મહાનતમ ભારતીય (સર્વેક્ષણ)
મહાનતમ ભારતીય (સૌથી મહાન ભારતીય) એ નક્કી કરવા માટે ભારતમાં રિલાયન્સ મોબાઇલના માધ્યમથી CNN, IBN અને HISTORY ચેનલની ભાગીદારીમાં આઉટલૂક પત્રિકા દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સર્વેક્ષણ અનુસાર ભારતનાં મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત મહાનુભાવો જેમાં કલા, ખેલ, રાજનીતિ, સમાજસેવા, ઉદ્યોગ વગેરે માંથી પ્રથમ ૫૦ મહાનુભાવો ને પસંદ કરવામાં આવ્યા હતાં.[૧]
મહાનતમ બ્રિટીશરની અન્ય આવૃત્તિઓથી વિપરીત, મહાનતમ ભારતીયમાં ઇતિહાસના તમામ સમયગાળાના લોકો સામેલ ન હતા. આ પસંદગી માટે બે કારણો આપવામાં આવ્યા હતા. પહેલું એ હતું કે “ભારતના સ્વતંત્રતા પૂર્વેના ઇતિહાસમાં મહાત્મા ગાંધીનું પ્રભુત્વ છે અને જ્યારે નેતૃત્વ, અસર અને યોગદાનની વાત આવે છે ત્યારે રાષ્ટ્રપિતાની નજીક આવવું કોઈ માટે અશક્ય છે.[...] નિષ્ણાતોની પેનલને લાગ્યું કે જો ગાંધીને આ યાદીમાં સામેલ કરવામાં આવે તો મહાનતમ ભારતીયની પસંદગી માટે કોઈ સ્પર્ધા જ નહીં થાય.”[૨] બીજું, મહાનતમ ભારતીયની પસંદગી માટે ૧૯૪૭માં સ્વતંત્રતા મેળવનારા ભારતથી અલગ આધુનિક રાષ્ટ્ર તરીકેની ભારતની છબી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. આમ આ સર્વેક્ષણનો પ્રયાસ એવી વ્યક્તિને પસંદ કરવાનો હતો જેમનો સ્વતંત્ર ભારતના ઘડતર અને વિકાસમાં પ્રથમકક્ષ પ્રભાવ રહ્યો હોય.[૨]
નામાંકન અને મતદાન
[ફેરફાર કરો]ભારત ના અલગ અલગ ક્ષેત્રે કાર્યરત ૧૦૦ મહાનુભાવોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. તેના માટે ખ્યાતનામ કલાકારો, લેખક, ખેલ જગત વગેરેમાંથી ૨૮ સભ્યોની એક પેનલ તૈયાર કરવામાં આવી હતી.[૩] આ જ્યુરીમાં એન.રામ (ધ હિન્દુના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ), વિનોદ મહેતા (આઉટલુકના એડિટર-ઇન-ચીફ), સોલી સોરાબજી (ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ), શર્મિલા ટાગોર (બોલિવૂડ અભિનેત્રી અને સેન્સર બોર્ડ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરપર્સન), હર્ષા ભોગલે (રમતગમત), ચેતન ભગત (લેખક),[૪] રામચંદ્ર ગુહા (ઇતિહાસકાર),[૩] શશી થરૂર (રાજકારણી અને લેખક), નંદન નીલેકણી, રાજકુમાર હિરાણી, શબાના આઝમી અને અરુણ જેટલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.[૫] તેઓએ ટોચની ૫૦ નામાંકિત વ્યક્તિઓની સૂચિને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જે ૪ જૂન, ૨૦૧૨ના રોજ CNN, IBNના એડિટર-ઇન-ચીફ રાજદીપ સરદેસાઈ દ્વારા જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ટોચના દસનું મૂલ્યાંકન કરવા માટે ત્રિમાર્ગીય પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં જ્યુરીના મતો, ઓનલાઇન પોલ અને નીલ્સન કંપની દ્વારા હાથ ધરવામાં આવેલા બજાર સર્વેક્ષણ પર સમાન ભારણ આપવામાં આવ્યું હતું.[૩] ઓનલાઇન પોલના આ તબક્કામાં ૭૧,૨૯,૦૫૦ લોકોએ ભાગ લીધો હતો.[૬] ૪ જૂનથી ૨૫ જૂન દરમિયાન જાહેર મતદાન હાથ ધરવામાં આવ્યું હતું,[૭] ટોચના અંતિમ દસની જાહેરાત ૩ જુલાઈએ કરવામાં આવી હતી.[૮] બીજા તબક્કાનું મતદાન પ્રથમ પદ્ધતિની જેમ જ ૧ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી ચાલ્યું હતુ.[૭] ઓનલાઈન મતદાન www.thegreatestindian.in વેબસાઈટની મુલાકાત લઈને અથવા દરેક નામાંકિતને આપવામાં આવેલા અનન્ય નંબર પર ફોન કરીને કરી શકાતું હતુ.[૮] સર્વેક્ષણના આ તબક્કામાં લગભગ ૨૦,૦૦૦,૦૦૦ લોકોએ મતદાન કર્યું હતું.[૯] એક વિશેષ સમારોહમાં અભિતાભ બચ્ચન દ્વારા[૧૦] ૧૧ ઓગસ્ટે વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી.[૧૧]
૫૦ મહાનુભાવો યાદી
[ફેરફાર કરો]૫૦ મહાનુભાવો યાદી નીચે પ્રમાણે છે:[૧૨]
- ડૉ. બાબાસાહેબ આંબેડકર
- એ.પી.જે. અબ્દુલ કલામ
- જવાહરલાલ નેહરુ
- જયપ્રકાશ નારાયણ
- અટલ બિહારી વાજપેયી
- સરદાર વલ્લભભાઈ પટેલ
- કાશીરામ
- રામ મનોહર લોહિયા
- ચક્રવર્તી રાજગોપાલાચારી
- જનરલ સામ માણેકશા
- બાબા આમ્ટે
- મધર ટેરેસા
- ઈલા ભટ્ટ
- વિનોબા ભાવે
- કમલાદેવી ચટ્ટોપાધ્યાય
- રવિશંકર
- એમ. એસ. સુબ્બાલક્ષ્મી
- મકબુલ ફિદા હુસૈન
- બિસ્મિલ્લાહ ખાન
- આર. કે. નારાયણ
- આર. કે. લક્ષ્મણ
- બી. લાલકૃષ્ણ એસ. અયંગર
- અમિતાભ બચ્ચન
- રાજ કપૂર
- કમલ હસન
- સત્યજીત રે
- લતા મંગેશકર
- દિલીપ કુમાર
- દેવ આનંદ
- મોહમ્મદ રફી
- હોમી ભાભા
- ધીરુભાઈ અંબાણી
- ડો. વર્ગીસ કુરિયન
- ઘનશ્યામ દાસ બિરલા
- જહાંગીર રતનજી ટાટા
- એન. આર. નારાયણમૂર્તી
- વિક્રમ સારાભાઈ
- એમ. એસ. સ્વામીનાથન
- રામનાથ ગોયન્કા
- અમર્ત્ય સેન
- ઈ. શ્રીધરન
- સચિન તેંડુલકર
- કપિલ દેવ
- સુનીલ ગાવસકર
- ધ્યાનચંદ
- વિશ્વનાથન આનંદ
- મિલખા સિંહ
- ઈન્દિરા ગાંધી
દસ મહાનતમ ભારતીય
[ફેરફાર કરો]ઉપરોક્ત સર્વેક્ષણમાંથી અંતિમ દસ મહામાનવોની યાદી તૈયાર કરવામાં આવી હતી. જે બધાજ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.[૧૨] આ સર્વેક્ષણમાં અંતિમ દસ મહામાનવોની યાદી આ પ્રમાણે જાહેર કરવામાં આવી હતી.[૧]
ક્રમ | છબી | નામ | રાજ્ય | નોંધપાત્ર પ્રદાન |
---|---|---|---|---|
1 | ડૉ. બી. આર. આંબેડકર (૧૮૯૧–૧૯૫૬) |
મહારાષ્ટ્ર | આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામાં આવ્યા હતા.[૧૪] તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. આંબેડકરે મુખ્યત્વે દલિતો, મહિલાઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત જાતિઓ સાથે સામાજિક ભેદભાવ વિરુદ્ધ હિન્દુ પ્રણાલીઓ વિરુદ્ધ ઝુંબેશ લડી હતી.[૧૫] | |
2 | ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ (૧૯૩૧–૨૦૧૫) |
તમિલનાડુ | અંતરિક્ષ અને સંરક્ષણ વૈજ્ઞાનિક કલામ સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.[૧૬] બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.[૧૭][૧૮][૧૯] ૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.[૨૦] બાદમાં તેમણે ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. | |
3 | વલ્લભભાઈ પટેલ (૧૮૭૫–૧૯૫૦) |
ગુજરાત | સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેમણે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું હતું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. એમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા - રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી 'પેટ્રન સૈન્ટ' તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે. | |
4 | જવાહરલાલ નહેરુ (૧૮૮૯–૧૯૬૪) |
ઉત્તર પ્રદેશ | સ્વતંત્રતા કાર્યકર્તા અને લેખક નહેરુ ભારતના પ્રથમ અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન (૧૯૪૭-૬૪) છે.[૨૧][૨૨] | |
5 | મધર ટેરેસા (1910–1997) |
પશ્ચિમ બંગાળ (જન્મ વર્તમાન ઉત્તર મેસેડોનિયા) |
"સેન્ટ મધર ટેરેસા ઓફ કલકત્તા" એક કેથોલિક સાધ્વી હતા અને મિશનરીઝ ઓફ ચેરિટીના સ્થાપક હતા, જે રોમન કેથોલિક ધાર્મિક મંડળી છે, જે એચઆઇવી/એઇડ્સ, રક્તપિત્ત અને ક્ષયરોગથી પીડાતા લોકો માટે ઘરોનું સંચાલન કરે છે. તેમને ૧૯૭૯માં તેમના માનવતાવાદી કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૨૩] | |
6 | જે. આર. ડી. ટાટા (૧૯૦૪–૧૯૯૩) |
મહારાષ્ટ્ર | ઉદ્યોગપતિ, પરોપકારી અને ઉડ્ડયન પાયોનિયર ટાટાએ ભારતની પ્રથમ એરલાઇન એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી. તેઓ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ, ટાટા મોટર્સ, ટીસીએસ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ અને નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ સહિત વિવિધ સંસ્થાઓના સ્થાપક છે.[૨૪][૨૫] | |
7 | ઈન્દિરા ગાંધી (૧૯૧૭–૧૯૮૪) |
ઉત્તર પ્રદેશ | ભારતના "લોખંડી મહિલા" તરીકે ઓળખાતા,[૨૬] ગાંધી ૧૯૬૬–૭૭ અને ૧૯૮૦–૮૪ દરમિયાન ભારતના વડા પ્રધાન હતા.[૨૧] ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની યુદ્ધ દરમિયાન તેમની સરકારે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધને ટેકો આપ્યો હતો જેના કારણે એક નવો દેશ બાંગ્લાદેશની રચના થઈ હતી.[૨૭] | |
8 | સચિન તેંડુલકર (જ. ૧૯૭૩) |
મહારાષ્ટ્ર | ૧૯૮૯માં કારકિર્દીની શરૂઆત કરનાર તેંડુલકરે બે દાયકાથી વધુ ની કારકિર્દીમાં ૬૬૪ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમી હતી. તેના નામે એકસો આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી, વન ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ અને વન ડે અને ટેસ્ટ ક્રિકેટ બંનેમાં ૩૪,૦૦૦થી વધુ રન પૂરા કરનારા એકમાત્ર ખેલાડી સહિત ક્રિકેટના વિવિધ કિર્તિમાન છે.[૨૮][૨૯] | |
9 | અટલ બિહારી વાજપેયી (૧૯૨૪–૨૦૧૮) |
મધ્ય પ્રદેશ | ચાર દાયકાથી વધુ સમય સુધી સંસદસભ્ય વાજપેયી નવ વખત લોકસભામાં ચૂંટાયા હતા, બે વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને ત્રણ ટર્મ સુધી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી; ૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯–૨૦૦૪.[૨૧] તેઓ ૧૯૭૭–૭૯ દરમિયાન વિદેશ મંત્રી હતા અને ૧૯૯૪માં તેમને "શ્રેષ્ઠ સંસદસભ્ય" તરીકે નવાજવામાં આવ્યા હતા.[૩૦] | |
10 | લતા મંગેશકર (જ. ૧૯૨૯) |
મહારાષ્ટ્ર | "ભારતની કોકિલા"[૩૧] તરીકે જાણીતા પાર્શ્વગાયક મંગેશકરે ૧૯૪૦ના દાયકામાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૩૬થી વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે.[૩૨] ૧૯૮૯માં મંગેશકરને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૩૩] |
સમારોહ અને ઘોષણા
[ફેરફાર કરો]ઉપરોક્ત સર્વેક્ષણમાંથી સૌથી મહાન ભારતીયની પસંદગી કરવામાં આવી હતી અને તે માટે એક વિશેષ સમારોહ યોજાયો હતો. ૧૪ અને ૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ અમિતાભ બચ્ચને ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને મહાનતમ ભારતીય તરીકેની જાહેરાત કરી હતી.[૩૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "A Measure Of The Man". Outlook India. મેળવેલ 2018-10-31.
- ↑ ૨.૦ ૨.૧ "The Greatest Indian: FAQ". મૂળ માંથી 13 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 3 March 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "The Hindu, 21 July 2012: Indians great, greater, greatest?". મેળવેલ 2 March 2013.
- ↑ "Indian Television, 18 May 2012: History TV18, CNN IBN name jury members for 'The Greatest Indian'". મેળવેલ 2 March 2013.
- ↑ "TwoCircles.net, 5 June 2012: Now vote for 'The Greatest Indian'". મેળવેલ 2 March 2013.
- ↑ "India Info Online, 3 July 2012: HISTORY TV18 & CNN IBN reveals names of 'The Greatest Indian'". મેળવેલ 2 March 2013.
- ↑ ૭.૦ ૭.૧ "The Greatest Indian: Terms of Use". મૂળ માંથી 13 ઑક્ટોબર 2013 પર સંગ્રહિત. મેળવેલ 3 March 2013. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૮.૦ ૮.૧ "Outlook, 11 June 2012: The Greatest Indian After Gandhi". મેળવેલ 2 March 2013.
- ↑ "The Hindu Business Line, 14 August 2012: Ambedkar voted "Greatest Indian" in poll". મેળવેલ 2 March 2013.
- ↑ "Indian Television, 13 August 2012: 'Dr. B R Ambedkar is 'The Greatest Indian after the Mahatma'". મેળવેલ 2 March 2013.
- ↑ "Asian Human Rights Commission, 16 August 2012: INDIA: Dr. B.R. Ambedkar – the greatest Indian". મેળવેલ 2 March 2013.
- ↑ ૧૨.૦ ૧૨.૧ "History TV18 & CNN-IBN kick-off nationwide poll for 'The Greatest Indian'". www.bestmediaifo.com. મૂળ માંથી 2019-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-10-31.
- ↑ "A Measure Of The Man". Outlook. 20 August 2012.
- ↑ "List Of Recipient Of Bharat Ratna" (PDF). Ministry of Home Affairs Government Of India. મૂળ (PDF) માંથી 2013-02-03 પર સંગ્રહિત. મેળવેલ ૧ એપ્રિલ ૨૦૧૩.
- ↑ Jain, Anurodh Lalit (14 એપ્રિલ 2013). "Let's help realise the vision of Ambedkar for Dalits". The Hindu. મૂળ સંગ્રહિત માંથી 14 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 7 નવેમ્બર 2015.
- "Untouchability, The Dead Cow And The Brahmin". Outlook. 22 ઓક્ટોબર 2002. મૂળ સંગ્રહિત માંથી 9 નવેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 નવેમ્બર 2015. Cite journal requires
|journal=
(મદદ)
- "Untouchability, The Dead Cow And The Brahmin". Outlook. 22 ઓક્ટોબર 2002. મૂળ સંગ્રહિત માંથી 9 નવેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 7 નવેમ્બર 2015. Cite journal requires
- ↑ editor; Ramchandani (2000). Dale Hoiberg (સંપાદક). A to C (Abd Allah ibn al-Abbas to Cypress). New Delhi: Encyclopædia Britannica (India). પૃષ્ઠ 2. ISBN 978-0-85229-760-5.CS1 maint: extra text: authors list (link)
- ↑ Pruthi, R. K. (2005). "Ch. 4. Missile Man of India". President A.P.J. Abdul Kalam. Anmol Publications. પૃષ્ઠ 61–76. ISBN 978-81-261-1344-6.
- ↑ "India's 'Mr. Missile': A man of the people". 30 July 2015. મૂળ સંગ્રહિત માંથી 25 September 2015 પર સંગ્રહિત. મેળવેલ 30 July 2015.
- ↑ "Kalam's unrealised 'Nag' missile dream to become reality next year". 30 July 2015. મૂળ સંગ્રહિત માંથી 3 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 30 July 2015.
- ↑ Sen, Amartya (2003). "India and the Bomb". માં M. V. Ramana; C. Rammanohar Reddy (સંપાદકો). Prisoners of the Nuclear Dream. Sangam Books. પૃષ્ઠ 167–188. ISBN 978-81-250-2477-4.
- ↑ ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ "Prime Ministers of India". Prime Minister's Office (India). મૂળ માંથી 9 October 2014 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2014.
- ↑ Guha, Ramachandra (11 જાન્યુઆરી 2014). "Leave it to history: India's best and worst prime ministerse". The Telegraph. Calcutta. મૂળ સંગ્રહિત માંથી 4 માર્ચ 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 સપ્ટેમ્બર 2015.
- ↑ "Profile: Blessed Mother Teresa". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 6 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 13 સપ્ટેમ્બર 2015.
- "Mother Teresa—Biographical". Nobel Foundation. મૂળ માંથી 11 October 2014 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2014.
- "The Nobel Peace Prize 1979". Nobel Foundation. મૂળ માંથી 16 October 2014 પર સંગ્રહિત. મેળવેલ 12 May 2014.
- ↑ "Profile: J.R.D. Tata". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 24 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 13 સપ્ટેમ્બર 2015.
- ↑ Shah, Shashank; Ramamoorthy, V.E. (2013). Soulful Corporations: A Values-Based Perspective on Corporate Social Responsibility. Springer Science & Business Media. પૃષ્ઠ 149. ISBN 978-81-322-1275-1. મૂળ સંગ્રહિત માંથી 28 ફેબ્રુઆરી 2018 પર સંગ્રહિત.
- ↑ Thelikorala, Sulakshi (18 નવેમ્બર 2011). "Indira Gandhi: Iron Lady of India". Asian Tribune. World Institute For Asian Studies. મૂળ માંથી 1 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 સપ્ટેમ્બર 2015.
- ↑ "Profile: Indira Gandhi". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 5 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 13 સપ્ટેમ્બર 2015.
- ↑ "Profile: Sachin Tendulkar". Encyclopædia Britannica. મૂળ સંગ્રહિત માંથી 6 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 18 સપ્ટેમ્બર 2015.
- ↑ "Records/Combined Test, ODI and T20I records/Batting records; Most runs in career". ESPNcricinfo. 13 સપ્ટેમ્બર 2015. મૂળ સંગ્રહિત માંથી 21 નવેમ્બર 2013 પર સંગ્રહિત. મેળવેલ 18 સપ્ટેમ્બર 2015.
- ↑ "Profile of Shri Atal Behari Bajpayee". Press Information Bureau (PIB). મૂળ સંગ્રહિત માંથી 10 ઓગસ્ટ 2015 પર સંગ્રહિત. મેળવેલ 18 સપ્ટેમ્બર 2015.
- "Profile: Shri Atal Bihari Vajpayee: March 19, 1998 – May 22, 2004 [Bhartiya Janta Party]". Prime Minister's Office. મૂળ સંગ્રહિત માંથી 17 નવેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 6 નવેમ્બર 2015.
- ↑ "India's Nightingale Lata Mangeshkar turns 82 today". Firstpost. 28 September 2011. મૂળ માંથી 30 January 2012 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2014.
- ↑ Gulzar, Nihalani & Chatterjee 2003, pp. 486, 487.
- ↑ https://indianexpress.com/article/entertainment/music/lata-mangeshkar-pays-her-respects-to-dadasaheb-phalke-2778051/
- ↑ "A Case For Bhim Rajya". Outlook India. મેળવેલ 2018-10-31.