માલપુર તાલુકો
Appearance
માલપુર તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અરવલ્લી |
મુખ્ય મથક | માલપુર |
વિસ્તાર | |
• કુલ | ૩૬૫.૩૬ km2 (૧૪૧.૦૭ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૯૭૮૩૮ |
• ગીચતા | ૨૭૦/km2 (૬૯૦/sq mi) |
• લિંગ પ્રમાણ | ૯૫૬ |
• સાક્ષરતા | ૭૦.૦૫% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
માલપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો તાલુકો છે. માલપુર આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]માલપુર તાલુકો ડુંગરાળ વિસ્તાર ધરાવે છે. વાત્રક નદી આ તાલુકામાં થઈને વહે છે, જેને કાંઠે ગાજણ, કંસવાડ, પીપરાણા, પહાડિયા, મગોડી અને ખલકપુર ગામો આવેલાં છે. નદીનો કાંઠો ઊંચો અને આજુબાજુ કોતરોવાળો તેમજ પટ ખડકાળ છે. માલપુર તાલુકાનો વિસ્તાર સમુદ્રથી દૂર હોવાથી અહીં આબોહવા વિષમ રહે છે. મે માસનું મહત્તમ અને લઘુતમ દૈનિક તાપમાન અનુક્રમે ૪૩° સે. અને ૨૦° સે. તથા જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે ૨૯° સે. અને ૧૦° થી ૧૪° સે. વચ્ચેનું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ ૭૫૦થી ૮૦૦ મિમી. જેટલો પડે છે.[૨]
વસ્તી
[ફેરફાર કરો]ઇ.સ. ૧૯૯૧માં માલપુર તાલુકાની વસ્તી ૭૩,૩૯૮ હતી[૨] અને ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તાલુકાની વસ્તી ૯૭૮૩૮ હતી.[૧]
માલપુર તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Malpur Taluka Population, Religion, Caste Sabarkantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ મે ૨૦૧૭.
- ↑ ૨.૦ ૨.૧ "માલપુર – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- માલપુર તાલુકા પંચાયતનું જાળ સ્થળ સંગ્રહિત ૨૦૧૭-૦૭-૨૬ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |