ચિત્રવિચિત્રનો મેળો
Appearance
ચિત્રવિચિત્રનો મેળો | |
---|---|
ચિત્રવિચિત્રના મેળામાં મુલાકાતી | |
પ્રકાર | સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર |
તારીખો | માર્ચ અથવા એપ્રિલ (હોળીના બે અઠવાડિયા પછી)[૧] |
અવધિ | વાર્ષિક |
સ્થાન | ગુણભાંખરી, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત |
અક્ષાંસ-રેખાંશ | 24°20′45″N 73°07′35″E / 24.345828°N 73.126276°E |
દેશ | ભારત |
હાજરી | ૬૦,૦૦૦[૨] |
ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.[૩]
ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓનાં ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતનાં સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનાં તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમનો મિજાજની ચિત્રવિચિત્રનાં મેળામાં માણવા મળે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Bradnock, Robert; Bradnock, Roma (1999). Footprint India Handbook 2000. Bath: Footprint Handbooks.
- ↑ District Census Handbook Sabarkantha Part XII-B (PDF). Directorate of Census Operations. 2011.
- ↑ "KCG - Portal of Journals". www.kcgjournal.org. મૂળ માંથી 2019-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સાબરકાંઠા જિલ્લા પંચાયતના અધિકૃત વેબસાઇટ પર માહિતી સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન