લખાણ પર જાઓ

સરતાનપર (તા. તળાજા)

વિકિપીડિયામાંથી
સરતાનપર (તા. તળાજા)
—  ગામ  —
સરતાનપર (તા. તળાજા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°18′16″N 72°05′47″E / 21.304489°N 72.096362°E / 21.304489; 72.096362
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

સરતાનપર (તા. તળાજા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

તળાજાનું નાનું બંદર સરતાનપર તળાજાથી લગભગ ૧૦ કિ.મી.નાં અંતરે આવેલું છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ગુજરાતના સુલતાન અહમદશાહ બીજાના રાજ્યકાળ દરમિયાન અહીં લડાઈ થઈ હતી. આ લડાઈમાં કંથાડ કોળી અને જાસો મકવાણા માર્યા ગયાની નોંધ કેટલાક પાળિયામાં છે.[] એક સમયે તળાજાનું આ બંદર ઘમધમતું હતું. ૧૫૨૭થી ૧૫૬૦ના સમયમાં તળાજામાં પઢિયાર રાજપુત શાખાના બારૈયા રાજાઓનું શાસન રહ્યું હતું. પઢિયાર રાજપુત શાખાના બારૈયા રાજવી મેંડ્રજી રાવે તળાજા જીતી સરતાનપુર ગામ વસાવ્યું હતું અને અહીં તેમની ગાદી સ્થાપી હતી. બાદમા તેમના વંશજો દેવલી, સેંદરડા , મોણપુર, ગળથર, જાંબુડા, વગેરે ગામે ગયેલા. સરતાનપરમાં આજે પણ પઢિયાર વંશના પાળીયા હાજર છે અને સખવદરનાં પાદરમાં ક્ષત્રિય વીર સોંડાજી પઢિયાર શહીદ થયેલ જેનું ધડ જ્યાં પડ્યું ત્યાં આજે પણ વીર ખાંભી છે અને તાલધ્વજ ડુંગર ઉપર પૂર્વ દિશામાં ક્ષત્રિય પઢિયાર રાજપૂત સમાજના કુળદેવી શ્રી મહાકાળી માતાજી (ગાંજણ માતા) નું મંદિર આવેલું છે.

તળાજા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી". જિલ્લા પંચાયત, ભાવનગર. ગુજરાત સરકાર. ૭ ઓક્ટોબર ૨૦૧૩. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |date= and |archive-date= (મદદ)
  2. "પાળિયા( પથ્થરો ) - સરતાનપર". સરકારી. પંચાયત વિભાગ, ભાવનગર જિલ્લા પંચાયત. મૂળ માંથી 2012-05-30 પર સંગ્રહિત. મેળવેલ 14 ઓગસ્ટ 2014. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)