લખાણ પર જાઓ

રામ મનોહર લોહિયા

વિકિપીડિયામાંથી
(ડો. રામમનોહર લોહિયા થી અહીં વાળેલું)
ડૉ. રામ મનોહર લોહિયા
ભારતીય ટપાલ ટિકિટ પર લોહિયા (૧૯૭૭)
જન્મની વિગત(1910-03-23)23 March 1910
અકબરપુર (આંબેડકરનગર), આગ્રા અને અવધનો સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ12 October 1967(1967-10-12) (ઉંમર 57)
રાષ્ટ્રીયતાIndian
શિક્ષણ સંસ્થાકલકત્તા વિશ્વવિદ્યાલય
હમ્બોલ્ટ યુનિવર્સિટી, બર્લિન; જર્મની
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટી
સમાજવાદી પક્ષ
ચળવળભારત છોડો આંદોલન
ભારતીય સ્વતંત્રતા ચળવળ
વેબસાઇટwww.lohiatoday.com

ડૉ. રામ મનોહર લોહિયા (૨૩ માર્ચ ૧૯૧૦ – ૧૨ ઓક્ટોબર ૧૯૬૭) ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા હતા.[]

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]
ડૉ. રામ મનોહર લોહિયા, મણીરામ બાગડી, મધુ લિમયે, એસ.એમ. જોશી

તેમનો જન્મ ૨૩મી માર્ચ ૧૯૧૦ના દિવસે ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. ૧૯૧૨માં તેમની માતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર બે વર્ષના હતા અને પછીનો ઉછેર તેમના પિતા હિરાલાલ દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૧૮માં તેમના પિતા સાથે મુંબઈ આવી ગયા જ્યાં તેમણે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. મેટ્રિક પરીક્ષામાં પ્રથમ આવ્યા બાદ ઈન્ટરમીડિએટ કોર્સ પૂર્ણ કરવા ૧૯૨૭માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જોડાયા. બાદમાં તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલય સંલગ્ન વિદ્યાસાગર કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ૧૯૨૯માં સ્નાતક (બી.એ.)ની પદવી મેળવી.[] બ્રિટીશ દર્શન પર પોતાનો દૃષ્ટિકોણ વ્યક્ત કરવા માટે તેમણે પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાન ફ્રેડરીક વિલિયમ વિશ્વવિદ્યાલય (હાલ હમ્બોલ્ટ યુનિવર્સિટી, બર્લિન; જર્મની)માં પ્રવેશ મેળવવાનો નિર્ણય કર્યો. ૧૯૨૯થી ૧૯૩૩ દરમિયાન ડૉક્ટરેટના વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા પર અધ્યયન કર્યું. તેમણે ઝડપથી જર્મન ભાષા શીખી લીધી અને પોતાના ઉત્કૃષ્ઠ શૈક્ષણિક પ્રદર્શનના આધારે આર્થિક સહાય પણ મેળવી.[]

લોહિયાએ ગાંધીજીના આર્થિક–સામાજીક સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રીત કરીને ભારતમાં મીઠા પરના કર વિશે પોતાનો શોધ નિબંધ તૈયાર કર્યો હતો.[]

રાષ્ટ્રીય ચળવળ

[ફેરફાર કરો]
૧૯૭૭ની ટપાલ ટિકિટ પર લોહિયા

લોહિયા કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટીના સંસ્થાપકો પૈકીના એક હતા અને પાર્ટીના મુખપત્ર કોંગ્રેસ સોશિયાલીસ્ટના સંપાદક પણ હતા. ૧૯૩૬માં જવાહરલાલ નહેરુ દ્વારા તેમની વરણી કોંગ્રેસની કેન્દ્રીય નિર્ણાયક સભા તરીકે કાર્યરત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વિદેશ સચિવ તરીકે કરવામાં આવી. બે વર્ષ સુધી સમિતિમાં સક્રિય રહ્યા બાદ ૧૯૩૮માં તેમણે આ જવાબદારીથી મુક્ત થઈ કોંગ્રેસના ગાંધીવાદી નેતૃત્ત્વ દ્વારા આયોજીત પદોની આલોચનાત્મક તપાસ કરીને પોતાનો રાજનૈતિક દૃષ્ટિકોણ વિકસાવવાનું શરૂ કર્યું.[] જૂન ૧૯૪૦માં યુદ્ધ વિરોધી ભાષણ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી અને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી પરંતુ ૧૯૪૧ના અંત સુધીમાં છોડી મૂકવામાં આવ્યા.[]૧૯૪૨માં ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલન શરુ થયું તેમાં લોહિયાએ ગુપ્ત રીતે વિદ્રોહને સંગઠિત કરવાનું કાર્ય કર્યું હતું. ૧૯૪૪માં તેમની ધરપકડ કરવામાં આવી અને લાહોરની જેલમાં કેદ કરવામાં આવ્યા. ૧૧ એપ્રિલ ૧૯૪૬ના રોજ જયપ્રકાશ નારાયણ અને લોહિયાને મુકત કરવામાં આવ્યા.[]

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

૧૯૩૮માં કોંગ્રેસ પક્ષ છોડ્યા બાદ લોહિયા કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટી સાથે જોડાયા. ૧૯૪૨માં કોંગ્રેસ સોશિયાલીસ્ટ પાર્ટી અને કિસાન મજદૂર પ્રજા પાર્ટી પરસ્પર વિલય પામી પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટીનું ગઠન કર્યું. નવી પાર્ટીથી નાખુશ લોહિયાએ ૧૯૫૬માં પ્રજા સોશિયાલીસ્ટ પાર્ટીથી છેડો ફાડી સોશિયાલીસ્ટ પાર્ટી (લોહિયા)ની સ્થાપના કરી. ૧૯૬૨ની સામાન્ય ચૂંટણીમાં જવાહરલાલ નેહરુ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો. ૧૯૬૩માં ફારુખાબાદ લોકસભા ક્ષેત્રની પેટા ચૂંટણીમાં જીત મેળવી લોકસભાના સદસ્ય બન્યા. ૧૯૬૫માં લોહિયાની સોશિયાલીસ્ટ પાર્ટીનો વિલય સંયુક્ત સોશિયાલીસ્ટ પાર્ટીમાં થયો. બન્ને સમાજવાદી પક્ષોના વિલય, વિભાજન અને પુનર્વિલય થતા રહ્યા. ૧૯૬૭ની સામાન્ય ચૂંટણીમાં તેમણે કનૌજ લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્ત્વ કર્યું.

લોહિયાનું અવસાન ૧૨ ઓક્ટોબર ૧૯૬૭ના રોજ શસ્ત્રક્રિયા બાદ સ્વાસ્થ્ય સંબંધી જટીલતાઓના કારણે નવી દિલ્હી ખાતે થયું હતું.[]

સ્મારક

[ફેરફાર કરો]
  • ફૈઝાબાદ ખાતે આવેલી અવધ યુનિવર્સિટી હાલ ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.
  • ભારતની પ્રથમ ક્રમાંકિત રાષ્ટ્રીય વિધિ શાળાઓમાં જેની ગણના થાય છે તે રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીને તેમનું નામ અપાયું છે.
  • પણજી (ગોવા) ખાતે આવેલો ૧૮ જૂન રોડ ૧૯૪૬માં આ જ તારીખે લોહિયાએ અહીંથી બ્રિટીશ ઉપનિવેશવાદ સામે આંદોલન શરૂ કર્યાના સન્માનમાં નામકરણ કરાયેલો છે.
  • નવી દિલ્હીમાં આવેલી વિલિંગટન હોસ્પિટલ ૧૯૭૦થી રામ મનોહર લોહિયા હોસ્પિટલ તરીકે ઓળખાય છે. લોહિયાની શસ્ત્રક્રિયા બાદ સ્વાસ્થ્ય સંબંધી જટીલતાઓના કારણે આ જ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.[]
  • લખનઉં ખાતેની મેડિકલ કોલેજ તેમના સન્માનમાં ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ તરીકે ઓળખાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Yogendra Yadav (2 October 2010). "On Remembering Lohia" (PDF). Economic and Political Weekly. 45 (40): 46. મૂળ (PDF) માંથી 29 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 23 ડિસેમ્બર 2019.
  2. K. Gopinath Pillai (1994). Political Philosophy of Rammanohar Lohia: Alternative Development Perceptions. Deep & Deep Publications. p. 68. ISBN 9788171005659
  3. ૩.૦ ૩.૧ "Ram Manohar Lohia as a Doctoral Student in Berlin (1929–1933)". The Institute of Asian and African Studies (IAAW). Humboldt University of Berlin. મેળવેલ 30 March 2015.
  4. R. Lohia, The Conquest of violence, Congress Socialist, 9 April 14 May, 28 May & 4 June 1938, Collected Works of Dr Rammanohar Lohia, vol. 8: 402–417. ISBN 9788179753798.
  5. Onkar Sharad (1972) Lohia. Lucknow, Prakashan Kendra. pp. 103f.
  6. The Times, 15 April 1946, p. 4.
  7. "Dr. Ram Manohar Lohia dead". The Hindu (અંગ્રેજીમાં). 2017-10-12. ISSN 0971-751X. મેળવેલ 2019-05-24.
  8. "Dr. Ram Manohar Lohia dead". The Hindu (અંગ્રેજીમાં). 2017-10-12. ISSN 0971-751X. મેળવેલ 2019-05-24.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]