સભ્યની ચર્ચા:Ashok modhvadia/Archive 6

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આટલા મોડા?[ફેરફાર કરો]

હું તમને જણાવું તે પહેલા તો તમે જોઈ પણ લીધું? બીજો એક ઢાંચો:ચર્ચા-નિવેડો બનાવું છું, જ્યાં કોઈ પ્રશ્નો પૂછ્યા હોય ત્યાં તે વાપરીશું. અને હા, રાતે મોડે સુધી કામ કરો છો એનો અર્થ કે હવે ઘરેથી સુવિધા થઈ ગઈ છે, તો કાલે અગિયાર વાગ્યે સ્કાયપ પર મળીએ છીએ ને?--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૩, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Hello Ashok modhvadia, could you do me a favour and check the translation for Gujarati on this page: Wiktionary:Conley#Translations? Is કોનલી o.k.? --ᐊᑭᕈᐊᕈᖅ (talk) ૧૮:૦૫, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

બે ચિત્રને સાથે જોડવા.[ફેરફાર કરો]

અશોકભાઈ, મારે બે ચિત્રોને સાથે જોડવા છે એટલે કે નીચે રહેલ બે ફાઈલોને સાથે કરી તેનું એક જ નામ આપવું છે આ શક્ય છે ખરૂ ? file:BKedar Guj2.JPG|thumb|75px|કેદારેશ્વર મંદિરના ગુમ્બજની કોતરણી file:BKedar Guj3.JPG|thumb|75px|કેદારેશ્વર મંદિરના ગુમ્બજની કોતરણી આ માટે કેદારેશ્વર મંદિર બારડોલી નો લેખ જોશો જી. --ધવલભાવસાર (talk) ૧૩:૪૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

સભ્ય:રશ્મિન ધિયાળ[ફેરફાર કરો]

અશોકભાઈ, આ ભાઈએ તેમના વિષે જે લખ્યું છે તે પ્લેજરિઝમ અથવા તો ભદ્દી મજાક બરાબર છે. તેમણે મરીઝ પરથી લખાણ બેઠેબેઠું ઉપાડીને પોતાના પર ફીટ કરી દીધું છે. આમ તો આપણે સભ્યોના પોતાના પાના પર લખેલા લખાણ પર વાંધો ઉઠાવતા નથી, પરંતુ આ ભાઈ કંઈક સીમા ઓળંગી રહ્યા હોય એમ લાગે છે. આ પરિચયની પ્રમાણભૂત માહિતી ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી મેળવી શકાશે. દ્વારા તેમણે ગુ.સા.પ.ની કડી આપીને તો દાટ જ વાળ્યો છે. શું આપણે એ લખાણ દૂર કરીશું? કે એમને તેમ કરવા ફરજ પાડીશું? આપનું મંતવ્ય જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૦, ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

સહમત છું. આ સભ્યને અગાઉ એક વખત ચેતવણી અપાયેલી, છતાં બીજી વખત એકનું એક પાનું, અમાન્ય રીતે, બનાવેલું. આ સભ્યએ હજુ સુધી કોઈ વિકિલાયક સંપાદન સેવા આપેલી નથી. પ્લેજરિઝમ અને ભદ્દી મજાક, કોઈ ખ્યાતનામ વ્યક્તિત્વની, સર્વથા અમાન્ય. આપણે તેમનાં "મારા વિશે" પાનાં પર યોગ્ય ઢબે પરિચય આપતું લખાણ મેલવાનું સૂચન મુકીએ, અને હાલ પાનું ’ખાલી’ કરીએ. (કેમ કે, એ સભ્ય ફરી ક્યારે પધારે, વાંચે, અમલ કરે તેની શી ખાત્રી ! ત્યાં સુધી ’અમાન્ય’ લખાણ જાળવી રાખવું વાજબી જણાતું નથી.) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૬, ૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સહમતિ બદલ આભાર! મેં તેમના સભ્યનાં પાના પરથી એ બધું લખાણ દૂર કર્યું છે અને તેમને ચર્ચાનાં પાને સંદેશો પણ લખ્યો છે. આશા રાખીએ કે તેઓ આવું કામ ફરી નહિ કરે, જો કરે તો આપણે પ્રતિબંધ મુકવો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૬, ૯ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

રજા રિપોર્ટ[ફેરફાર કરો]

અશોકભાઈ, આપની ગેરૌપસ્થિતિની અગોતરી જાણ કરવા બદલ આભાર. હું શક્ય તેટલી જવાબદારી સંભાળી લઈશ. પણ આપના જેટલી કાર્યકુશળતાથી કદાચ નહિ સંભાળી શકું.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૭, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

નમ્ર વિનંતી[ફેરફાર કરો]

આદરણીય અશોક ભાઈ .. મોરબી તાલુકા ના ગામડા ના નામ માં મેં થોડા ટાઈમ પહેલા ફેરફાર કરિયા છે પણ ... પાનાં ના નામ હજી જુના જ છે સમય મળે સુધારો કરી આપજો ...... --Ashvin Patel (talk) ૨૧:૧૪, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૧૩, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

મહીતીચોકઠું - વ્યક્તિ[ફેરફાર કરો]

અશોકભાઈ, વ્યક્તિના માહિતીચોકઠામાં "ક્ષેત્ર" નામની ફિલ્ડ નો વધારો કરશોજી. --ધવલભાવસાર (talk) ૧૫:૧૫, ૧૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ગુજરાત વિધાનસભા ચિત્ર[ફેરફાર કરો]

તમારા જણાવ્યા મુજબ રંગ બદલ્યા છે . અપક્ષ નો રંગ ગુલાબી કરેલ છે જેથી અલગ પડે અને ખાલી બેઠક સફેદ છે . --Nizil Shah (talk) ૧૮:૦૬, ૨૫ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

સરસ કાર્ય. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૫, ૨૮ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Hello Ashok, I just wanted to point out that you've (most probably by mistake) deleted the above page which is ofcourse a necessary one. As far as I could comprehend, you did so because of lack of information. But, there are pages on gu.wiki with even lesser information. And, the page was largely clean and should be expanded further instead of being deleted IMO. Regards, Rahul Bott (talk) ૧૮:૨૭, ૧૬ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

હેલો, Ashok modhvadia. તમારા માટે Rahul Bottનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

Rahul Bott (talk) ૦૯:૩૮, ૧૭ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ પણ જુઓ[ફેરફાર કરો]

અશોકભાઈ, અહિં વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/Transport for London પાનાં પર તમારું મંતવ્ય જરા જણાવી દેશો.--Vyom25 (talk) ૧૬:૪૭, ૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

Sorry, what happened?[ફેરફાર કરો]

Dear Shri Ashok ji, I am puzzled by your reverts of my edits at પિલુચા (તા. વડગામ) and દેવકા (તા. રાજુલા). Can you please explain? Regards, Rahul Bott (talk) ૧૬:૫૯, ૪ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

હેલો, Ashok modhvadia. તમારા માટે Rahul Bottનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

Rahul Bott (talk) ૧૭:૪૯, ૪ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

જન્મદિવસ મુબારક[ફેરફાર કરો]

જય માતાજી, અશોકભાઇ... હું અને મારો પરિવાર આજે આપના જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. આપનાં જીવનમાં અને ધંધામાં કાયમી વસંત ખીલી રહે તેવી પ્રભુને અરજ કરીએ છીએ. તેમજ દાણીધારધામમાં તા.૧૬.૦૫.૨૦૧૩ ને ગુરૂવારનાં રોજ શ્રી લક્ષ્મીનારાયણ યજ્ઞ, ધ્વજા રોહણ અને છપ્પન ભોગ થાળનું આયોજન હોય તો આપને અને જેઠાભાઈને સહપરિવાર નિમંત્રણ પાઠવું છું કે, તમે વેકેશનનો લાભ લઈને પધારજો. --જીતેન્દ્રસિંહ (talk) ૧૦:૫૦, ૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

મુબારક હો !! જન્મ દીવસ મુબારક !!!! Vkvora2001 (talk) ૧૨:૪૭, ૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
અશોકભાઈ મારા તરફથી પણ તમને જન્મદિન મુબારક.--Vyom25 (talk) ૧૨:૨૬, ૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
અશોકભાઇ, જન્મદિવસની આપને હાર્દિક શુભકામનાઓ.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૬:૩૫, ૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
આપની સેવાઓ અવિરતપણે ગુજરાતી વિકિની સાથે હરણફાળ ભરતી રહે એ જ અભ્યર્થના. --સતિષચંદ્ર (talk) ૨૩:૪૧, ૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

સિદ્ધરાજ જયસિંહ[ફેરફાર કરો]

અશોકભાઈ, સિદ્ધરાજ જયસિંહના લેખો પર નજર નાખી જશો.--Vyom25 (talk) ૧૬:૨૯, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

હું સિધ્ધરાજ જયસિંહ અને રાજા સિદ્ધ્રારાજ જયસિંહની વાત કરું છું.--Vyom25 (talk) ૧૬:૩૬, ૨૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ લેખને રદ કરવા મારી અરજ સ્વીકારશો.--Vyom25 (talk) ૨૩:૪૮, ૨૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

ચર્ચામાં નજર મારવા વિનંતી[ફેરફાર કરો]

અશોકભાઈ, શ્રેણીની ચર્ચા:ગુજરાતના જિલ્લાઓ અને શ્રેણીની ચર્ચા:મહેસાણા જિલ્લોની એકવાર મુલાકાત લઈ લેજો. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૦૪, ૩૧ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ જોઇ જવા વિનંતી[ફેરફાર કરો]

અશોકભાઇ, મજામાં હશો. મેં ચર્ચા:સ્વાગત પાનામાં સ્વાગત સંદેશમાં થોડા જોડણી શુદ્ધિને લગતા સુધારા સૂચવ્યા છે. તેના પર નજર નાખીને યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૪૭, ૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

શ્રેણી સુધારણા કાર્યક્રમ[ફેરફાર કરો]

અશોકભાઇ, આપ જે કહો છો તે મુજબ ગામડાના લેખોમાં તાલુકાની જ શ્રેણી રાખવાની જિલ્લાની કે રાજ્યની તેમાં હોય તો હટાવી દેવી. આ જ રીતે તાલુકામાં અબક જિલ્લાના તાલુકાઓ વાળી રાખવાની અને જિલ્લાના લેખોમાં ગુજરાતની શ્રેણી રાખવાની; બરાબરને ? મારે સમજવામાં કંઇ ભૂલ હોય તો જણાવશો. અન્ય સંપાદનોની સાથે સાથે હું આ કાર્ય પણ કરતો રહીશ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૨૯, ૪ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિનોદી પ્રબંધકનો બાર્નસ્ટાર[ફેરફાર કરો]

વિનોદી પ્રબંધકનો બાર્નસ્ટાર!
અશોકભાઈ, વિકીપીડિયામાં સતત આપના અમૂલ્ય યોગદાન અને ચર્ચાઓમાં આપના વિનોદી અને ઉપયોગી પ્રદાન માટે આપ શત શત અભિનંદનને પાત્ર છો.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૦:૦૯, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિકિપીડિયાની સત્યતા સામે સવાલ[ફેરફાર કરો]

અહિં વેબગુર્જરી વેબસાઇટ પર વિકિ લેખોની સત્યતા સામે સવાલ ઊઠાવવામાં આવ્યો છે અને મેં ત્યાં વિકિની તરફેણમાં ચર્ચા શરુ કરી છે. જોઇ જવા વિનંતી તેમજ પ્રબંધક તરીકે સત્તાવાર માહિતી ત્યાં રજૂ કરવા પણ નમ્ર વિનંતી.

लेख हटाए[ફેરફાર કરો]

नमस्ते! सर्वप्रथम इस विकिपीडिया पर गुजराथी में संभाषण न करने के कारण मुझे माफ़ करे क्यूँकी मुझे गुजराथी नहीं आती। अगर मैं गलत नहीं हूँ तो मुझे लगता है की आप इस विकिपीडिया पर प्रबंधक के अधिकार रखते है। इसी कारण मैं आज आपसे કેદાર જોશી इस लेख को यहाँ से हटाने का अनुरोध करने आया हूँ। यह व्यक्ति विकिपीडिया के मायनेसे उल्लेखनीय नहीं है। बल्कि जोशी के अनेक लेख निंदनीय भी है। उधाहरण हेतु आप उनके भारतविषयी "सुविचार" यहाँ पढ़ सकते है। इनके लेखोंको अनेक जगहोंसे हटाया गया है। Wikiquote, Wikiversity, English Wiki. अनेक जगहोंपर लेख लीख इनका प्रचार हो रहा है जो अनुचित है। इसलिए इस लेख को यहासे तुरंत हटानेकी बिनती मैं करता हूँ। किसी कारण ये अनुरोध आपको अनुचीत लग रहा हो तो मुझे इस विकिपीडिया के कार्यप्रणाली से अवगत कराकर मेरी मदत करे। Dharmadhyaksha (talk) ૧૫:૩૨, ૧૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

धर्माध्यक्षजी आपने जिस बात को कहा उस बात का संशय मुज़े कल ही हो गया था। आपने ये बात ध्यान पर रख्खी उसके लिए में आपको धन्यवाद देता हुं। अशोकभाई हमारे प्रबंधक है लेकिन नादुरस्त तबियत की वजह से वो अभी काम नहि कर रहे इसलिए में आपका संदेश हमारे दूसरे प्रबंधक धवलभाई को पहोंचा दूंगा और वो योग्य कदम उठाएगे।--Vyom25 (talk) ૧૯:૪૮, ૧૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
धन्यवाद् Vyom! अब जो आपका ध्यान इस समस्या पर है, मैं निश्चिंत रहूगा। अशोकभाई, आप जल्दी तंदुरुस्त हो जाइए!! :) Dharmadhyaksha (talk) ૨૨:૪૧, ૧૩ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

{{subst:cdw|શ્રેણી:ગુજરાતનાં_પક્ષીઓ}} 219.91.221.83 ૨૦:૦૩, ૨ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

મુંબઈ સમાચાર[ફેરફાર કરો]

અશોકભાઈ, જય માતાજી...સીતારામ... ઘણા દિવસે વિકિપીડિયામાં તમારી સાથે વાત કરી રહ્યો છું. હવે વાત એમ છે કે, મુંબઈ સમાચારમાં કોઈ લેખકે "સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં" શિર્ષક હેઠળ વિકિપીડિયા વિષે નથુરામ ગોડસેનાં એક લેખ બાબતે લખાણ કરેલ છે. જેની એક કડી તમને મોકલુ છું. સર ઝૂકા સકતે હૈં લેકિન સર કટા સકતે નહીં. જેમાં તેને એવુ લખેલ છે કે, ચેતવણી: ગૂગલ સર્ચ અને વિકિપીડિયાના પેજીસ પર હર વખત ભરોસો નહીં મૂકવાનો. નથુરામ ગોડસેનું વિકિપીડિયાનું પેજ જોજો. એમાં એણે બાપુને સવારે અગિયાર ને પાંચે ગોળી મારી એવું લખ્યું છે. વિકિપીડિયા બોડી બામણીનું ખેતર છે. કોઈ પણ લલ્લુપંજુ ત્યાં રાઈટર અને એડિટર બની જઈ શકે છે. નથુરામ ગોડસેએ ગાંધીજીને કેટલા વાગે ગોળી મારી એનું મહત્ત્વ કોઈને હોય કે ન હોય, વિકિપીડિયાની ઑથેન્ટિસિટી માટે આવી ભૂલો સ્પીક્સ અ લૉટ. આ ઉપરાંત વિકિપીડિયાના રાઈટરો બહુ જ સટલી કોઈ વ્યક્તિ વિશે તમને સારો કે ખરાબ અભિપ્રાય બંધાય તેવું લખી શકતા હોય છે. વિકિપીડિયામાંના અભિપ્રાયોનું મહત્ત્વ એટલું જ જેટલું મહત્ત્વ પાનના ગલ્લે થતી ચર્ચામાં ફેંકાતા અભિપ્રાયોનું.. તો શું આ બાબતે તમારૂ શું કહેવાનુ થાય ? આપણે તેને કાંઈ જવાબ આપવો પડે કે તે લેખકે લખ્યુ તે બરોબર છે... જય માતાજી..--જીતેન્દ્રસિંહ (talk) ૧૫:૨૦, ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

અમદાવાદની ઓળખ ધરાવતું ચિત્ર[ફેરફાર કરો]

અશોકજી, અમદાવાદના લેખમાં મેં ચોકઠામાં ચિત્ર બદલ્યુ છે. આપ સહુને તે ગમે તો રાખજો, નહીતર કાઢી નાખશો તો પણ મને વાંધો નથી. એ ચિત્રમાં અમદાવાદની બધી ઓળખ ભેગી કરીને મુકવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે સહુ ને ગમશે.--વિહંગ (talk) ૨૦:૧૯, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ જરા જોવા વિનંતિ[ફેરફાર કરો]

ચર્ચા:જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન--વિહંગ (talk) ૧૪:૪૧, ૧ ઓકટોબર ૨૦૧૩ (IST)

૬ સ્થંભ[ફેરફાર કરો]

અશોકજી, ઉમરાળા અને ઘોઘાનાં ઢાંચામાં આપને યોગ્ય લાગતું હતું તેમ ૩ ને બદલે ૬ સ્થંભ કરી નાખ્યા છે પણ નેવબોક્ષ કામ નથી આપી રહ્યુ. કદાચ અાપના મીડાઝ ટચથી કંઇક થઇ જાય. અંદર ભૌગોલીક સ્થાનનો ઢાંચો મુકીએ એ વાત નેવબોક્ષને પસંદ નથી લાગતી. આભાર - --146.185.23.27 ૧૭:૨૮, ૨૪ ઓકટોબર ૨૦૧૩ (IST)

આ લેખમાં ઢાંચો પોષકતત્ત્વો એ ડાબી બાજુએ દેખાય છે. તેને જમણી બાજુએ લઈ જઈ ખાલી પડેલી જગ્યામાં લેખની મેટર કેમ કરી મુકી શકાશે? મદદ કરશો. --sushant (talk) ૧૪:૪૭, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

એક પ્રયત્ન કરેલ છે. આપણને બધાને ગમે તો રાખીશુ, નહીતર રદ્દ કરી નાખીશું. આભાર --વિહંગ ૧૫:૪૩, ૨૭ ઓકટોબર ૨૦૧૩ (IST)

વસતી ગણતરી અમદાવાદ[ફેરફાર કરો]

આ પાનાં પર મેં એક કોષ્ટકમાં પ્રાયોગિક ફેરફાર કરેલ છે જોઈ જશો.--Vyom25 (talk) ૧૮:૩૬, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)

જાહેર આમંત્રણ[ફેરફાર કરો]

પ્રબંધક શ્રી, જોઇ જવા આમંત્રણ છે.--વિહંગ ૧૯:૫૩, ૨૯ ઓકટોબર ૨૦૧૩ (IST)

અન્ય તાલુકાનુ઼ અરેસુ.[ફેરફાર કરો]

અશોકજી, રજાઓનાં સંદર્ભમાં ઘરથી દુર હોવાને લીધે જવાબ આપવામાં મોડુ થયુ હોયવાથી ક્ષમા માંગુ છુ. આપને માટે નવા તાલુકાની ફાળવણી કરી દીધી છે. આભાર - --વિહંગ ૧૭:૩૫, ૨ નવેમ્બર ૨૦૧૩ (IST)

સભ્ય:Keyurkorat નામના અસભ્ય સભ્યએ દિવાળીની રજાઓનો ગેરલાભ લઈ અને વિકિની **** કરી છે. તે તમે તેના યોગદાન પરથી જોઈ શકશો. યોગ્ય પગલાં ઉઠાવવાં. (મારી અસભ્યતા બદલ માફી ચાહું છું પણ આવા લોકો માટે જો માચો લેખ હોત તો કડી આપત. ટિપ્પણી યોગ્ય ન લાગે તો બેધડક દૂર કરવી. હું વિરોધ નહિ સમર્થન કરીશ)--Vyom25 (talk) ૧૭:૪૧, ૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

સ્વાગત અને સમયોચિત સ્વાગત માટે આપનો અભિપ્રાય જણાવવા વિનંતિ[ફેરફાર કરો]

સ્વાગત અને સમયોચિત સ્વાગત માટે આપનો નિખાલસ અભિપ્રાય જણાવવા વિનંતિ. આપની અગાઉથી મંજુરી લીધા વગર ફેરફાર કર્યા છે તો માફ કરશો.----વિહંગ (talk) ૨૩:૫૪, ૧૧ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

વ્યોમજી-જડપનો પર્યાય બની ગઇ છે આપની જડપ[ફેરફાર કરો]

વ્યોમજી-જડપનો પર્યાય બની ગઇ છે આપની જડપ... ક્યા બાત ... ક્યા બાત ... ----વિહંગ (talk) ૧૯:૨૭, ૧૨ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

કેમ રીસાયા છો?[ફેરફાર કરો]

સમ્રાટ, આપે હમણા મારા સંદેશા ન વાંચવાનું કે જવાબ ન આપવાનું પ્રણ લીધુ હોય એમ લાગે છે. બધુ બરોબર તો છે ને?, કે મારાથી રીસાયા છો? જો એમ હોય તો આપના સભ્યપાના પર |સ્થિતિ=રીસાયેલ ઉમેરી દેજો. હા હા હા ... ----વિહંગ (talk) ૧૨:૫૩, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ત્રાસવાદી ફરી ત્રાટક્યા છે. બચાવો.[ફેરફાર કરો]

વ્યોમભાઇ વ્યોમ જડપે હુમલો ખાળી રહ્યા છે. આ બીજો હુમલો હોવાથી આપની કે ધવલભાઇની જરૂર છે. પ્રતિબંધ મુકો જલદી.----વિહંગ (talk) ૨૦:૦૩, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૮, ૧૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
  • --

અગમ-નિગમથી ઉજાગર થતા જાદુઇ આંકડાઓ ...[ફેરફાર કરો]

આ જુવો. વર્ષો પહેલા અમદાવાદથી હાલમાં પણ પ્રસિદ્ધ થતા એક દૈનિક સમાચાર પત્રમાં આગળના પાને દરરોજ અમુક નંબર પ્રસિદ્ધ થતા જે દરરોજ એક જ જગ્યાએ એક મોટા ખાલી ચોખંડામાં મોટા અક્ષરે મુકવામાં આવતા. નંબરની પ્રસિદ્ધિ પાછળ કોઇ ગણિતીય શ્રેણી કે અન્ય કોઇ પણ તર્ક કામ ન કરે એ પ્રકારે એ રેન્ડમ નંબર્સ આવતા. અને પછી લોકમુખેથી એ નંબરોની મદદથી કોઇ જલદી ધનવાન કે ગરીબ બની ગયુ એવા પણ ઉડતા સમાચારો મળતા... એ અગમ-નિગમના વિષય બાબતમાં કંઇ વધારે તો ખબર નથી પણ અહીંયા આ નંબરો જોઇ ને મને કોણ જાણે કેમ એ રમત અહીંયા પણ કોઇ રમી રહ્યુ હોય એમ લાગે છે. મને એકલાને જ એવું લાગે છે કે તમને પણ શક્યતા દેખાય છે?----વિહંગ (talk) ૨૨:૦૬, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

પછીથી યાદ આવ્યુ. Reliance Communication Ltdની માલીકીનું આઇ.પી. હોય એમ લાગે છે. પ્રબંધકની રૂએ, જો તમને યોગ્ય લાગે તો, તમે antiabuse.support@relianceada.com પર ઇમેલ મોકલીને એ કોણ છે તે જાણી શકો છો. ----વિહંગ (talk) ૨૨:૧૨, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધ્યાન દોરવા બદલ આભાર, વિહંગભાઈ. હટાવાયું..આગળ કાર્યવાહી ચાલુ. કૃપયા સૌ મિત્રો આવું શંકાસ્પદ વર્તન ધ્યાને રાખે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૯, ૧૫ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
આભાર મિત્રો અને ખૂબ મોડેથી જોવા બદલ માફી માંગું છું જેને લાયક હું નથી એ જાણું છું.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૨, ૧૬ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ભેસાણ તાલુકો[ફેરફાર કરો]

સાહેબજી, ભેસાણતાલુકાના ગામ, એવો એક ઢાંચો પણ જોડે જોડે ઉમેરી દીધો હોત તો વધારે સારૂ થયુ હોત એમ મને લાગે છે.

બીજુ એ ઉમેરવાનું કે આપની ચિમકી /તાકીદ મળી ગઇ છે. (અ'વાદ જિલ્લો પુરો કરો! વાળી વાત કરી રહ્યો છું. ) છેલ્લા કેટલાક દિવસથી ખાસ કશુ કરી શક્યો નથી એ માટે ક્ષમા આપશો. હજુ બે-ત્રણ દિવસ એવા જ જાય એમ લાગે છે. ફરીથી ક્ષમા ચાહું છું. (હા, કોઇ મિત્રને કે તમારે મારી પાસેથી એ લઇને પુરૂ કરી નાખવું હોય તો પણ છુટ છે. હું કોઇ વિરોધ નહી કરૂ.)

--લિ.,વિહંગ વ્યાસંગી ૧૬:૩૨, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

કરું છું.... જો કે અંગતરીતે હું દરેક ગામનાં પાને બધાં ગામનાં નામની યાદી ઉમેરવાનો કોઈ ફાયદો જોતો નથી. પણ જ્યાં છે ત્યાં એનો કોઈ ગેરફાયદો પણ નથી. એટલે યથાવત સ્થિતિના મતનો છું. હાલ જેમ જેમ તાલુકા બનતા જાય તેમ તેનાં નકશાઓ પણ વાયા કૉમન્સ તાલુકામથકનાં પાને ઉમેરતો જાઉં છું. અને હા, અ‘વાદ જિલ્લો, તો એ ચિમકી નહિ, ધ્યાનાકર્ષણ માત્ર હતું. માત્ર એ એક તાલુકો પતે એટલે એક જિલ્લો (અમદાવાદ) પૂર્ણ થયાનો આનંદ સૌ માણી શકે !!! ઉત્સાહમાં વધારો થાય. સંચાલક તરીકે ધારો તો એ આપ કોઈને પણ સોંપી શકો છો. (જો કે ઉતાવળ નથી જ.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૯, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
તમારી રંગીન તબિયત વાળી સહી જોઇને મને પણ ઇચ્છા થઇ ગઇ છે. મારુ સભ્ય પાનું જોયું? (ચેતવણી:થોડા હળવા મુડમાં છે, માઠુ ન લગાડવું. ખરાબ લાગે તો બે રોટલી/બે રોટલા/કે જે ભાવે તે વધારે ખાઇ લેવું.)

--લિ.,વિહંગ વ્યાસંગી ૧૭:૦૧, ૧૮ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

બસ ને સમ્રાટ કીધા એટલે આવું કરવાનું ને. ફક્ત એક બચુકડો અભિપ્રાય માંગ્યો તો મારી નવી સહીને આડકતરી વખોડી નાખી!!! વાહ વાહ, આપકા ભી જવાબ નહી.
એક પ્રબંધક એવું કહે કે તમે મને નાહક ના કામમાં ઉલજાવો છો તો બીજા વળી મારી સહી જોઇ ને પછી એ ખરાબ છે અને એટલે એને પ્રતિબંધિત છે એવુ જાહેર કરતી નવી નિતી બનાવે.
યા અલ્લાહ, જુવો હું તો હતાશાની ગર્તામાં ધકેલાઇ ગયો!!!! એ પણ પાછી તળીયાવગરની / અંત વગરની ગર્તામાં .... હા હા હા
... મજાક પુરી. આ અત્યંત જરૂરી કાર્ય હાથ પર લેવા બદલ કોટી કોટી અભિનંદન....--લિ., વિહંગ વ્યાસંગી ૧૨:૧૩, ૨૦ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
આ સહી તો ચાલશે ને ? --લિ., વિહંગ વ્યાસંગી ૧૨:૧૪, ૨૦ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
શ્રી.વિહંગભાઈ, આને "માથે ઓઢ્યું" કહેવાય !! :-) આ બધી નીતિઓ કંઈ અમે અને આજે નથી બનાવતા, વિકિની મૂળ નીતિઓ છે જ. (મૂળ અંગ્રેજી પાનાની લિંક ત્યાં છે, વાંચી કાઢજો) જેનું ભાષાંતર કરવાનું દબાણ પણ વખતો વખત થતું રહે છે. માત્ર આળસને કારણે કે મેનપાવરનાં અભાવે એ થતું નથી હોતું. (ગુજરાતીભાષીઓની આ એક વિડંબના કહેવાય !) બાકી નીતિઓ વિશે એમ કોઈને વ્યક્તિગત ધ્યાનમાં રાખીને કાર્ય કરવાનું અન્યત્ર ચાલી શકે પણ વિકિ પર તો નહિ જ. આ મુળભૂત પાનાંઓનાં ભાષાંતર થોડાં તકનિકી અને અઘરાં હોય છે એટલે અમે પણ આળસ કરતા હોઈએ છીએ જે અમારી (એટલે કે પ્રબંધકોની) ખામી ગણાય. બાકી એને વ્યક્તિગત રીતે કોઈ સાથે કંઈ લાગતું વળગતું માનવું નહિ. રહી વાત સહીની, તો એ જે તે પાના સાથે લિંક્ડ હોય એટલે લાઈનમાં વારામાં આવે. જો કે આખું પાનું બને ત્યારે વધુ વિગતો જાણવા મળે પણ કોઈ સભ્યએ કેવી સહી કરવી એ વિશે પ્રબંધકોને કશું લાગતું વળગતું નથી. (માત્ર લેખ ’સભ્યનામ’માં ઉલ્લેખેલ મુદ્દાઓ સચવાતા હોવા જોઈએ) સહીનાં દેખાવ વિશે ત્યાં જે સૂચનો છે એ ’ડાયરેક્ટિવ’, માર્ગદર્શક, પ્રકારનાં છે. એમાં કોઈને મનાઈ કરવા વિશે કશો ઉલ્લેખ નથી. સહીનો દેખાવ એ સ્વૈચ્છીક અને વિવેક દ્વારા કરાતી બાબત છે. સૌ એ માટે સ્વતંત્ર છે. અને એમાં પ્રબંધકોનાં સ્તરે કોઈને સૂચના આપવાનું કે પાલન કરાવવાનું કોઈ કારણ નથી (જેમ ’સભ્યનામ’ વિષયમાં પ્રતિબંધ, હટાવવું વગેરે છે). હા, સભ્ય તરીકે અન્ય સૌ લોકો માત્ર માર્ગદર્શન આપી શકે કે ચર્ચા કરી શકે. આમે વિકિ પર એક સગવડ એવી પણ છે કે, કોઈપણ સભ્ય ઇચ્છે તો સઘળે, અન્ય લોકોની પણ, સામાન્ય (ડિફોલ્ટ-બ્લેક એન્ડ વ્હાઈટ) સહી જ જોઈ શકે. જો કે મને તો આવી રંગબેરંગી સહીઓ જોવાનો આનંદ આવે છે. અને હું પ્રબંધક લેખે નહિ પણ વ્યક્તિગતરૂપે કેવી સહી કરવી એને સૌનો પોતાનો સ્વતંત્ર અધિકાર સમજું છું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૩, ૨૦ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
ગાંધીજીને અનુસરવા માટે (એમણે કહેલું કે જ્યાં સુધી મારા દેશ-બાંધવો પાસે પહેરવા માટે પુરતા કપડા નહી હોય ત્યાં સુધી હું ફક્ત એક પોતડી પહેરીશ) મેં પણ નક્કી કર્યુ છે કે હું પણ બધા જ દેશ બાંધવો અને ભગિનિઓ માથે નહી ઓઢે ત્યાં સુધી માથે નહી ઓઢું. એ મહામાનવ અને આ અતિ-સામાન્ય માનવ વચ્ચેની બઘી જ સમાનતાઓ ત્યાં જ સમાપ્ત થઇ જાય છે અને એટલે જ તો હું એક પામર જીવડું છું પણ એ પ્રકારનું જીવડું છુ કે જે માથે ઓઢતું નથી. ઇતિહાસે સુવર્ણાક્ષરોએ નોંધેલ છે કે મિત્રો તરફથી આઠ હજાર છસ્સો ને ચોર્યાસી(અંકમાં ૮૬૮૪) પ્રકારની લાલચો ધરવામાં આવી હોવા છતા વિહંગ ઓઢું તો ઓઢું તારી ચુંદડી નામનું ગુજરાતી ચલચિત્ર જોવા નહોતો ગયો (નહીતો ફક્ત ઘરથી ફક્ત ૭૦૦ મિટર દુર આવેલ છબીઘરમાં જ લાગેલું). પણ ખેર, કવિ એટલું જ કહે છે કે પોતે માથે ઓઢવામાં માનતા નથી એટલું જ નહી પણ સહિષ્ણુ હોવાનો સતત દાવો કર્યા કરતા હોવાથી અન્ય કોઇ જો માથે ઓઢે તો વાંધો પણ લઇ શકતા નથી. (જુઓ પેલા ખૂણામાંથી કોઇ બોલ્યુ કે એટલે જ સમાજમાંથી માથે ઓઢવાના કે માથે મેલું ઉપાડવાના કુરિવાજો ખતમ થતા નથી). મારા વાલા, સતત ખડખડાટ હસતા માણસનું દિશા-નિર્દેશન પણ એ માટે જ છોડેલું કે જેથી બધા જ મિત્રોને ખબર પડે કે આ સંદેશો વાંચીને આ જ રીતે ખડખડાટ હસવાનું છે. (કોમન્સ પર કેટકેટલા ખાંખાખોળા કર્યા પછી એ અદભુત હાલતું-ચાલતું ચિત્ર મેળવેલું!). --લિ., વિહંગ વ્યાસંગી ૧૨:૪૧, ૨૧ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

૨૫૦૦૦ નાં આંકડા પર પહોચવાનો નવો મારગ[ફેરફાર કરો]

વાહ વાહ, સમ્રાટ, ૨૫૦૦૦ નાં આંકડા પર પહોચવાનો નવો મારગ કંડારીને આપે ખુબ સરસ કાર્ય કર્યુ છે. અભિનંદન. આ મારગની ખબર છે? જો કે આપના વાળો વધારે અગત્યનો છે તે વાત તો નિઃસંદેહ છે જ. --લિ., વિહંગ વ્યાસંગી ૨૧:૫૫, ૨૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

:-) તો..............એ હાલો....જો કે "મારગ" વિષયે તો એવું છે કે; ‘તારી હાક સૂણીને કોઈ આવે ન આવે, એકલો જાને રે !!’ -- આપણું અરેસુનું કાર્ય પણ મારગ ઉપરથી ન ઉતરે એ જવાબદારી તમારી છે ! યાદ રાખજો, અન્યથા હું અહીં જેટલાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો બનાવીશ એ બધાં માપવાનું કામ તમારે કરવું પડશે !!! :-) આ આના ઢાંચાઓ અને મોડ્યુલો પણ બહુ મગજમારી વાળા છે. પણ સલવાયે ત્યાં "મારગ" કાઢવા ધવલભાઈ તો છે જ એટલે હું અખતરા કર્યે જાઉં. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૫, ૨૪ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
સમ્રાટ, પેટિયુ રળવાના કામમાંથી હમણા નવરાશ નથી મળતી. એવું ધારેલુ કે આ અઠવાડીયામાં થોડું ઘણું તો કામ થઇ શકશે. પણ માણસની મરજી અને મૌલાની મરજી નો મેળ એમ સહેલાઇથી બેસવા દે તો તો એ ઉપરવાળો શેનો કહેવાય? હાલમાં તો અ'વાદમાં હોવા છતા અહીય઼ાં અરેસુમાં કશુ ઉપયોગી ઉમેરણ નથી કરી શકતો એ માટે ક્ષમા કરશો. શ્રી સુશાંતભાઇ એ પણ ૨૪૫૦૦ લેખોનો આંકડો કુદાવવામાં રંગ રાખ્યો છે. એમનો આભાર માનવાની તક અત્રે જ જડપી લઉ છું. --લિ., વિહંગ વ્યાસંગી ૧૯:૨૩, ૨૮ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

તમારા જિલ્લા, તાલુકામાં પગપેસારો[ફેરફાર કરો]

અશોકભાઈ, તમે ગાંધી-કથાના પ્રદર્શનમાં વ્યસ્ત જાણી આજે તમારા જિલ્લા - તાલુકામાં પગપેસારો માંડ્યો છે. ક્યાંય ભૂલો પડું તો "મારગ" ચીંધજો..... :)--sushant (talk) ૨૨:૨૮, ૨૯ નવેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

અશોકભાઈ આ મુંબઈના લેખ પર કશું દેખાતું નથી.--Vyom25 (talk) ૨૩:૦૦, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

કરું છું.... આશ્ચર્યમ્‌ !!! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૦, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
થોડા સમય પહેલાં બ્રેમ્પ્ટન, ઓન્ટારીયો પર કામ કરતી વખતે મારે ઈન્ફોબોક્ષ સેટલમેન્ટના વપરાશ બાદ આ સમસ્યા થઈ હતી એવું મને યાદ છે. અંતે તે દૂર કરતાં બાકીનો લેખ દેખાવા લાગ્યો હતો.--Vyom25 (talk) ૨૩:૧૮, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
ઈન્ડિયન જ્યુરીશડિક્શન ઢાંચો દૂર કરતાં બાકીનો લેખ દેખાય છે.--Vyom25 (talk) ૨૩:૨૧, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
એ મેં જોયું, સવારે વાત કરી તેમ, ઢાંચામાં લોચા પડે છે !! જો કે કંઈક ઉપાય કરીશ. કામ ચાલુ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૭, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું-ઢાંચામાં "|area_total =" ની વેલ્યુ અપૂર્ણાંકમાં 603.4 હોવાને કારણે આખો લેખ દેખાતો ન હતો ??? (કારણ ખબર નથી !). વિવિધ રીતે ચકાસ્યું, વાંધો અપૂર્ણાંક હોવાનો પણ નથી, માત્ર વેલ્યુ 603.4 સાથે જ વાંધો છે (??) હાલ એ વેલ્યુ ખાલી રાખી છે. અન્યત્ર કોઈક ગણિતિક ઢાંચો કે મોડ્યુલની સમસ્યા જણાય છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૦, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
ચાલો અગ્રીમતા લેખ ફરી દેખાય તે હતી જે પૂર્ણ થઈ હવે આગળનું કામ થયા કરશે. આભાર અશોકભાઈ.--Vyom25 (talk) ૨૩:૫૨, ૪ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
વસ્તી અને એરીયા બંને માહિતી આપતાં વસ્તીગીચતા આપોઆપ દર્શાવવામાં આવે છે તે અલગથી લખવાની જરૂર નથી માટે આ ગણતરીમાં ક્યાંક મેળ ન ખાતો હોય તેમ બની શકે.--Vyom25 (talk) ૦૦:૦૦, ૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
એમ પણ નથી..વાંધો કિ.મી.નાં આપોઆપ માઇલ (કે ચો.કિ.મી.નાં ચો.માઇલ) કરતા ઢાંચાઓમાં ક્યાંક છે. ‘કનવર્ટર’ ઢાંચામાં લોચો છે પણ એ "વાંધાવાળું, અઘરૂં અને ગોટાળીયું" કામ કોઈક વિદ્વાન (એટલે કે, ધવલભાઈ !) પ્રબંધકને સોંપવું જ યોગ્ય છે !!  :-) ધન્યવાદ. બીજું મેં "વલ્લભીપુર" ફરી લીધું, તમે ક્યાં પહોંચ્યા ? હવે વિહંગજી નવો વિસ્તાર સોંપે તેની રાહ છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]
બસ, તળાજાના એકાદ બે ગામ મળતાં નથી તે શોધું છું. (ચૂંટણી પંચ વાળા આખીને આખી સોસાયટીઓ ગપચાવી મારે છે તો આપણે કેમ પાછા પડીએ.?)--Vyom25 (talk) ૦૦:૧૭, ૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

અ.રે.સુ. કાર્યભાર વહેચણી[ફેરફાર કરો]

પ્રિય ગુજ-વિકિ-હૃદય-સમ્રાટ,
આપને રાહ જોવરાવવા બદલ માફી માંગું છું. હમણા અન્ય સ્થળે સમયનું રોકાણ જરા વધારે થઇ જતું હોવાથી અહીંયા સમય સાવ જ નથી આપી શકતો. હાલમાં આપને જુનાગઢનાં બે તાલુકાઓના અરેસુ કરવા વિનંતિ. આભાર. --લિ., વિહંગ વ્યાસંગી ૦૯:૨૭, ૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

Infobox ઇ. જુ.: કૌંસ કથા[ફેરફાર કરો]

પ્રિય ગુજ-વિકિ-હૃદય-સમ્રાટ,
આપે Infobox ઇ. જુ. માં |State_name = Gujarat ને આવરી લઇને ખુબ જ સુંદર કાર્ય કર્યુ છે એ બાબત કોઇ બ મત નથી. પણ એમાં કૌંસની વસ્તીમાં બ ઘટતા હતા એ મેં ઉમેરી દીધા છે. ક્રૌંચ પક્ષીનો વધ થયેલ જોઇ ને જેમ પેલા ઋષિને સંસ્કૃત મહાકાવ્યની રચના કરવાની ઇચ્છા થયેલી એમ અહીંયા કૌંસનો વધ થયેલો જોઇને મને આ સંદેશ લખવાની ઇચ્છા થઇ છે. ધૃષ્ટતા લાગે તો જરા હસીને માફ કરજો. ઢાંચામાં કૌંસનો સરળ નિયમ એ છે કે જેટલા {{ ખુલે એટલા જ }} બંધ પણ થવા જોઇએ નહી તો એ મુદ્રા-રાક્ષસ જીવડું બની જાય છે. મૃગી કુંડ વિષે મનાય છે તે રીતે અહીંયા પણ જેટલા {{ કૌંસ-મહાત્માઓ એ કોષ્ટકમાં નહાવા પડેલા એમાંથી એક જોડ ઓછા બહાર આવેલા. એને લીધે એવા દરેક લેખ કે જેમાં આ ઢાંચો વપરાયેલો છે ત્યાં લેખની પ્રથમ કતારમાં {{#if:ગામ પ્રકારનું લખાણ જોવા મળતું હતું. એને માટે મેં કીટ-નાશકનો છંટકાવ કરી દીધો છે. જે આપની જાણ માટે. આભાર. शुभम् भवतु।--લિ., વિહંગ વ્યાસંગી ૧૯:૩૪, ૬ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

અશોકભાઈ, આ પાનું રદ કરવા વિનંતી છે.--Vyom25 (talk) ૧૮:૪૯, ૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

why did you delete my content[ફેરફાર કરો]

Dear ahosk, why did you delete my detail

explain me what sould be in the deail[ફેરફાર કરો]

Ashok bhai,

  • વસતી i aded from some gov website
  • ગામના અક્ષાંશ-રેખાંશ if we put again what is problem with you
  • ફેસબૂક google link we can put bacz we can guide people that we have the other detail also like pics,peolpe,event etc.
  • all festival not celebrate in all village i describe my village festival so whats wrong with that
  • if we add more picture peple can understand easly thats why

do you know my village more then me?[ફેરફાર કરો]

Dear Ashok,

 you deleted my detail abt  વાછાવડ who gonna add agin that?

give me best example for any village wikipedia detail? so i can create વાછાવડ like that

(પ્રત્યુત્તર માટે અહીં જુઓ).--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૬, ૧૯ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

Give me the best example for village detail[ફેરફાર કરો]

Dear Ashok, plz give me best example wiki rural village detail so i can make like that or tell me which kind of detail i can put in my village wiki

My dear friend, have a look at the village page that you are so much concerned of. Ashokbhai has already edited in a way suitable to Wikipedia. Also, try to read his message and notes left on your talkpage, you'll learn everything.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૩, ૨૦ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

જુનાગઢ જિલ્લો - માળિયા તાલુકો[ફેરફાર કરો]

જુનાગઢ જિલ્લા પંચાયતની વેબસાઈટ પરના નક્શામાં જોતા એક વાત જણાઈ કે માળિયા તાલુકાના બે ગામ પાણીધરા અને પિખોર (જોડણીમાં ભૂલ શક્ય છે) માળિયા તાલુકાની મુખ્ય ભૂમિ કરતા દૂર માંગરોળ અને કેશોદ તાલુકાની વચ્ચે ફસાયેલા છે? આમ કેમ? આનો કોઈ ઈતિહાસ છે કે? --Sushant savla (talk) ૧૦:૨૦, ૨૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

ગામના નામનાં માન્ય ઉચ્ચાર "પીખોર" અને "પાણીધ્રા" છે. તાલુકાનું નામ પણ "માળીયા હાટીના" રાખવું. (સં:તા.પં.વેબસાઈટ). તાલુકાઓની સીમારેખા નિર્ધારણ સમયે ક્યારેક સ્થાનિક બાબતોને કારણે આવી રીતે એક-બે ગામ ભૌગોલીક રીતે નજીકનાં તાલુકાની હદમાં હોવા છતાં વહિવટી રીતે અન્ય તાલુકામાં હોવાનું બને છે. અગાઉ આપણે અરેસુ કરેલા એકાદ તાલુકામાં પણ આવું ઉદાહરણ મળેલું છે. શા માટે આવું થયું હશે એ બાબતે મને માહિતી નથી પણ સામાન્ય રીતે સ્થાનિક (રાજકિય, લોકલાગણી, જેવી) બાબતોને કારણે આમ બને છે. હાલ પણ સૂચિત નવા જિલ્લાઓમાં ભળવા બાબતે ઘણાં ગામોમાં આ પ્રકારનો વિવાદ હોવાનું ધ્યાને આવતું રહે છે, અને અંતે આ પ્રકારે ઉકેલ લવાતો હશે. હું ધારૂં છું કે તમે આ તાલુકાનાં ગામનો ઢાંચો તૈયાર કરવાના હશો. કરો, ક્યાંય સામાન્ય ઉચ્ચરભેદ જણાશે તો હું સુધારીશ. આગોતરો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૭, ૨૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા‎‎ (લેખ પૂર્ણ....)[ફેરફાર કરો]

વાહ, આ સુંદર કાર્યની સમાપ્તિ માટે હાર્દિક ધન્યવાદ. --લિ., વિહંગ વ્યાસંગી ૧૪:૦૦, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]

આભાર વિહંગજી, એ તો અમારી ફરજ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૫, ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ (IST)[ઉત્તર]