લખાણ પર જાઓ

અસ્તેય

વિકિપીડિયામાંથી

અસ્તેય એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ "ચોરી ન કરવી" કે "અ-ચૌર્ય" એવો થાય છે. જૈનત્વમાંના, દરેક શ્રાવકો અને સાધુ-સાધ્વીઓને પાળવાના પાંચ મુખ્ય નિયમ (અણુવ્રત)માંનો આ ત્રીજો નિયમ છે. આ નિયમ અદત્તનો ત્યાગ તરીકે પણ ઓળખાય છે

જૈન દર્શન મોટી ચોરી કરવા ઉપરાંત પાંચ પ્રકારના મુખ્ય અદત્ત બતાવ્યા છે:

  • ૧ તેન્નાહડે = ચોરાઉ વસ્તુ ખરીદવી
  • ૨ તક્કરપ્પઓગે= ચોરને મદદ કરવી
  • ૩ વિરુદ્ધ રજ્જાઈકમ્મે = રાજ્ય વિરુદ્ધ દાણચોરી કરવી
  • ૪ કૂડતોલે - કૂડ માણે = કોટા તોલા, ખોટા માપ રાખવા
  • ૫ તપ્પડિરૂવગ્ગ વવહારે = સારી વસ્તુ દેખાડી નરસી આપવી, ભેળસેળ કરવી

હિંદુત્વમાં

[ફેરફાર કરો]

"અસ્તેયની સંકલ્પના એ હિંદુત્વના નિયમનો પણ એક પ્રમુખ ભાગ છે જેને સૌ હિંદુ લોકોએ પાળવો જોઈએ. પારંપારિક રીતે ૧૦ યમ માંનો આ એક છે અને યોગ સૂત્રના ૫ યમ (શિસ્ત)માંનો એક છે. અસ્તેયના સિદ્ધાંતને પ્રાય: બાઈબલના દૈવી આદેશ - તુ ચોરી ન કરીશ ("Thou shall not steal") સાથે સરખો સમજાય છે, પણ અસ્તેય શબ્દનો અર્થ ચોરી ન કરવાથી વિશેષ થાય છે. અસ્તેય શબ્દનો અર્થ છેતરપિંડી ન કરવી, પારકી વસ્તુ મેળવવાની ઈચ્છા ન કરવી, સંપત્તિનો સંચય ન કરવો અને અન્ય વ્યક્તિઓની ઈચ્છાપૂર્તિઓની આડે ન આવવું. મિયામીના યોગ આશ્રમના સ્વામી જ્યોતિર્મંદા કહે છે કે , જેણે અસ્તેયના સિદ્ધાંતને જાણ્યો અને અપનાવ્યો છે તેની પાસે વિશ્વની સમગ્ર સંપત્તિ વહી આવે છે" આ ઉક્તિ બાઈબલની પંક્તિ "The meek shall inherit the world." ને સમાંતર છે.