માણામોરા (તા. જોડિયા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માણામોરા
—  ગામ  —
માણામોરાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 22°48′46″N 70°28′29″E / 22.812788°N 70.474772°E / 22.812788; 70.474772
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો જોડિયા
સરપંચ જગદીશભાઈ શ્યામજીભાઈ રાઠોડ
વસ્તી ૧૯૨ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

માણામોરા (તા. જોડિયા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા જોડિયા તાલુકામાં આવેલું એક ગામ છે. ભીમકટા ,દૂધઈ અને પાડાબેકર માણામોરાના પડોશમાં આવેલા ગામો છે. માણામોરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ,મગ,મઠ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો, અજમો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, ચબુતરો, તળાવ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીંના લોકો કાઠિયાવાડી બોલી બોલે છે. અહીં ખેતી લાયક મોટાભાગની જમીન કાળી અને ખારાસ વાળી છે, તેથી અહીં સૂકી ખેતી થાય છે.

ગામના વિવિધ સ્થળો[ફેરફાર કરો]

નુતન પ્રવેશ દ્વાર[ફેરફાર કરો]

માણામોરા ગામનું નુતન પ્રવેશ દ્વાર સંવંત ૨૦૫૦, ઈ.સ ૧૯૯૪માં સુરત યુવક મંડળે બંધાવી આપેલ. મનજીભાઈ બેચરભાઈ કાશીયાણીની દેખરેખમાં આ નુતન પ્રવેશ દ્વાર નિર્માણ પામેલ છે.

શ્રી રામજી મંદિર[ફેરફાર કરો]

શ્રી રામજી મંદિરની પ્રથમ સ્થાપના ટાંક તથા લોહાણા પરિવારે કરાવેલ. ત્યાર બાદ પુન: સ્થાપના સંવંત ૨૦૪૫ તારીખઃ ૨૨-૦૫-૧૯૮૯માં શિખર બદ્ધ મંદિર બંધાવેલ.ત્યારબાદ ભુકંપ ૨૬-૦૧-૨૦૦૧માં મંદિર ધ્વંશ થઈ જતાં વૈશાખ સુદ ૬ (છઠ્ઠ) ૨૬ એપ્રિલ ૨૦૦૪માં ફરી પથ્થરબદ્ધ મંદિરની પુન: સ્થાપના થઈ. મંદિરનો મુખ્ય દ્વાર ઉત્તરાભિમુખે છે. મંદિરની સ્થાપના વખતે મહાયજ્ઞનું આયોજન કરેલ જેમાં ૨૬ હવનકુંડ રાખેલ. માળિયા-મિયાંણાના પ્રખર વિદ્યવાન વેદાચાર્ય જાની નારણબાપાના વરદ્‌હસ્તે મંદિરમાં દરેક દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલ. રામજી મંદિરની સાથે જ શ્રી જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જેમાં મૂર્તિની સ્થાપના રૂપાબાપા સવાણીએ કરાવેલ. શ્રી રામજી મંદિરની પાછળની ભાગે શ્રી મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના માણામોરા ગામ જ્યાંરે વસ્યું ત્યારે ગામના ટાંક પટેલ (ગામના મુખ્યા) એ સ્થાપના કરેલ હતી.

શ્રી શરમળિયા બાપાનું મંદિર[ફેરફાર કરો]

વૈશાખ સુદ ૬ (છઠ્ઠ) તારીખ:૨૬-૦૪-૨૦૦૪માં શ્રી રામજી મંદિરની સાથે શ્રી શરમળિયા બાપાનું મંદિર બાંધેલ.

શ્રી કૈળાંવાળા હનુમાનજી મંદિર[ફેરફાર કરો]

માણામોરા ગામમાં પ્રવેશ પહેલા જ શ્રી કૈળાવાળા હનુમાનજીનું મંદિર આવેલ છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર ઈ.સ ૨૦૦૪માં કરેલ છે. મંદિરની અંદરના ભાગે વિશાળ કેળાંનું વૃક્ષ છે.

શ્રી પીઠળાઈ માતાજીનું મંદિર[ફેરફાર કરો]

માણામોરા ગામમાં તળાવની પાસે શ્રી પીઠળાઇ માતાજીનું મંદિર આવેલ છે. મંદિરનું નિર્માણ વૈશાખ સુદ ૬ (છઠ્ઠ) તારીખ:૨૬-૦૪-૨૦૦૪ના શુભ દિને મંદિરની સ્થાપના કરવામાં આવેલ.

શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર[ફેરફાર કરો]

માણામોરા ગામમાં તળાવની પાસે શ્રી સ્વામિનારાણ મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના સંવંત ૧૯૪૭માં કરેલ. ઈ.સ ૨૦૦૪માં ફરી જીર્ણોદ્ધાર કરેલ હતો.

ચબુતરો[ફેરફાર કરો]

માણામોરાગામના પાદરમાં આવેલો ચબુતરો

માણામોરા ગામમાં પ્રવેશ થતાં જ ચબુતરો બનાવેલ છે. આ ચબુતરો ૧૪ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ બનાવવામાં આવ્યો હતો હતો. આ ચબુતરાની જમીન ચોથાણી પરિવારે આપેલ હતી. આ ચબુતરો વીરજીભાઈ આંણદાભાઈ ગાંગાણી પરિવારે બંધાવી આપેલ. મહંતશ્રી સુગ્રીવદાસ બાપુના વરદ્‌ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તળાવ[ફેરફાર કરો]

માણામોરા ગામમાં એક નાનું તળાવ આવેલ છે.તળાવને કાંઠે રાજાઘાટ (પગથીયા) કહેવાય છે. તળાવને કાઠે મોટા પીરની જગ્યા (વડાપીર) આવેલી છે. તળાવમાં કુંજ, બતક, બગલો જેવા પક્ષી તથા કાચબા જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે. ચોમાસામાં તળાવ ભરાય જતા ઓક્ટોબર-નવેમ્બરથી કુંજ પક્ષીના ટોળેટોળા અહિં પડાવ નાખતા. ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં આ કુંજ પક્ષીઓ પોતાના વતન પરત ફરતા.

ધણ ચોક[ફેરફાર કરો]

માણામોરા ગામમાં તળાવની બાજુમાં ધણ ચોક આવેલ છે જ્યાં ગામની ગાયો-ભેંસો ચારો ચરવા તેમજ પાણી પીવા માટે આવે છે.

કુદરતી કોપ[ફેરફાર કરો]

  • ઈ.સ ૩૨૫ કચ્છમાં સુનામીની તબાહી મચી હતી.
  • ઈ.સ ૧૮૭૯માં ધરતીકંપ આવેલ.
  • ઈ.સ ૧૯૫૬માં દુષ્કાળ પડ્યો હતો. જેને છપ્પનિયો દુકાળ કહેવાય છે.
  • ઈ.સ ૧૮૧૯, ઈ.સ ૧૯૬૮, ઈ.સ ૨૦૦૧, ૨૬ જાન્યુઆરીના રોજ કચ્છ,સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ભુકંપ આવેલ. આ ભુકંપમાં ૨૦-૨૩ માણસોના મૃત્યુ થયાં હતા. ગામમાં મંદિરો, મકાનો પડી ગયા હતા અને લોકો તંબુ બનાવીને મહિનાઓ સુધી રહ્યા હતા.

ગામમાં થયેલ વિવિધ કાર્યક્રમો[ફેરફાર કરો]

ધાર્મિક કાર્યક્રમો[ફેરફાર કરો]

કાર્યક્રમ વક્તા/વર્ષ
ભાગવત સપ્તાહ -
ભાગવત સપ્તાહ -
ભાગવત સપ્તાહ -
ભાગવત સપ્તાહ પ્રેમશંકર જોષી (૧૯૫૯)
ભાગવત સપ્તાહ શામદાસ બાપુ (૧૯૬૧)
રામાયણ શામદાસ બાપુ (૧૯૬૩)
ભાગવત સપ્તાહ પ્રેમશંકર જોષી
ભાગવત સપ્તાહ -
ભાગવત સપ્તાહ નારણ મહારાજ ( મે,૧૯૮૩)
દેવી ભાગવત -
ભાગવત સપ્તાહ -
ભાગવત સપ્તાહ નારણ મહારજ
ભાગવત સપ્તાહ હેમંત મહારાજ
તુલસી વિવાહ હેમંત મહારાજ
રામાયણ છોટે મોરારી (ડિસેમ્બર ,૧૯૮૧)
ભાગવત સપ્તાહ હેમંત મહારાજ (મે,૨૦૦૦)
ભાગવત સપ્તાહ (નવેમ્બર,૨૦૦૦)
ભાગવત સપ્તાહ વિજયભાઈ ભટ્ટ (નવેમ્બર,૨૦૦૦)
પ્રાણ પ્રતિષ્ઠા,કથા કનૈયાલાલ ભટ્ટ (એપ્રિલ,૨૦૦૪)
ભાગવત સપ્તાહ હરિકિશનભાઈ ત્રિવેદી (એપ્રિલ,૨૦૦૫)
ભાગવત સપ્તાહ કનૈયાલાલ ભટ્ટ (નવેમ્બર,૨૦૦૫)
ભાગવત સપ્તાહ કનૈયાલાલ ભટ્ટ (નવેમ્બર,૨૦૦૭)
રામાયણ અવધકિશોર મહારાજ (નવેમ્બર,૨૦૦૮)
ભાગવત સપ્તાહ પૂ. લાલગોવિંદદાસ (ઓક્ટોબર,૨૦૦૯)

સમૂહ લગ્‍ન[ફેરફાર કરો]

કુલ લગ્‍ન તિથી
૩૩ ૧૭-૦૫-૨૦૧૧

ફોટો ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]