આજોઠા (તા. વેરાવળ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
આજોઠા (તા. વેરાવળ)
—  ગામ  —

આજોઠા (તા. વેરાવળ)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°53′38″N 70°27′53″E / 20.893958°N 70.464613°E / 20.893958; 70.464613
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આજોઠા (તા. વેરાવળ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આજોઠા ગામ વેરાવળથી સુત્રાપાડાના રાજ્યમાર્ગ પર આવેલું છે. અહીથી વેરાવળ ૧૩ કિલોમીટર તેમ જ પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ ૮ કિલોમીટર અંતરે આવેલાં છે. આ ગામમાં ઐતિહાસિક ગંગનાથ મહાદેવ મંદિર અને પાણી કુંડ છે. જે પાંડવોના સમયકાળમાં બનાવેલ છે. નદીના સામા કાંઠે વિજ ગામ આવેલું છે, જ્યાં પાંડવોએ વસવાટ કર્યાનો ઇતિહાસ છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વેરાવળ તાલુકાના ગામ

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "જૂનાગઢ જિલ્લા પંચાયત, મારું ગામ, વેરાવળના ગામો". જૂનાગઢ જિલ્લા પંચાયત. પંચાયત વિભાગ, ગુજરાત સરકાર. Retrieved 2019-12-15. Check date values in: |accessdate= (મદદ)