આ ગામમાં મગફળીમાંથી તેલ કાઢવા માટેના બે થી ત્રણ નાના ઘાણા પણ આવેલા છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, સહકારી મંડળી, બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અને તેની વસ્તી આશરે ૨૫૦૦ છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, અરણીયાળા છે.
આ ગામ જુનાગઢથી ૩૦ કિ.મી દુર છે. અહીં આવવા જવા માટે એસ.ટી. બસ તેમજ છક્ડો રીક્ષા નજીકના તાલુકા મથક વંથલી, કેશોદ અને જિલ્લા મથક જુનાગઢથી મળી રહે છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, વેરાવળ, ધોરાજી અને પોરબંદરથી લોકલ ટ્રેન પણ મળી રહે છે, જે નજીકના સ્ટેશન લુશાળા સુધી હોય છે.
↑ "તા.પં.વંથલી, વેબસાઈટ". મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-22.{{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.