આયંબિલ ઓળી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

શ્વેતાંબર જૈનો દરેક વર્ષ દરમિયાન બે વાર આંબેલ વ્રત અથવા આયંબિલ ઓળીનું વ્રત કરે છે. આ વ્રત તમામ તીર્થંકરોના સમયમાં ચૈત્ર અને આસો મહિનામાં કરવામાં આવતું. આ કારણે તેને શાશ્વત વ્રત તરીકે પણ ઓળખવામા આવે છે. પહેલું વ્રત ચૈત્ર મહિનામાં સુદ સાતમથી ચૈત્રી પૂનમ સુધીના નવ દિવસનું હોય છે. જ્યારે બીજું વ્રત આસો મહિના દરમિયાન સુદ આઠમથી શરદ પૂનમ સુધીના નવ દિવસનું હોય છે.

ઉપાશ્રયોમાં આ સમયમાં સિદ્ધચક્રના નવપદની આરાધના કરવામાં આવે છે. આ વ્રતમાં આહારના ચુસ્ત નિયમો પાળવાના હોય છે. વ્રત પાળવામાં સરળતા રહે તે માટે ઘણા સ્થળો પર આયંબિલ શાળાઓ સ્થાપી સમૂહમાં આ વ્રત કરવામાં આવે છે. નવ દિવસનું એક એવા નવ આયંબિલ પુરા થાય એટલે (સાડા ચાર વર્ષ પછી) આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે.

આયંબિલની ઓળી દરમ્યાન પ્રાયઃ એકાસણાની (સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે એક સમય ખાવું) આરાધના કરવામાં આવે છે. તે સિવાય એકાસણામાં બનતા ભોજનમાં વિગય એટલે કે શરીરમાં વિકાર ઉત્પન્ન કરે તેવા અન્નનો ત્યાગ કરવામાં આવે છે [૧]અને સાદો બાફેલો તથા શેકેલો આહાર લેવામાં આવે છે. આ અન્નની બનાવટમાં સમુદ્રી મીઠું વપરાતું નથી.

સંદર્ભ[ફેરફાર કરો]