પાજોદ
પાજોદ | |||||||
— ગામ — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°32′57″N 70°03′51″E / 21.549118°N 70.064170°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | જૂનાગઢ | ||||||
વસ્તી | ૩,૫૦૦ (2001) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 69 metres (226 ft) | ||||||
કોડ
|
પાજોદ, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલ મહત્વના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સહકારી બેન્ક તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામ જૂનાગઢ-પોરબંદર રાજ્ય ધોરી માર્ગ-૩૨ પર આવેલું છે. આ ગામ જૂનાગઢથી ૫૦ કિ.મી દુર છે અને તેની વસ્તી આશરે ૩,૫૦૦ છે. ગામ સમુદ્રથી ૩૫ કિમિ દૂર છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, પાજોદ અને માધ્યમિક શાળાનું નામ વિનય મંદિર, પાજોદ છે.
ગામ નો ઇતિહાસ
[ફેરફાર કરો]આઝાદી પહેલા આ ગામમાં દરબારી રાજ ચાલતુ હતુ. ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ઉર્ફે રૂસવા આ ગામના દરબાર હતા. નરસી બાપા જેવા વૈષ્ણવ અને પાન બા પણ આ ગામના હતા. પરબના મહાન સંત સેવાદાસ બાપુનો જન્મ પણ પાજોદમાં જ થયો હતો.
આ ગામમાં હવેલી, પાનેશ્વર મહાદેવ મંદિર, રામ મંદિર, શક્તિ માતા મંદિર, સેવાદાસ બાપુનો ઉતારો અને હનુમાન મંદિર આવેલ છે.
આ ગામ મા પટેલ સમાજ, આહિર સમાજ અને બે ગૌ-શાળા આવેલ છે.
| ||||||||||||||||
|