લખાણ પર જાઓ

મેથળા (તા. તળાજા)

વિકિપીડિયામાંથી
મેથળા (તા. તળાજા)
—  ગામ  —
મેથળા (તા. તળાજા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°11′45″N 72°02′05″E / 21.195776°N 72.034628°E / 21.195776; 72.034628
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

મેથળા (તા. તળાજા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે[].

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[]. આ ગામની આસપાસ આવેલા જંગલ વિસ્તારમાં સિંહ વસે છે[].

આ ગામ દરિયાકિનારે આવેલું છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ ગામમાં સરકારે "મેથળા બંધારો" (વહેતા પાણીનું વહેણ રોકીને બનાવાતું એક પ્રકારનું મીઠાપાણીનું જળાશય) યોજના મુકેલી હતી પણ એ યોજનાનો અમલ શરૂ થાય એ પહેલા અલ્ટ્રાટેક સીમેન્ટ લીમીટેડ નામની કંપનીએ અહીં ખાણકામની પરવાનગી માગતા આ અને આજુબાજુના ગામના ગ્રામજનો તરફથી ખુબજ વિરોધ થયેલો એટલે લોકસુનાવણી રાખેલી[].

આ પણ જુવો

[ફેરફાર કરો]
તળાજા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી". જિલ્લા પંચાયત, ભાવનગર. ગુજરાત સરકાર. ૭ ઓકટોબર ૨૦૧૩. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  2. દિવ્યભાષ્કર (૧૧ જાન્યુઆરી ૨૦૧૮). "બૃહદ વિસ્તારમાં સિંહોની વધી હીલચાલ, પશુપાલકોમાં ભયનો માહોલ". દિવ્યભાષ્કર. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. "લોક સુનાવણીમાં ભાગ લેનાર અસરગ્રત લોકો દ્વારા ઉઠાવાયેલા અને પ્રોજેકટનાં પ્રતિનિધઓ દ્વારા આપવામાં આવેલા જવાબ" (PDF). પ્રદુષણ નિયંત્રણ ખાતુ, ગુજરાત સરકાર. મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)