન બનાવવાનું કામ સોપ્યું, જે તેઓએ બખુબી નિભાવ્યું.
આ ગોળાકાર ૩.૫ સે.મી.ના કાંસાના બનેલ મેડલની વચ્ચોવચ્ચ ભારતની રાજમુદ્રા અને ચારે બાજુ ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર વજ્જ્ર છે. મેડલની પાછલી બાજુપર ફરતી કિનારીએ હિન્દી અને અંગ્રેજી ભાષામાં "પરમવીર ચક્ર" લખેલ છે.
આ મેડલને ૩.૨ સે.મી.પહોળી જાંબલી રંગની રિબિનમાં લટકાવવામાં આવે છે.
આ ચક્રની રચના વખતે દધીચિ ઋષીને આદર્શ તરીકે રાખવામાં આવેલ છે, જેમણે દેવરાજ ઇન્દ્રને વૃત્રાસુર નામના અસુરનો વધ કરવા માટે વજ્જ્ર જેવું અમોઘ શસ્ત્ર બનાવવા પોતાના દેહનું બલિદાન આપી, પોતાનાં અસ્થિ ઇન્દ્રને આપ્યા, બીજાને જીવતદાન મળે તે માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આમ આ પુરસ્કાર દેશ અને સમાજ માટે ઉચ્ચતમ "વીરતા","ત્યાગ" અને "બલિદાન"ની ભાવનાનું પ્રતિક છે.
એક યોગાનુયોગ એ છે કે દેશના પ્રથમ પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર વીર સપૂત મેજર સોમનાથ શર્મા, સાવિત્રી ખાનોલકરનાં જમાઇનાં ભાઈ હતા.
પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર જવાનોની યાદી
[ફેરફાર કરો]- પશ્ચાદભૂમિમાં રહેલ રંગ મરણોપરાંત ચંદ્રક સૂચવે છે.
- મેજર સોમનાથ શર્મા (પ્રથમ પરમવીર ચક્ર વિજેતા) અને કેપ્ટન વિક્રમ બત્રા બન્ને હિમાચલ પ્રદેશના એકજ ગામ પાલમપુરનાં રહેવાસી હતા.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ભારતીય સેનાનાં પરમવીર ચક્ર પ્રાપ્ત જવાનો.
- સાવિત્રી ખાનોલકર વિશે રસપ્રદ માહિતી.
- પરમવીર ચક્ર પર સુંદર લેખ. સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન
- ભારત રક્ષક વેબ,પરમવીર ચક્ર વિશે. સંગ્રહિત ૨૦૦૮-૦૭-૧૧ ના રોજ વેબેક મશિન
- ભારતીય થલસેના વિષેયક. સંગ્રહિત ૨૦૦૯-૦૭-૧૦ ના રોજ વેબેક મશિન