લાપાસરી (તા. રાજકોટ)
લાપાસરી | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′N 70°47′E / 22.3°N 70.78°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | રાજકોટ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી , પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | કપાસ, મગફળી, ઘઉં, બાજરો, શાકભાજી |
લાપાસરી ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં તેમ જ રાજકોટ શહેરની નજીક આવેલું એક ગામ છે. આ ગામ રાજકોટ શહેરની દક્ષિણે પાકા સડક માર્ગે કોઠારીયા ગામ થઈને આવે છે. આ ગામ ભાખવડી નદીને કિનારે વસેલું છે. આ નદી ઉપર થોડા સમય પહેલા રાજકોટ મ્યુનીસિપલ કોર્પોરેશન અને રોટરી મીડટાઉનનાં સહયોગથી ડેમ બાંધવામાં આવેલ છે. આ ડેમનું નામ "રોટરી મિડટાઉન લાપાસરી ડેમ" આપવામાં આવેલું છે જેનું પાણી રાજકોટને પાણી પુરું પાડતા આજીડેમમાં વાળવામાં આવે છે. આ ગામની વસ્તી આશરે ૬૫૦ ની હશે, તેમ જ ગામના લોકોનો વ્યવસાય ખેતી, પશુપાલન, ટ્રેકટરથી માલવહન તથા રાજકોટ શહેરમાં ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલ છે.
આ ગામની બાજુમાં કોઠારીયા, વડાળી, ખોખડદળ, ભાયાસર અને લોઠડા જેવાં ગામો આવેલાં છે. રાજકોટ-૩ મતવિસ્તારનાં બે ટર્મ ધારાસભ્ય રહી ચુકેલ ભાજપાના ધારાસભ્ય માધુભાઈ બાબરીયા પણ આ ગામના જ છે.
સુવિધાઓ
[ફેરફાર કરો]લાપાસરી ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. જે ગામની બરોબર વચ્ચે આવેલી છે. જેમાં ૧ થી ૭ ધોરણ સુધીનાં અભ્યાસ માટેની વ્યવસ્થા છે. આ શાળાનું બાંધકામ જુનું હોવાથી તે ઈ.સ.૨૦૦૧ માં ગુજરાતમાં આવેલ ભુકંપમાં ધરાશાયી થયેલ. ત્યારબાદ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ તેમજ ગામ વચ્ચે લોકભાગીદારી કરીને આ શાળા નવી બનાવવામાં આવેલ છે, જેનું નામ 'શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા - લાપાસરી' આપવામાં આવ્યું છે. જેમાં સંડાસ-બાથરૂમ, પાણીની ટાંકી, રમત-ગમતનાં સાધનો તથા સુંદર બગીચાની સુવિધાઓ ઉપલબ્ધ છે, તેમ જ શાળામાં કોમ્પ્યુટરનું જ્ઞાન પણ આપવામાં આવે છે. શાળામાં પાંચ વર્ષથી નીચેનાં બાળકો માટે આંગણવાડી પણ ચલાવવામાં આવે છે.
આ ગામમાં પંચાયતઘર, પશુને પાણી પીવા માટે અવેળા (હવાડા), પાણીનાં ટાકા જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. તેમજ ગામને પાણીની અછત ન પડે તે માટે કુવો પણ છે. આ કુવાનાં પાણીને પાઈપલાઈન દ્વારા ગામમાં ચાર જગ્યાએ લોકલ પાણીનાં સ્ટેન્ડ ઉભા કરી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ગામની ઉતરે રાજકોટ રોડ ઉપર લગભગ અડધો કિલોમીટર દુર એક ગૌશાળા પણ આવેલી છે. જયાં લગભગ ૬૦ જેટલી ગાયોનો નિભાવ થાય છે. આ ગૌશાળાની બરોબર પાછળ નદીને કાંઠે શ્રી ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે. જેની સામે નદીમાં એક ઉંડો ઘુનો આવેલો છે, જેથી તેને ઘુનાવાળી ખોડીયાર કહે છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]આ ગામમાં શ્રી કેશરજી વજેસિંહજી ચૌહાણ નામનાં એક રાજપૂત થઈ ગયા, જે બહારગામથી આવતા સાધુ-સંતોને પોતાને ત્યાં જમાડતા અને દર અષાઢી બીજે આખા ગામને જમાડતા હતા. જે રાજકોટની આજુબાજુનાં ગામોમાં કેશરભગત નામથી જ ઓળખાતા હતા. તેમના સેવકો આજે પણ લાપાસરી ગામમાં રામાપીરનાં મંદીરે દર્શને આવે છે. આમ તેમના નામ ઉપરથી પણ આ ગામ કેશરભગતનું લાપાસરી કહેવાય છે.
લાપાસરી ગામની બરોબર મધ્યમાં શ્રી રામ મંદીર આવેલું છે. જે ચોરા તરીકે પ્રખ્યાત છે. આ મંદિરની પ્રતિષ્ઠા લગભગ સંવત ૧૯૮૦ની આસપાસ થઇ હશે. ત્યાર બાદ આ મંદીરનો જીર્ણોધાર ૪૦ વર્ષ બાદ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રી શિવમંદીર ગામનાં પાદરમાં આવેલું છે. તેમજ આ ગામની દક્ષિણ દિશામાં એક તળાવ આવેલું છે, જેની એક પાળી ઉપર એક શિવમંદિર આવેલું છે, જે ગામથી લગભગ ૨૦૦ મીટરનાં અંતરે આવેલું છે. આ જગ્યાએ પહેલાંના સમયમાં ફકત ઓટલો જ હતો જે પછીથી બહાદુરસિંહજી માનસિંહજી ચૌહાણ દ્વારા તેના ઉપર શિખરબંધ મંદીર બંધાવીને જીર્ણોધાર કરેલ છે. આ ઉપરાંત ગામમાં બસસ્ટેન્ડની બરોબર પાછળ જ બાપા સીતારામની મઢુલી આવેલી છે, જેમાં બગદાણા વાળા સંતશ્રી બજરંગદાસબાપાની મુર્તિ પધરાવવામાં આવેલ છે.
| ||||||||||||||||