બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સી

વિકિપીડિયામાંથી


બરોડા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી
બ્રિટીશ ભારતની એજન્સીઓ
૧૯૩૩–૧૯૪૪

વડોદરા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સીના વિસ્તારનો નકશો. વડોદરા રાજ્યના વિસ્તારો જાંબલી અને અન્ય રાજ્યોના લીલા રંગના છે.
વિસ્તાર 
• 1931
42,267 km2 (16,319 sq mi)
વસ્તી 
• 1931
3760800
ઇતિહાસ 
• બરોડા એજન્સી, રેવા કાંઠા, સુરત અને અન્ય નાની એજન્સીઓનો વિલય.
૧૯૩૩
૧૯૪૪
પહેલાં
પછી
બરોડા એજન્સી
રેવા કાંઠા એજન્સી
સુરત એજન્સી
પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી
"A collection of treaties, engagements, and sunnuds relating to India and neighbouring countries"

બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સી બ્રિટીશ ભારતની એક રાજકીય એજન્સી હતી જે રજવાડાંઓ સાથેના બોમ્બે પ્રેસિડેન્સીની બ્રિટીશ સરકારના સંબંધોનું સંચાલન કરતી હતી. [૧]

રાજકીય એજન્ટ, જે પંચમહાલના જિલ્લાના કલેક્ટર પણ હતા, વડોદરા ખાતે રહેતા.

ઇતિહાસ[ફેરફાર કરો]

ગુજરાતમાં બ્રિટિશ એજન્સીઓની ઉત્તરાધિકાર

૧૯૩૩માં, બરોડા સ્ટેટના ગાયકવાડ અને બરોડા એજન્સીના અન્ય રજવાડાઓ બોમ્બે પ્રેસિડેન્સીની ઉત્તરીય સીમા સાથે જોડાયેલા રેવા કાંઠા એજન્સી, સુરત એજન્સી, નાસિક એજન્સી, કૈરા એજન્સી અને થાણા એજન્સીઓમાં ભળી ગયા. અને પરિણામે બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સીની રચના થઈ. [૨]

૫ નવેમ્બર ૧૯૪૪ના રોજ બરોડા એન્ડ ગુજરાત સ્ટેટ્સ એજન્સીને વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી (WISA) સાથે ભેળવી પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી બનાવવામાં આવી. સ્વતંત્રતા બાદ, એજન્સીનો મુંબઈ રાજ્યમાં વિલય કરવામાં આવ્યો. [ સંદર્ભ આપો ]

એકીકરણ યોજના[ફેરફાર કરો]

નાના રજવાડાં, વસાહતો અને થાણાઓને એકીકૃત કરવા માટે ૧૯૪૦થી 'જોડાણ યોજના'ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. વડોદરા રાજ્ય આશરે ૧૫,૦૦૦ વર્ગ કિલોમીટર અને ૫૦ લાખ નિવાસીઓને જોડીને આ પગલાંના મુખ્ય લાભાર્થીઓમાંનું એક હતું. ૧ ફેબ્રુઆરી ૧૯૪૦ના રોજ પેથાપુર અને કોટાસણ થાણા, જેમાં ડેલોલી, કાલસાપુરા, મગુના, મેમદપુરા, રામપુરા, રાણીપુરા, તેજપુરા, વર્સોરા, પલાજ તાલુકો અને ઇજપુરા રાજ્યોનો સમાવેશ થતો હતો તેનો વિલય કરવામાં આવ્યો. ત્યારબાદ ૧૦ જુલાઈ ૧૯૪૩ના રોજ આંબલિયારા, ઘોરસર, ઈલોલ, કોટાસણ, ખડાલ, પાટડી, પુનાદ્રા , રણાસણ, વાસોડા અને વાવ સહિતના નાના તાલુકાઓનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું.[૩] ૨૪ જુલાઈ ૧૯૪૩ના રોજ સાચોદર સ્ટેટ અને અન્ય નાના સ્થળો કે જેમનો પોતાનો અધિકારક્ષેત્ર ન હતો, જોડવામાં આવ્યા. છેવટે, ડિસેમ્બર સુધીમાં બજાના, બિલખા, માલપુર, માણસા અને વાડિયા જેવા નાના રાજ્યોએ એકીકરણ યોજનાનો સ્વીકાર કર્યો.[૪]

રજવાડાં[ફેરફાર કરો]

અલગ રાજ્યોની સંખ્યા ૮૦થી ઉપર હતી, પરંતુ મોટા ભાગના રાજ્યો ખૂબ જ હતા. તેમાંથી ઘણા બ્રિટીશ સંરક્ષણ હેઠળ હતા. બરોડા સ્ટેટ સૌથી મોટું હતું [૫] જાફરાબાદ રાજ્ય અગાઉ બરોડા એજન્સીનો ભાગ રહ્યો હતો અને પાછળથી તેને કાઠિયાવાડ એજન્સીમાં મૂકવામાં આવ્યું હતું.

એજન્સીએ જે રાજ્યો સાથે જોડાણ કર્યું હતું તેનો કુલ વિસ્તાર ૪૨,૨૬૭ ચો.વર્ગ કિ.મી. હતો. ૧૯૩૧માં તેમની સંયુક્ત વસ્તી ૩,૭૬૦,૮૦૦ હતી.[૬]

ભૂતપૂર્વ બરોડા એજન્સી[ફેરફાર કરો]

સલામી રાજ્યો :

  • બરોડા રાજ્ય, (પદવી મહારાજા ગાયકવાડ), ૨૧-બંદૂકોની વારસાગત સલામી

બિનસલામી રાજ્યો :

પૂર્વ રેવા કાંઠા એજન્સી[ફેરફાર કરો]

સલામી રાજ્યો :

  • પ્રથમ વર્ગ : રાજપીપળા (નાંદોદ), (પદવી મહારાજા), ૧૩-બંદૂકોની વારસાગત સલામી
  • બીજો વર્ગ :
    • બારીયા (દેવગઢ), (પદવી મહારાઓલ), ૯-બંદૂકોની વારસાગત સલામી
    • બાલાસિનોર, (પદવી નવાબ, ૯-બંદૂકોની વારસાગત સલામી
    • છોટા ઉદેપુર, (પદવી રાજા), ૯-બંદૂકોની વારસાગત સલામી
    • લુણાવાડા (લુણાવાડા), (પદવી મહારાણા), ૯-બંદૂકોની વારસાગત સલામી
    • સંત (સૌંથ), (પદવી મહારાણા), ૯-બંદૂકોની વારસાગત સલામી

બિનસલામી રાજ્યો :

મુખ્ય મહેવાસ

  • છોટા ઉદેપુર (મોહન), દ્વિતીય વર્ગ
  • કડાણા, ત્રીજો વર્ગ
  • સંજેલી, ત્રીજો વર્ગ, (પદવી ઠાકુર)
  • જાંબુઘોડા (નારૂકોટ), ત્રીજો વર્ગ
  • ભાદરવા (ભાદરવા), ત્રીજો વર્ગ
  • ગાડ બોરીઆડ, ત્રીજો વર્ગ (વ્યક્તિગત) / ચોથો વર્ગ
  • માંડવા, ત્રીજો વર્ગ (વ્યક્તિગત) / ચોથો વર્ગ
  • યુમેટ (ક) એ, ત્રીજો (વ્યક્તિગત) / ચોથો વર્ગ
  • શનોર, ચોથો વર્ગ
  • વાજિરિયા, ચોથો વર્ગ
  • વનમાલા, ચોથો વર્ગ (વ્યક્તિગત) / પાંચમો વર્ગ
  • નંગમ, પાંચમો વર્ગ
  • સિહોરા, ચોથો વર્ગ
  • પાંડુ, પાંચમો વર્ગ
(નાના મહેવાસ (ઇ) રાજ્યો), બે ભૌગોલિક વિભાગોમાં

સંખેડા :

  • અગર
  • અલવા
  • ભિલોડિયા :
    • મોતીસિંહજી
    • છત્રસિંહજી
  • બિહોરા
  • ચોરંગલા
  • દુધપુર
  • ચુડેસર
  • જિરલ કામસોલી
  • નલિયા
  • નસવાડી
  • પલાસની
  • પંતલવડી :
    • અકબર ખાન
    • કેસર ખાન
  • રામપુરા
  • રીગન
  • સિંધિયાપુરા
  • ઉચડ
  • વાડિયા (વિરમપુરા)
  • વાસન સેવાડા
  • વાસન વિરપુર
  • વોરા (મેમણ)

પાંડુ (ત્રણ ધોળકા વસાહત સહિત) :

  • અમરાપુર
  • અનગ
  • છાલિયાર
  • ધારી
  • ડોરકા
  • ગોતરડી
  • ઇટવાડ
  • જેસા
  • જુમખા
  • કલસા પગીનું મુવાડુ
  • કાનોડા
  • લિટર ગોઠડા
  • મેવલી
  • મોકા પગીનું મુવાડુ
  • મોટી વરનોલ
  • નાના વરનોલ
  • પોઇચા
  • રાયકા
  • રાજપુર ,
  • વક્તાપુર
  • વરણોલમાલ

નાની ભૂતપૂર્વ એજન્સીઓ[ફેરફાર કરો]

સુરતની પૂર્વ એજન્સી[ફેરફાર કરો]

સલામી રાજ્યો :

  • ધરમપુર, (પદવી રાજા), ૯-બંદૂકોની વારસાગત સલામી
  • સચિન, (પદવી નવાબ), ૯-બંદૂકોની વારસાગત સલામી

બિનસલામી :

  • ડાંગ

ભૂતપૂર્વ કૈરા એજન્સી[ફેરફાર કરો]

સલામી રાજ્ય :

  • ખંભાત, (પદવી નવાબ), ૧૧-બંદૂકોની વારસાગત સલામી

ભૂતપૂર્વ નાસિક એજન્સી[ફેરફાર કરો]

  • બિનસલામી : સુરંગના

ભૂતપૂર્વ થાણા એજન્સી[ફેરફાર કરો]

સલામી રાજ્ય :

  • જવાહર, (પદવી મહારાજા), પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં ૯-બંદૂકો (13 વ્યક્તિગત અને સ્થાનિક) ની વારસાગત સલામી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gazetteer of the Bombay Presidency"
  2. History of the State of Gujarat
  3. which had been fourth class states in the Mahi Kantha Agency.
  4. McLeod, John; Sovereignty, power, control: politics in the States of Western India, 1916-1947; Leiden u.a. 1999; ISBN 90-04-11343-6; p. 160
  5. "Princely States within the Rewa Kantha Agency (1901)". મૂળ માંથી 23 July 2018 પર સંગ્રહિત. મેળવેલ 6 July 2014.
  6. "The Rewakantha directory"