ગાધકડા (તા. સાવરકુંડલા)

વિકિપીડિયામાંથી
ગાધકડા
—  ગામ  —
ગાધકડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°15′27″N 71°24′05″E / 21.257461°N 71.401434°E / 21.257461; 71.401434
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો સાવરકુંડલા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,બેંક,માધ્યમિક શાળા,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલા તેમજ શાકભાજી

ગાધકડા (તા. સાવરકુંડલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા સાવરકુંડલા તાલુકામાં આવેલું એક ગામ છે. ગાધકડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ફુલઝર નદી ગામની વચ્ચેથી વહે છે.

ગામમાં આવેલ મંદિરના આશાપુરા માતા

પરિવહન[ફેરફાર કરો]

ગાધકડા રેલ્વે સ્ટેશન ગામથી ૩ કિમી દૂર આવેલું છે અને ધોળા-મહુવા રેલ્વે લાઇન પર પશ્ચિમ રેલ્વે વિભાગમાં આવે છે.[૧] આ રેલ્વે લાઇન મૂળભૂત રીતે ૧૯૨૩માં ભાવનગર રજવાડાંનો ભાગ હતી. આ ગામ રેલ્વે દ્વારા અમદાવાદ, સુરત તેમજ મુંબઈ સાથે સીધું જ જોડાયેલું છે. સાવરકુંડલા અને મહુવાથી પાક્કા રસ્તા દ્વારા જોડાયેલું છે.

સાવરકુંડલા તાલુકાનાં ગામો અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]