સરધાર (તા. રાજકોટ)

વિકિપીડિયામાંથી
(સરધાર થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search
સરધાર
—  ગામ  —

સરધારનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
વસ્તી ૮,૧૩૭ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

સરધાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામ અગ્નિ ખુણામાં રાજકોટ-ભાવનગર રોડ ઉપર રાજકોટ શહેરથી ૩૬ કિ.મી.ના અંતરે આવેલુ છે. રાજાશાહીમાં રાજકોટની ગાદી પહેલા સરધારમાં હતી. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પોસ્ટ ઓફીસ, પંચાયતઘર, દુધની ડેરી વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

નામ[ફેરફાર કરો]

સરધારનું નામ સરધનરી ધાર, કાઠિયાવાડની મધ્યમાં આવેલી મુખ્ય ધાર પરથી પાડવામાં આવ્યું હશે એમ મનાય છે. આ ગામ ધારની ટોચ કે માથે આવેલું હોવાથી તેને સરધાર કહે છે. આ ધાર લગભગ ૫૦ કિમી લંબાઇ અને ૧૨-૩૦ મીટર ઉંચાઇ ધરાવે છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

સરધાર ઘણાં વર્ષો સુધી અકબરના સમય સુધી વાઘેલાઓના શાસન હેઠળ હતું અને ત્યારબાદ સતત આક્રમણો વડે મુસ્લિમો વડે જીતી લેવાયું હતું.[૨]

૧૮૮૦ના દાયકામાં સરધાર સ્થાનિક લુહારો વડે બનાવવામાં આવતા લોખંડના તેલના ડબ્બાઓ માટે પ્રખ્યાત હતું.[૨]

ભૂગોળ[ફેરફાર કરો]

સરધાર અને રાજકોટ વચ્ચેના પર્વતીય વિસ્તારમાંથી આજી નદી નીકળે છે.[૩]

વસ્તી[ફેરફાર કરો]

૧૮૭૨ની વસ્તી ગણતરી મુજબ સરધારની વસ્તી ૨,૯૨૨ હતી અને ૧૮૮૧ની વસ્તી ગણતરી મુજબર ૨,૮૦૫ વ્યક્તિઓનો વસવાટ ગામમાં હતો.[૨]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ગામમાં ૮,૧૩૭ વ્યકિતઓ વસે છે, જેમાંથી ૩,૮૭૮ સ્ત્રીઓ અને ૪,૨૫૯ પુરુષો છે.[૧]

મહત્વના સ્થળો[ફેરફાર કરો]

આ ગામમાં સ્વામિનારાયણનું મંદીર આવેલું છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

ગુજરાતી સાહિત્ય જગતનાં કવિ અને ગઝલકાર અમૃત ઘાયલ પણ સરધારના વતની હતા. તેમની 'આઠોં જામ ખુમારી' ગઝલ ખુબ પ્રચલિત છે. તેમજ બીજા એક કવિ અને વાર્તાકાર જયંતિલાલ દવે (માણીગર) પણ સરધારના વતની હતાં. જેમણે ગુજરાતીમાં કવિતાઓ અને બાળસાહિત્ય જેવી કૃતિઓ લખી હતી.

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Sardhar Village Population - Rajkot - Rajkot, Gujarat". www.census2011.co.in. Retrieved ૧૫ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). . Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. pp. ૩૦ અને ૬૭૪. Check date values in: |year= (મદદ)
  3. "આજી નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. Retrieved ૧૫ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)