કુવાડવા (તા. રાજકોટ)
કુવાડવા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | રાજકોટ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
કુવાડવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮-બ રોડ ઉપર ૧૮ કિ.મી.નાં અંતરે આવેલ છે. આ ગામમાં પ્રાથમિક શાળા,માધ્યમિક શાળા,પી.ટી.સી કોલેજ,હોટૅલ મેનેજમેન્ટ કોલેજ, પંચાયતઘર, પોષ્ટ ઓફીસ, દવાખાનું, દૂધની ડેરી, પેટ્રોલ પંપ, વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. તેમ જ આ ગામમાં બનતા પેંડા (દુધની એક બનાવટ) ખુબ જ વખણાય છે. વાંકાનેર જવા માટેનો રસ્તો આ ગામની થોડે આગળથી જ વળે છે.
આ ગામમાં ખેતી, પશુપાલન અને ઉધોગ મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ,જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે. આ ગામમાં કપાસ માટેની જીનીંગ મીલો પણ આવેલી છે.
આ ગામની નજીક ગાયત્રી મંદીર અને ત્રીમંદીર જોવાલાયક સ્થળ છે. વોટર પાર્ક પણ જાણીતુ છે.
| ||||||||||||||||
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |