પાદરી (તા. તળાજા)
પાદરી (તા. તળાજા) | |||
કેરાલા-નો-ધોરો | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°17′43″N 71°59′36″E / 21.295252°N 71.993226°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
કોડ
|
પાદરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
ઇતિહાસ
[ફેરફાર કરો]પાદરી ઘણી વખત કેરાલા-નો-ધોરો તરીકે ઓળખાય છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ છે.[૨]
સમયગાળો
[ફેરફાર કરો]શરૂઆતી હડપ્પીય અને પુખ્ય હડપ્પીય સમયગાળાના બાંધકામો આ સ્થળ પરથી મળ્યા છે. સોમનાથ (પ્રભાસ પાટણ), લોટેશ્વર અને અહીંથી મળેલા અલગ જ પ્રકારના માટીનાં વાસણો પાદરી અને લોટેશ્વરની શરૂઆતી વસાહતો કરતાં અલગ પ્રકારનો વસવાટ સૂચવે છે.[૩]
શોધખોળ
[ફેરફાર કરો]અત્યંત મોટા કદનો તાંબાનો માછલીઓનો ગાળિયો અહીંથી મળ્યો છે, જે મોટી માછલી પકડવા વપરાતો હતો એમ સૂચવે છે. આ સ્થળ પરથી મજબૂત સંગ્રહ બરણીઓ મળી છે, જે મીઠાંનું પરિવહન કરવા માટે વપરાતી હતી. અહીંથી મળેલી બરણી પર ભેંસના શીંગડાનું અને ભેંસના શીંગડા પહેરેલી આકૃતિનું ચિહ્ન જોવા મળ્યું છે.[૪] આ સ્થળના શરૂઆતી હડપ્પીય સ્તર પર હડપ્પીય લખાણો જેવા ચિહ્નો મળ્યા છે અને આવા લખાણો કાલિબંગન અને ધોળાવીરામાં પણ જોવા મળ્યા છે.[૫]
બાંધકામ
[ફેરફાર કરો]શરૂઆતી હડપ્પીય સમયગાળામાં સમચોરસ મકાનો અને ઓરડાઓ અને કાર્યશાળાઓ ધરાવતા મકાનો બાંધવામાં આવ્યા હતા. પુખ્ત હડપ્પીય સમયગાળા દરમિયાન ઇંટથી મકાનો જમીન ઉપર ચૂના અને છાણાંનું લીંપણ કરી બાંધવામાં આવ્યા હતા. આ મકાનોમાં સંગ્રહ કરવાની અને રસોઇ માટેની જગ્યા હતા.[૩]
મીઠાનું ઉત્પાદન
[ફેરફાર કરો]આ ગામમાં સમુદ્રના પાણીનું બાષ્પીભવન કરીને મીઠાનું ઉત્પાદન કરાતું હોવાનું મનાય છે.[૩]
આ પણ જુવો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર તળાજા તાલુકાના ગામોની યાદી". bhavnagardp.gujarat.gov.in. ગુજરાત સરકાર. ૭ ઓકટોબર ૨૦૧૩. મૂળ માંથી ૨૩ જુલાઇ ૨૦૧૩ પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ McIntosh ૨૦૦૮, p. ૨૨૧.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ McIntosh ૨૦૦૮, p. ૭૪-૨૨૧.
- ↑ McIntosh ૨૦૦૮, p. ૧૩૫-૧૩૭.
- ↑ Singh, Upinder (૨૦૦૮). A history of ancient and early medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. પૃષ્ઠ ૧૪૬. ISBN 9788131711200.
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]- McIntosh, Jane R. (૨૦૦૮). The Ancient Indus Valley : New Perspectives. Santa Barbara, California: ABC-CLIO. ISBN 9781576079072.CS1 maint: ref=harv (link)