મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મહાનતમ ભારતીય સર્વેક્ષણના વિજેતા, ડૉ. બાબાસાહેબ આંબેડકર

મહાનતમ ભારતીય (સૌથી મહાન ભારતીય) એ નક્કી કરવા માટે ભારતમાં રિલાયન્સ મોબાઇલના માધ્યમથી CNN, IBN અને HISTORY ચેનલની ભાગીદારીમાં આઉટલૂક પત્રિકા દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સર્વેક્ષણ અનુસાર ભારતનાં મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત મહાનુભાવો જેમાં કલા, ખેલ, રાજનીતિ, સમાજસેવા, ઉદ્યોગ વગેરે માંથી પ્રથમ ૫૦ મહાનુભાવો ને પસંદ કરવામાં આવ્યા હતાં.[૧]

નામાંકન અને મતદાન[ફેરફાર કરો]

ભારત ના અલગ અલગ ક્ષેત્રે કાર્યરત ૫૦ મહાનુભાવોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. તેના માટે ખ્યાતનામ કલાકારો, લેખક, ખેલ જગત વગેરેમાંથી ૨૮ સભ્યોની એક પેનલ તૈયાર કરી હતી. www.thegreatestindian.in પર ઓનલાઈન મતદાન રાખવામાં આવેલું હતું.[૨]

૫૦ મહાનુભાવો યાદી[ફેરફાર કરો]

૫૦ મહાનુભાવો યાદી નીચે પ્રમાણે છે:[૩]

દસ મહાનતમ ભારતીય[ફેરફાર કરો]

ઉપરોક્ત સર્વેક્ષણમાંથી અંતિમ દસ મહામાનવોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે બધાજ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.[૩] આ સર્વેક્ષણમાં અંતિમ દસ મહામાનવોની યાદી આ પ્રમાણે જાહેર કરવામાં આવી હતી.[૧]

 1. ડૉ. ભીમરાવ રામજી આંબેડકર
 2. એ.પી.જે. અબ્દુલ કલામ
 3. વલ્લભભાઈ પટેલ
 4. અટલ બિહારી વાજપેયી
 5. મધર ટેરેસા
 6. જે.આર.ડી. ટાટા
 7. સચિન તેંડુલકર
 8. ઈન્દિરા ગાંધી
 9. લતા મંગેશકર
 10. જવાહરલાલ નહેરુ

સમારોહ અને ઘોષણા[ફેરફાર કરો]

ઉપરોક્ત સર્વેક્ષણમાંથી સૌથી મહાન ભારતીયની પસંદગી કરવામાં આવી હતી અને તે માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો. ૧૪ અને ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ અમિતાભ બચ્ચને ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને મહાનતમ ભારતીય તરીકેની જાહેરાત કરી હતી.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "A Measure Of The Man". Outlook India. Retrieved 2018-10-31. Check date values in: |access-date= (મદદ)
 2. "The Greatest Indian: Terms of Use". Retrieved ૩ માર્ચ ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)
 3. ૩.૦ ૩.૧ "History TV18 & CNN-IBN kick-off nationwide poll for 'The Greatest Indian'". www.bestmediaifo.com. Retrieved 2018-10-31. Check date values in: |accessdate= (મદદ)
 4. "A Case For Bhim Rajya". Outlook India. Retrieved 2018-10-31. Check date values in: |access-date= (મદદ)