વડાળીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાસૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલ કસ્તુરબાધામ(ત્રંબા),તા.રાજકોટ ગામથી ૩ કિ.મી.એ ડામરરોડ માર્ગે આવેલ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામની આજુબાજુમાં નાના મોટા ડુંગરો આવેલા છે. આ ગામની બાજુમાં એક ડુંગર ઉપર શ્રી વિહોત માતાજીનું મંદીર આવેલુ છે. જેને પરમાર શાખનાં રાજપુતો પોતાના કુળદેવી તરીકે પુજે છે. આ ગામમાં જાડેજા શાખનાં રાજપૂતની વસ્તી વધારે છે. રાજકોટ સ્ટેટના કોઠારીયા (ભાયાત) નું ગામ છે.