બગસરા-ઘેડ (તા.માંગરોળ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બગસરા-ઘેડ (તા.માંગરોળ)
—  ગામ  —

બગસરા-ઘેડ (તા.માંગરોળ)નું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°22′15″N 69°58′24″E / 21.370885°N 69.973340°E / 21.370885; 69.973340
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બગસરા-ઘેડ (તા.માંગરોળ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકામાં આવેલું એક ગામ છે. બગસરા-ઘેડ જુનાગઢથી ૩૪ માઇલના અંતરે દક્ષિણ-પશ્ચિમે આવેલું છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કોડીનારમાં આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ લખાણ પરથી જાણવા મળે છે કે આ ગામ ઇ.સ. ૧૨૭૨ (સંવત ૧૩૨૮)માં અણહિલવાડ પાટણના રાજા વિશળદેવ વાઘેલાના શાસન હેઠળ હતું અને પછી તેને નાના નામનાં નાગર બ્રાહ્મણને સોંપવામાં આવ્યું હતું, જેનો માંગરોળની આવકમાં સાતમા ભાગનો હિસ્સો હતો.[૨]

બગસરાના ખેતરોમાં ઈ.સ. ૧૩૯૨ (સંવત ૧૪૪૮)ના વર્ષના પાળિયાઓ આવેલા છે. આ પાળિયાઓ સામોના પુત્ર પાટો ના છે, જે જૂનાગઢના ચુડાસમા રા મોકલસિંહના વિજયી યુદ્ધમાં માર્યો ગયો હતો. પછીના પાળિયાઓ અમદાવાદની ગુજરાત સલ્તનતના સુલ્તાનોના નામોનો ઉલ્લેખ કરે છે. આ દરેક પાળિયાઓમાં બગસરાનો ઉલ્લેખ છે. ઇ.સ. ૧૪૭૨ (સંવત ૧૫૨૮) પછી બગસરા ચોવીસી જૂનાગઢના છેલ્લા શાસક રા' માંડલિકના પુત્ર ભૂપતસિંહને જાગીરમાં મળ્યું હતું. ભૂપતસિંહના વંશજો રાયજાદાઓ કહેવાયા, જેઓ હજુ પણ કેશોદ નજીક અમુક ગામોમાં વસે છે.[૨]

બ્રિટિશ શાસન સમયે તે સિલ મહલ ઉપવિભાગમાં હતું.[૨]

ખેતી[ફેરફાર કરો]

ગામની નીચાણ વાળી જમીન ઘેડ કહેવાય છે અને અને વરસાદની ઋતુમાં કાદવ તેમજ પાણીથી ભરાઇ જાય છે. આ ઘેડમાં કાસ નામનું ઘાસ ઉગે છે અને તે પશુઓને ખાવા માટે અપાય છે જ્યારે તેનાં બીજ ઘેડ ગામોના લોકો ખાય છે જેને કાસિયા કહે છે. આ અનાજ હિંદુઓમાં ઉપવાસમાં ખવાતું નથી. આ ઘાસને ઢીંચણા વાળાં મૂળ હોય છે જે કાળા અને નાનાં બટાકા જેવા હોય છે. તેને પણ બાફીને ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. તેને લીલાં હોય ત્યારે લોધ અને સૂકાં હોય ત્યારે બિડ કહે છે. થેગી અથવા થેક પણ ઘેડમાં જોવા મળે છે. ઘેડમાં હજારોની સંખ્યામાં કમળના છોડ પણ જોવા મળે છે. કમળનું તળાવ કુમનાકહે છે અને તેના સફેદ દાણાંનો લોટ બનાવી તેને રોટલી બનાવવામાં ગરીબ લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે. તેને તવંગર લોકો ઉપવાસના દિવસે ખાય છે. ઘેડમાં થતાં ચણા સ્વાદમાં તેમજ રાંધવામાં ઉત્તમ હોય છે. તેને ઘેડિયા ચણા કહેવામાં આવે છે.[૨]

વસતી[ફેરફાર કરો]

બગસરાની વસતી મુખ્યત્વે મેર, ઘેડિયા કોળી, મેમણ, ખોજા, લોહાણા, ગિરનાર બ્રાહ્મણ અને સિંધી લોકોની છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. તા.પં.જૂનાગઢ, તાલુકાના ગામોની યાદી (અંગ્રેજી)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૨-૩૭૩. Check date values in: |year= (મદદ)

PD-icon.svg આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૭૨-૩૭૩. Check date values in: |year= (મદદ)

માંગરોળ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન